Charotar Sandesh
ગુજરાત

ગુજરાત કૉંગ્રેસ દરેક શહેરમાં ઝોન પ્રમુખોની નિમણૂક કરશે…

૬ મનપા, જિલ્લા-તાલુકા પંચાયતોની ચૂંટણીઓ પહેલાં પ્રમુખો બદલવાની તૈયારી…

ગાંધીનગર : ગુજરાત ભાજપમાં સંગઠનમાં ફેરબદલ કરવાની ચાલી રહેલી તૈયારીઓ વચ્ચે હવે ગુજરાત કૉંગ્રેસે પણ સંગઠનમાં ફેરફાર કરવા કવાયત શરૂ કરી દીધી છે. ચાલુ વર્ષે યોજાનારી ૬ મહાનગર પાલિકાઓ, જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતોની ચૂંટણીને કારણે કૉંગ્રેસે પ્રદેશ પ્રમુખથી લઈ શહેર પ્રમુખો બદલવાની તૈયારીઓ આરંભી દીધી છે. આ અંગે નિર્ણય લેવા માટે અહમદ પટેલની આગેવાનીમાં ગુજરાત કૉંગ્રેસના નેતાઓ કૉંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધીને મળવા જશે.

નવા સંગઠનમાં દરેક શહેરમાં ઝોન મુજબ પ્રમુખોની નિમણૂંક કરાશે અને તેની ઉપર ત્રણ કાર્યકારી પ્રમુખો મુકવામાં આવશે. દરેક શહેરમાં સંગઠનનું આ પ્રમાણે જ માળખું રહેશે. જેના આધારે નવા સંગઠનની રચના કરશે અને આ સંગઠનના આધારે ચૂંટણી લડાશે. ગુજરાતની મૂલાકાતે આવેલા પ્રદેશ પ્રભારી રાજીવ સાતવે પણ કૉંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિપક્ષી નેતા પરેશ ધાનાણી સાથે આ અંગે ચર્ચા વિચારણા કરી હતી.

ગુજરાત કૉંગ્રેસ તાલુકા, જિલ્લા પંચાયત અને ૬ મહાનગર પાલિકાની ચૂંટણીમાં જીત મેળવવા માટે પ્રદેશ અને શહેરના માળખું વિખેરી નાંખી નવી ડિઝાઈન પ્રમાણેનું માળખું તૈયાર કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. નવા સંગઠનમાં કોંગ્રેસમાં શહેર પ્રમુખ ઉપરાંત ઝોન પ્રમાણેના પ્રમુખોની નિમણૂંક કરવામાં આવશે. જેમાં અમદાવાદ શહેરના ૭ ઝોન પ્રમુખોની નિમણૂંક કરવામાં આવશે અને આ ઝોન પ્રમુખોની ઉપર ત્રણ કાર્યકારી પ્રમુખોની નિયુક્તિ કરાશે. જ્યારે તેની ઉપર એક શહેર પ્રમુખ રહેશે.

છેલ્લા બે વર્ષથી પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા ધાનાણી વચ્ચેના ખટરાગને કારણે સંગઠનની કામગીરી ઠપ થઈ ગઈ છે. ખાસ કરીને ભાજપ સરકાર સામે એકથઈ લડવામાં આંતરિક વિખવાદને કારણે કૉંગ્રેસ આક્રમક બની શકતી નથી. કૉંગ્રેસના ધારાસભ્યો અને સંગઠનના આગેવાનો વચ્ચેના ગજગ્રાહ તેમજ સંકલનના અભાવે કાર્યકરો પણ નિષ્ક્રિય થઈ ગયા છે.

Related posts

જો ફાર્માસિસ્ટ દવાની સંગ્રહખોરી, ઊંચી કિંમતે વેચાણ કરશે તો આજીવન લાઇસન્સ રદ કરાશે…

Charotar Sandesh

મુખ્યમંત્રી રૂપાણીએ દ્વારકાધીશના દર્શન કરી શીખર પર ધજા ચડાવી

Charotar Sandesh

ભૂકંપથી ફરી ધણધણ્યું ગુજરાત, વડોદરાથી સુરત સુધી અનુભવાયા 4.3 તિવ્રતાના આંચકા…

Charotar Sandesh