Charotar Sandesh
ઈન્ડિયા

પુલવામાની પ્રથમ વરસી : શહીદ સ્મારક તો બની ગયુ પણ હતભાગી પરિવારો હજુ સહાયથી વંચિત…

ચૂંટણી સ્લોગન હીટ, ફિલ્મ પણ બનશે પણ શહીદ પરિવારોને અપાયેલા વચન પળાયા નથી : પુલવામામાં ચોતરફ વિખરાયેલા શહીદોના મૃતદેહોની તસ્વીરો તાજા થઈ: કૃતજ્ઞ રાષ્ટ્ર નતમસ્તક અંજલી આપશે…

શ્રીનગર : આજથી એક વર્ષ પહેલા 14મી ફેબ્રુઆરીએ પુલવામામાં સીઆરપીએફના કાફલા પર આત્મઘાતી હુમલામાં 40 જવાનો શહીદ થઈ ગયા હતા. આ ઘટનાએ પુરા દેશમાં ખળભળાટ મચાવી દીધો હતો, આજે આ ઘટનાની પ્રથમ વરસીએ સીઆરપીએફ શહીદ જવાનોને શ્રદ્ધાંજલી એપવામાં આવશે. જેના અનુસંધાને લેથેપોરામાં શહીદ સ્મારકનું પણ ઉદઘાટન કરી શહીદોને શ્રદ્ધાંજલી આપવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે જુદા જુદા ઓપરેશનોમાં પુલવામાના કાવતરાખોરોને ઠાર કરવામાં આવ્યા છે. સીઆરપીએફના વિશેષ મહાનિર્દેશક ઝુલ્ફીકાર હસન, મહાનિરીક્ષક કાશ્મીર ક્ષેત્ર રાજેશકુમાર અને વરિષ્ઠ અધિકારી અને અન્ય દળના જવાન લેથેપોરા સ્થિત સીઆરપીએફ પ્રશિક્ષણ કેન્દ્રમાં પુલવામામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલી આપશે.
ઝુલ્ફીકાર હસને જણાવ્યું હતું કે આ તકે એક શહીદ સ્તંભનું અનાવરણ પુલવામાં હુમલામાં શહીદ થયેલા સીઆરપીએફ જવાનોના નામ સાથે કરવામાં આવશે. આ પ્રસંગે એક રકતદાન શિબિર પણ યોજાશે.

ઝુલ્ફીકાર હસને જણાવ્યું હતું કે આ પ્રસંગે શહીદોના પરિવારજનોને આમંત્રીત નથી કરાયા, તેમના ઘરોમાં ખાનગી વરસી સમારોહ હશે. જેને લઈને આ નિર્ણય લેવાયો છે. ઝુલ્ફીકારે વધુમાં જણાવ્યું હતું કે સ્મારકમાં એ શહીદોના નામની સાથે તેમની તસ્વીરો પણ હશે.

પુલવામા આતંકી હુમલો એટલો તો ખતરનાક હતો સીઆરપીએફના જવાનોના કાફલાના વાહનોના ફૂરચે ફુરચા ઉડયા હતા અને 40 જેટલા જવાનો બુરી રીતે શહીદ થયા હતા. આજે આ ઘટનાને એક વર્ષ જેટલો સમય વીતી જવા છતાં આ શહીદોના પેન્શન-સહાયના પ્રશ્ર્નો ઉકેલાયા નથી એ પણ કડવી હકીકત છે.

Related posts

ભારે વરસાદ અને વિજળી પડવાથી મધ્ય પ્રદેશ-કર્ણાટકમાં ૧૪ લોકોના મોત

Charotar Sandesh

હવે OCI કાર્ડ હોલ્ડરોને રાહત : સરકારે નક્કી કરેલા નિયમો મુજબ હવે ભારતમાં આવી શકશે…

Charotar Sandesh

દિલ્હીમાં હિંસા બાદ લાપતા ૨૯ ખેડૂતોની કેજરીવાલ સરકાર તપાસ કરશે…

Charotar Sandesh