Charotar Sandesh
ઈન્ડિયા

ભારતના ૬ આરએસએસ કાર્યાલયને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી વોટ્‌સઅપના માધ્યમથી મળી

ભારતના આરએસએસ RSS

નવીદિલ્હી : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ RSSના યુપીમાં લખનઉના ૨ અને કર્ણાટક રાજ્યના ૪ કાર્યાલયોને બોમ્બથી ઉડાવી મૂકવાની ધમકી વોટ્‌સએપની માધ્યમથી મળતા આ અંગે લખનઉના મડિયાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે, આર.એસ.એસ.ના આ ૬ કાર્યાલયો ઉડાવી દેવાની કન્નડ, હિન્દી અને અંગ્રેજીમાં ધમકી અલ અન્સારી ઈમામ રઝી ઉન મહેંદી વોટ્‌સએપ ગ્રુપ બનાવીને આપવામાં આવી છે.

ગત સોમવારે રાત્રીના સમયે ૮ કલાકે આ ધમકી આપવામાં આવી છે, આ ગ્રુપની ઈનવાઈટ લિંક અનેક ગ્રુપમાં શેર કરાઈ હતી, દરમ્યાન આરએસએસનો કાર્યકર પણ તે લિંકથી ગ્રુપ સાથે જોડાઈ ગયેલ, વોટ્‌સએપ ગ્રુપમાં જોડાયા બાદ આરએસએસના કાર્યકરે આ પ્રકારની ચર્ચા-વિચારના અંગે જાણ્યું, ત્યારબાદ આ મામલાને ગંભીરતાથી લેતા પદાધિકારીએ RSSના નેતાઓને આ અંગે જણાવેલ, આની જાણકારી પોલીસના ટોચના અધિકારીઓને અપાઈ.

પોલીસ સુધી આ મેટર પહોંચતા એક્શનમાં આવી

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ RSSના અવધ પ્રાંતના પ્રમુખ, પ્રોફેસરના ફરિયાદના આધારે કલમ ૫૦૭ અને આઈટી એક્ટ ૬૬ હેઠળ કેસ દાખલ થયેલ છે, પોલીસે આ અંગે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

તસ્વીર : પ્રતિકાત્મક

Other News : ભાલેજ પોલિક મથકની હદ વિસ્તારના ગામમાં ઉડતા ભેદી ડ્રોન અંગે તપાસમાં હાસ્યાસ્પદ વિગતો મળી

Related posts

દેશમાં ‘કોરોના ઘાત’ : એક જ દિવસમાં ૮,૦૦૦થી વધુ કેસથી ફફડાટ…

Charotar Sandesh

ફટાકડા પર પ્રતિબંધ છતાં દિલ્હીની હવામાં ભળ્યું ઝેર : શ્વાસ લેવામાં લોકોને પડી મુશ્કેલી…

Charotar Sandesh

ચીન સામે મુકાબલો ભારતે તૈયાર રહેવું જ પડશે : એસ.જયશંકર

Charotar Sandesh