ચીનથી આવતી એસેસરીઝ મોંઘી થઇ ગઇ છે…
નવી દિલ્હી : ચીનના કોરોના વાયરસની અસર માત્ર પર્યટન પર જ નહીં, પરંતુ મોબાઈલ માર્કેટ પર પણ જોવા મળી રહી છે. દિલ્હી અને આગ્રાના હોલસેલ વેપારીઓ મોબાઈલ પાર્ટ્સને ઊંચા ભાવે રીટેલ વેપારીઓને વેચી રહ્યા છે. ચીનથી આવતી એસેસરીઝ મોંઘી થઈ ગઈ છે.
વેપારીઓનું કહેવું છે કે, દિલ્હી અને આગ્રાના હોલસેલર્સ તીનથી માલ મંગાવવાનું પણ બેથી ત્રણ મહિના માટે બંધ કરી દીધું છે. આ સમસ્યાને કારણે રીટેલ વેપારીઓ ચિંતિત છે, તો બીજી તરફ આ વધતી મોંઘવારીનો સીધો બોજો જનતા પર પડતો દેખાઈ રહ્યો છે. આ અંગે વેપારીઓનું કહેવું છે કે, તેઓ દિલ્હી અને આગ્રા બંને મોટા શહેરોના હોલસેલર્સની પાસેથી મોબાઈલ તેમજ રીપેરિંગનો સામાન ખરીદે છે. પરંતુ જયારથી ચીનમાં કોરોના વાયરસનો પ્રકોપ વધ્યો છે, ત્યારથી આ બંને મોટા શહેરોના હોલસેલર્સે ચીનથી માલ મંગાવવાનું બે-ત્રણ મહિના માટે પ્રતિબંધિત કરી દીધુ છે.
વધી ગયો આટલો ભાવ…
વીવો મોબાઈલ ફોલ્ડર- ૮ દિવસ પહેલા ૮૫૦ રૂપિયા, હવે ૧૩૦૦ રૂપિયા
ઓપો ફોલ્ડર- ૮ દિવસ પહેલા ૮૫૦ રૂપિયા, હવે ૧૦૦૦ રૂપિયા
સેમસંગ ફોલ્ડર- ૮ દિવસ પહેલા ૪૫૦ રૂપિયા, હવે ૧૦૦૦ રૂપિયા
એમઆઈ ફોલ્ડર- ૮ દિવસ પહેલા ૬૦૦ રૂપિયા, હવે ૧૦૫૦ રૂપિયા
ચાર્જિંગ પ્લેટ – ૮ દિવસ પહેલા ૧૮૦ રૂપિયા, હવે ૨૫૦ રૂપિયા
સ્પીકર- ૮ દિવસ પહેલા ૨૨૦ રૂપિયા, હવે ૩૦૦ રૂપિયા