આણંદ : 71 માં પ્રજાસત્તાક દિનની વસંતપુરા પ્રા. શાળા – અડાસ માં ઉજવણી કરવામાં આવી. શાળાના બાળકો, એસ.એમ.સી ના સભ્યો તથા ગ્રામજનો એ કાર્યક્રમ અગાઉની રેલીમાં ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લઈ ને પ્રજાસતાક દિન ને સફળ બનાવ્યો. ત્યારબાદ શાળાના પટાઆંગણમાં શાળાની ભૂતપૂર્વ વિદ્યાર્થીની કુમારી કિંજલ ડાભી દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું.
આ પર્વ ના સાંસ્કૃતિક કાર્યક્રમ માં શાળા ના 90 બાળકો એ અલગ અલગ નૃત્ય, ગરબા, નાટક, ગીત રજુ કર્યું. જેમાં ધો.1થી2 ના બાળકો દ્વારા “બમ બમ બોલે…(ડાન્સ)”, 3 થી 5 ના બાળકો દ્વારા વિવિધ દેશભક્તિ ગીતો પર ડાન્સ, 6થી7 ના બાળકો દ્વારા “કાચી કેરી ને અંગુર કાલા” પર ડાન્સ, ધો.6થી8 ના બાળકો દ્વારા હેલ્લારો ફિલ્મ નો ગરબો “અસવાર…ને વાગ્યો રે ઢોલ” તથા 5થી8 ના વિદ્યાર્થીઓ દ્વારા “રાજા કા બાજા બાળા રાજા” નાટક રજૂ કરવામાં આવ્યું.
આ સમગ્ર સાંસ્કૃતિક કાર્યક્રમ ને શાળા ના શિક્ષકો અનિલભાઈ ચાવડા, કોમલબેન પટેલ, રાજેશભાઈ રાવલ દ્વારા તૈયાર કરાવવામાં આવ્યો હતો. જેમાં આચાર્ય શ્રી સાયમન ભાઈ એ જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ધ્વજવંદન ની વિધી બાળકોને શિક્ષક શ્રી કલ્પેશભાઈ પટેલ દ્વારા તૈયાર કરવામાં આવી હતી. શાળા પરિવાર તરફ થી ઉપસ્થિત મહેમાનો નું સન્માન કરવામાં આવ્યું.આ સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવનાર શાળા ના શિક્ષકો, વિદ્યાર્થીઓ તથા ગ્રામજનો નો આભાર માને છે. શ્રી પ્રકાશ સોલંકી કે જેઓએ ડી.જે.મેલડી સાઉન્ડ ની સુવિધા આપી તે બદલ શાળા પરિવાર તેમનો વિશેષ આભાર માને છે સાથે દીકરીઓને ચણિયાચોલી ની સુવિધા પુરી પાડનાર અને ગરબા માટે જરૂરી માર્ગદર્શન આપનાર પ્રફુલ પટેલ, હિતેશ પરમાર – ખેલૈયાગ્રુપ નડિયાદ નો પણ શાળા પરિવાર ખૂબ ખૂબ આભાર માને છે.
- Jignesh Patel, Anand