Charotar Sandesh
ઉત્તર ગુજરાત ગુજરાત

અમદાવાદ : ટ્રમ્પની નજર ન પડે એ માટે ઝુંપડપટ્ટી આડે દીવાલ બાંધવામાં આવી…!

અડધો કિલોમીટર ની લંબાઈ અને ૬-૮ ફૂટ ની હાઇટ ધરાવતી દીવાલ બાંધવામાં આવી…

અમદાવાદ : 24 ફેબ્રુઆરીએ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રોડ-શો કરે ત્યારે ઝુંપડપટ્ટી વિસ્તાર ઢાંકવા અમદાવાદ મ્યુનીસીપલ સતાવાળાઓ સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય વિમાનઘરથી ઈન્દીરા બ્રિજ સુધી દીવાલ બાંધી રહી છે.

આ દીવાલ અડધો કિમીથી વધુની લંબાઈની અને 6 થી 7 ફુટ ઉંચાઈની હશે. એરપોર્ટ આજુબાજુ અને મોટેરામાં સરદાર પટેલ સ્ટેડીયમના સૌંદર્યીકરણના ભાગ તરીકે અમદાવાદથી ગાંધીનગર જવાના માર્ગ પરના પટ્ટામાં આ દીવાલ ઉભી કરાઈ રહી છે. કોર્પોરેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે 600 મીટર વિસ્તાર પર સ્લમને ઢાંકવા દીવાલ બંધાયા પછી વૃક્ષારોપણ કરવામાં આવશે.

Related posts

કોરોના કહેર : ગુજરાતમાં બાળકોનું કોરોનાગ્રસ્ત થવું ચિંતાજનક..?

Charotar Sandesh

જેઇઇ એડવાન્સમાં અમદાવાદનો હર્ષ શાહ ગુજરાતમાં પ્રથમ…

Charotar Sandesh

વડોદરામાં કોરોના માટે ચાર અતિથિ ગૃહને કોવિડ કેર સેન્ટરમાં ફેરવવામાં આવશે : નીતિન પટેલ

Charotar Sandesh