Charotar Sandesh
ક્રાઇમ સમાચાર ચરોતર

આણંદની સબજેલમાંથી પોસ્કોના કેદી ફરાર પ્રકરણમાં એએસઆઈ સહિત ૪ પોલીસ જવાનો સસ્પેન્ડ કરાયા

આણંદની સબજેલ

આણંદ : આણંદ સબ જેલમાંથી આરોપી ફરાર થઈ જવાની ઘટના બનતાં પોલીસ બેડામાં દોડધામ મચી ગઈ છે. પોલીસ દ્વારા સમગ્ર બનાવ સંદર્ભે ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે. આ ઘટના સંદર્ભે જીલ્લા પોલીસ વડા અજીત રાજીયને એએસઆઈ સહિત ચારેય પોલીસ જવાનોને સસ્પેન્ડ કરી દેતાં પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

ફરાર થઈ ગયેલા આરોપીને ઝડપી પાડવા માટે પોલીસની વિવિધ ટીમો દ્વારા દરોડા અભિયાન હાથ ઘરવામાં આવ્યું છે

આણંદની મધ્યમાં ટાઉન-ગ્રામ્ય, એલસીબી, એસઓજી અને મહિલા પોલીસ મથકથી ઘેરાયેલી જેલની સુરક્ષામાં જ ગાબડાં

મળતી માહિતી મુજબ, ગઈકાલે આણંદની સબજેલમાં ગઈકાલે સવારના સાતેક વાગ્યાના સુમારે કેદીઓને નહાવા-ધોવા તેમજ કુદરતી હાજતે જવા માટે બહાર કાઢવામાં આવતાં જ બેરેક નંબર ૭માં કેદ પોક્સોનો આરોપી લાલજીભાઈ સોમાભાઈ રાઠોડ (ઉ. વ. ૩૩, રે. ધરખુણીયા, તા.ઠાસરા)ને સવારના સવા સાતેક વાગ્યાના સુમારે પોલીસની નજર ચુકવીને સંડાસના દરવાજાના સહારે છત પર ચઢીને ત્યાંથી જેલની દિવાલ કુદી એમટી પોલીસ લાઈનમાંથી ફરાર થઈ ગયો હતો. આ અંગે શહેર પોલીેસે એએસઆઈ જયરામભાઈ પ્રભાતભાઈ રબારીની ફરિયાદને આધારે ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી હતી. જો કે એલસીબી, એસઓજી, પેરોલ ફર્લો સહિતની ટીમોએ તેના રહેણાંક, આશ્રયસ્થાનો તેમજ સગાસંબંધીઓને ત્યાં તપાસ કરવામા આવી હતી. પરંતુ તે મળી આવ્યો નહોતો. બીજી તરફ જીલ્લા પોલીસ વડાએ જેલ ડ્યુટી કરી રહેલા એએસઆઈ જયરામભાઈ સહિત ચારેય પોલીસ જવાનોને ફરજમા નિષ્કાળજી દાખવવા બદલ સસ્પેન્ડ કરી દીધા છે.

આણંદ જિલ્લા ડીએસપીના જણાવ્યા અનુસાર કેદીઓને બહાર કાઢતી વખતે તેમનું ખાસ ધ્યાન રાખવાનું હોય છે. જેમાં આ પોલીસ જવાનોએ બેદરકારીભર્યુ વલણ અખત્યાર કર્યું છે જેને લઈને તેમને તાત્કાલીક ધોરણે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

Other News : બિન સચિ કારકુન અને સચિ સેવાના ઓફિસ આસિ વર્ગ-૩ના આણંદ જિલ્લાના ઉમેદવારો ખાસ વાંચે

Related posts

ભારતના તમામ રાજ્યોના લોકસભા ચૂંટણીના પરિણામો લાઈવ જોવા માટે અહીં ક્લિક કરો…

Charotar Sandesh

આણંદ તાલુકાના નાવલી ગામે સ્વ.શ્રી પ્રવિણભાઈ ઈશ્વરભાઈ પટેલની તૃતીય વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે સેવાકાર્ય કરાયું

Charotar Sandesh

રઢિયાળી આ રાતડીનો જો જે રંગ જાય ના… આજે નવમા નોરતે ખૈલેયાઓ ભારે રમઝટ બોલાવશે…

Charotar Sandesh