Charotar Sandesh
ઈન્ડિયા

એક સપ્તાહ બાદ ભારતમાં શરૂ થશે 5G સર્વિસ, વડાપ્રધાન મોદી કરશે લોન્ચ

5G સર્વિસ

ન્યુ દિલ્હી : દેશમાં 5G સેવાઓ ૧ ઓક્ટોબરથી શરુ થવાની છે. પ્રધાનમંત્રી મોદી ૧ ઓક્ટોબરથી ઈંડિયા મોબાઈલ કોંગ્રેસમાં 5G સેવાઓ લોન્ચ કરશે. લોન્ચ કર્યા બાદ લોકોને 5G સેવાઓની રાહ જોવાનો અંત આવશે. સરકારના નેશનલ બ્રોડબેંડ મિશને ટિ્‌વટ કરીને આ જાણકારી આપી છે.

તેમણે કહ્યું કે, ભારતના ડિજિટલ ટ્રાંસફોર્મેશન અને કનેક્ટિવિટીને નવી ઊંચાઈ પર લઈ જાય છે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભારતમાં એશિયાના સૌથી મોટા ટેકનોલોજી પ્રદર્શની ઈંડિયા મોબાઈલ કોંગ્રેસમાં 5G સેવાઓની શરુઆત કરશે. ઈંડિયા મોબાઈલ કોંગ્રેસને એશિયામાં સૌથી મોટી ટેલીકોમ, મીડિયા અને ટેક્નોલોજી ફોરમ માનવામાં આવે છે. તેને સંયુક્ત રીતે ડિપાર્ટમેંટ ઓફ ટેલીકોમ્યુનિકેશન અને સેલ્યુલર ઓપરેટર્સ એસોસિએશન ઓફ ઈંડિયા આયોજીત કરશે.

જાણકારોનું કહેવુ છે કે, ૫જી ટેકનોલોજી આવવાથી ભારતને મોટો ફાયદો થશે. મોબાઈલ નેટવર્ક ઓપરેટર્સનું પ્રતિનિધત્વ કરતી વૈશ્વિક ઓદ્યોગિક સંસ્થાનું અનુમાન છે કે, વર્ષ ૨૦૨૩ અને ૨૦૪૦ની વચ્ચે તેને ભારતીય અર્થવ્યવસ્થાને ૩૬.૪ ટ્રિલિયન રૂપિયા અથવા ૪૫૫ અબજ ડોલરનો ફાયદો થવાની આશા છે. ૫ય્ સેવાઓમાં ડેટા મોકલવા અને લેવામાં સ્પિડ પહેલા કરતા વધારે હશે. તેનાથી ન ફક્ત લોકોનો સમય બચશે, પણ નવા યુગમાં કેટલાય એપ્લીકેશનને પણ સરળતાથી ઉપયોગ કરી શકાશે.

5G મદદથી ગ્રાહકોનો અનુભવ પહેલાથી વધારે સારો રહેશે, સાથે જ હવે ટ્રાંજેક્શનને લઈને ફાઈલને ડાઉનલોડ અથવા અપલોડ કરવામાં પણ સેકેન્ડોનો સમય લાગશે.

પાંચમી પેઢી અથવા 5G દૂરસંચાર સેવાઓ દ્વારા અમુક સેકન્ડમાં મોબાઈલ અને બીજા ઉપકરણો પર હાઈ ક્વાલિટીવાળા લાંબા વીડિયો અથવા ફિલ્મ ડાઉનલોડ કરી શકાશે. આ એક વર્ગ કિલીમીટરમાં લગભગ એક લાખ સંચાર ઉપકરણોને સમર્થન કરશે. આ સેવા સુપરફાસ્ટ સ્પીડ (૪જીથી લગભગ ૧૦ ગણી વધારે સ્પિડ) સંપર્કમાં થતા મોડુ અને કાપ તથા અબજો સંબદ્ધ ઉપકરણોને વાસ્તવિક સમયમાં ડેટા શેર કરવામાં સક્ષમ બનાવશે. તેના દ્વારા ૩ડી હોલોગ્રામ કોલિંગ, મેટાવર્સ અનુભવ અને શૈક્ષણિક અનુપ્રયોગોને નવી રીતે પરિભાષિત કરી શકાશે.

Other News : PM મોદીના મન કી બાતમાં મોટી જાહેરાત : ચંદીગઢ એરપોર્ટ હવે શહીદ ભગતસિંહના નામે ઓળખાશે

Related posts

કેન્દ્ર સરકારે કહ્યું, શ્રમિક સ્પેશિયલ ટ્રેનોમાં ૯૭ મજૂરોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો…

Charotar Sandesh

ચૂંટણી કાર્ડને આધારકાર્ડ સાથે લિંક કરવાની તૈયારીમાં સરકાર..! ચૂંટણી પંચની તૈયારી પૂર્ણ

Charotar Sandesh

ભારતે તેના આસપાસના દેશો સાથે કનેક્ટિવિટી વધારવાની જરૂર : આર્મી ચીફ

Charotar Sandesh