Charotar Sandesh
ક્રાઇમ સમાચાર ચરોતર

આણંદ જિલ્લામાં સૌપ્રથમવાર ૮.૯૦૦ ગ્રામ એમડી ડ્રગ્સ ઝડપાયું : ત્રણ શખ્સોની ધરપકડ

સાયબર ક્રાઈમ પોલીસે

સાયબર ક્રાઈમ પોલીસે બે શખ્સોને ઝડપી પાડીને માચીસના બોક્સમાં પડીકીઓમાં છુપાવેલું ૮૯ હજારનુ એમડી ડ્રગ્સ પકડ્યું : પેટલાદથી ત્રીજા શખ્સને પણ દબોચાયો

આણંદ : સાયબર ક્રાઈમ પોલીસે સોમવારે રાત્રીના સુમારે સૌપ્રથમ વખત ૮.૯૦૦ મિલિગ્રામ એમડી ડ્રગ્સ સાથે ૧.૫૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરીને ત્રણ શખ્સોને ઝડપી પાડતા ચકચાર મચી જવા પામી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, સાયબર ક્રાઈમ પોલીસને માહિતી મળી હતી કે, કેટલાક શખ્સો પ્રતિબંધીત નશીલા પદાર્થ એમડી ડ્રગ્સની પડીકીઓ બનાવીને તેનું વેચાણ કરે છે અને ગુગલ-પે મારફતે પૈસા મંગાવીને પડીકીઓની ડીલીવરી આપે છે. જેના અનુસંધાને બે શખ્સો બ્લેક કલરના સુઝીકી મોપેડ ઉપર એમડી ડ્રગ્સની ડીલીવરી આપવા માટે આણંદ- સોજીત્રા રોડ ઉપર આવેલી જનતા ચોકડી રોડ ઉપર આવવાના છે જેના આધારે પીઆઈ એલ. ડી. ગમારા, પીએસઆઈ એ. એમ. શર્મા તેમજ સ્ટાફના જવાનો ગુપ્ત રીતે વોચમાં ગોઠવાઈ ગયા હતા. દરમ્યાન બે શખ્સો બ્લેક કલરના સુઝીકી મોપેડ પર આવી ચઢ્યા હતા અને કોઈના આવવાના રાહ જોવા લાગ્યા હતા. જેથી પોલીેસે શંકાને આધારે બન્નેને કોર્ડન કરીને ઝડપી પાડ્યા હતા અને તેમના નામઠામ પુછતાં તેઓ પેટલાદ ખાતે રહેતા માહીરોદ્દીન ઉર્ફે ડબ્બી મનુભાઈ શેખ અને સાજીદખાન ઉર્ફે અરબડી બચુખાન પઠાણ હોવાનું જણાવ્યું હતુ.

અમદાવાદના જુહાપુરામાં રહેતા ઈસ્માઈલ ઘાંચી નામના શખ્સ પાસેથી એમડી ડ્રગ્સ લાવ્યાની કબુલાતથી ખળભળાટ

તેમની અંગજડતી કરતા ત્રણ મોબાઈલ ફોન અને રોકડા ૫૦૦ તેમજ સાજીદખાન પઠાણના ખિસ્સામાંથી બે માચીસના બોક્સ મળી આવ્યા હતા. જેને ખોલીને જોતા અંદરથી સફેદ કલરના પાવડર જેવા નશીલા પદાર્થની પડીકીઓ મળી આવી હતી. એક બોક્સમાંથી છ તેમજ બીજા બોક્સમાંથી સાત પડીકીઓ મળી આવી હતી. જે અંગે પુછપરછ કરતાં તે એમડી ડ્રગ્સ હોવાની કબુલાત કરી હતી.

જેથી પોલીસે પેટલાદ ખાતે છાપો મારીને અકરમ સૈયદને પણ ઝડપી પાડ્યો હતો. પોલીસે કુલ૧.૫૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરીને એનડીપીએસ ધારાની જુદીજુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને વધુ તપાસ અર્થે રીમાન્ડ પર મેળવવાની તજવીજ હાથ ધરી છે.

Other News : દેશમાં ૧૦ કરોડ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર થયા રૂ. ૨૦૦૦ : પીએમ મોદીએ શિમલામાં દબાવ્યું બટન

Related posts

અમેરીકાના ન્યુજર્સી સ્ટેટમાં બાવીસ ગામ પાટીદાર સમાજ દ્વારા આણંદના સાંસદ મિતેશ પટેલ (બકાભાઇ)નો સન્માન સમારોહ યોજાયો…

Charotar Sandesh

બિન સચિ કારકુન અને સચિ સેવાના ઓફિસ આસિ વર્ગ-૩ના આણંદ જિલ્લાના ઉમેદવારો ખાસ વાંચે

Charotar Sandesh

નગરપાલિકા ચૂંટણી જંગ : અપક્ષો, આપ, એનસીપી ભાજપ-કોંગ્રેસનું ગણિત બગાડશે…

Charotar Sandesh