Charotar Sandesh
ઈન્ડિયા

પ્રદુષણ વધતાં દિલ્હીમાં ૨ દિવસનું લોકડાઉન લગાવી દો : સુપ્રિમ કોર્ટ

સુપ્રિમ કોર્ટ

દિલ્હીનું પ્રદૂષણ દિનપ્રતિ દિન વધાતું જતાં સુપ્રિમ કોર્ટ આક્રમક

ન્યુ દિલ્હી : દિલ્હીની હવામાં ફેફસાને નુકસાન પહોંચાડતા PM2.5 (ખૂબ જ ઝીણા ધૂળના કણો)નો સ્તર મધ્યરાત્રિની આસપાસ ૩૦૦ના આંકને પાર થઈ ગયો હતો. સાંજે ૪ વાગ્યે એ ૩૮૧ માઇક્રોગ્રામ પ્રતિ ક્યૂબિક મીટર હતું. હવા સુરક્ષિત રહે એ માટે PM2.5નો સ્તર ૬૦ માઇક્રોગ્રામ પ્રતિ ક્યૂબિક મીટર હોવો જોઈએ. હાલમાં એ સલામત મર્યાદા કરતાં લગભગ ૬ ગણો વધુ છે.

PM2.5 એટલું જોખમી છે કે એ ફેફસાંનું કેન્સર અને શ્વસનસંબંધી ગંભીર રોગોનું કારણ બની શકે છેદિવાળી પછી ખરાબ થયેલી દિલ્હીની હવા હજુ પણ ગંભીર શ્રેણીમાં છે. દિલ્હીની હાલત કેટલી ખરાબ છે એ તમે એનાથી સમજી શકો છો કે દુનિયાનાં ૧૦ સૌથી પ્રદૂષિત શહેરમાં દિલ્હી પ્રથમ નંબરે છે. આ યાદીમાં ભારતનાં મુંબઈ અને કોલકાતા પણ સામેલ છે. સ્વિટ્‌ઝર્લેન્ડ સ્થિત ક્લાઈમેટ ગ્રુપ IQAirએ આ નવી યાદી બહાર પાડી છે. આ ગ્રુપ હવાની ગુણવત્તા અને પ્રદૂષણ પર નજર રાખે છે. આ ગ્રુપ સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમમાં ટેક્નોલોજી ભાગીદાર છે. દિલ્હી-NCRમાં પ્રદૂષણનો કહેર ચાલુ છે.

આ દરમિયાન શનિવારે સુપ્રીમ કોર્ટે પ્રદૂષણ મુદ્દે સુનાવણી કરી હતી. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે વધતા પ્રદૂષણ વિશે ચિંતા વ્યક્ત કરીને કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી હતી. એ સાથે જ કોર્ટે સરકારને પ્રદૂષણથી છુટકરો મેળવવા માટે તાત્કાલિક ઉપાયમાં બે દિવસનું લોકડાઉન લગાવી દેવાની સલાહ પણ આપી છે. ચીફ જસ્ટિસ એનવી રમન્નાએ કહ્યું, હું એવું કહેવા નથી માગતો કે પ્રદૂષણમાં પરાલી સળગાવવાની અસર કેટલી છે અને ફટાકડાં-વાહન, ડસ્ટ અને કંસ્ટ્રક્શનનો કેટલો ભાગ છે, પરંતુ તમે અમને જણાવો કે પ્રદૂષણને નિયંત્રણમાં લેવા માટે તાત્કાલિક ઉપાય કયા હોવા જોઈએ. સીજેઆઈએ કહ્યું, જો શક્ય હોય તો બે દિવસનું લોકડાઉન લગાવી દો.

સુનાવણી શરૂ થયા પછી દિલ્હી સરકાર તરફથી વકીલ રાહુલ મેહરાએ એફિડેવિટ મોડી જમા કરાવવા માટે માફી માગી હતી

Other News : દિલ્હીના પ્રદૂષણથી લોકો ઘરમાં પણ માસ્ક પહેરે છે : સુપ્રિમ કોર્ટ

Related posts

આરબીઆઈ, રોકાણકારો ગભરાશો નહીં, તેવો સંકેત આપવા માંગે છે…

Charotar Sandesh

કોરોનાની સાથે જીવવું પડશે, જૂનમાં સૌથી વધારે કેસ નોંધાશે : એમ્સ ડિરેક્ટર

Charotar Sandesh

કોરોના કહેર વધતા ભારત એલર્ટ બન્યું : વેક્સિન નિકાસને અટકાવી…

Charotar Sandesh