માર્બલ-ટાઇલ્સ લઇ જતી ટ્રક ડિવાઇડર કૂદી કેરળ પરિવહનની બસને અથડાઇ…
બસ તિરુવનંતપુરમથી બેંગલુરુ જઈ રહી હતી, બસમાં કુલ ૪૮ મુસાફરો હતા, મૃતકોમાં ૧૪ પુરુષો અને છ મહિલાઓનો સમાવેશ…
તિરુપુર : તમિલનાડુના તિરુપુર જિલ્લામાં અવિનાશી ગામ નજીક કેરળ રાજ્ય પરિવહન નિગમની બસ અને એક ટ્રક વચ્ચે જોરદાર અક્સમાત સર્જાતા ૨૦ લોકોના મોત થયા હોવાની આશંકા છે. મૃતકોમાં ૧૪ પુરૂષો અને છ મહિલાનો સમાવેશ થાય છે તેમ નાયબ તહેસીલદારે જણાવ્યું છે.
પ્રાપ્ત વિગતો મુજબ કેરળ રાજ્ય પરિવહન નિગમની બસ કર્ણાટકના બેંગલુરુથી કેરળના એર્નાકુલમ જઈ રહી હતી તે વખતે તિરુપુર જિલ્લાના અવિનાશી ગામ નજીક માર્બલ તેમજ ટાઈલ્સ ભરેલી એક ટ્રક ડિવાઈડર કૂદીને બસ સાથે ધડાકાભેર અથડાઈ હતી. અક્સમાત એટલો ભયાવહ હતો કે ટ્રકના ડ્રાઈવર સહિત ૧૯ લોકોના મોત થઈ ગયા હતા. મૃતકોના પાર્થીવ દેહને તિરુપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ અક્મસત મળસ્કે ત્રણ વાગ્યે બન્યો હોવાનું જણાય છે. ટ્રક ડ્રાઈવરે કોઈ કારણસર કાબૂ ગુમાવતા ટ્રક ડિવાઈડર કૂદાવીને સામેની સાઈડમાંથી આવતી બસ સાથે અથડાઈ હતી. અકસ્માત વખતે બસમાં સવાર ૪૮ મુસાફરો પૈકી મોટાભાગના લોકો ઊંઘી રહ્યા હતા.
રાત્રીના સમયે લોકોની ચીચીયારીઓ હાઈવે ગૂંજી ઉઠ્યો હતો. બચાવ તેમજ રાહત કામગીરી હાથ ધરાઈ છે અને બસના પતરા કાપીને પણ ઘાયલોને બહાર કાઢવામાં આવ્યા છે. બસમાં આગળની સીટ પર બેઠેલા લોકો પૈકી લભગભગ કોઈ બચ્યું નથી તેમ બસમાં સવાર એક મુસાફરે જણાવ્યું હતું. આ ઉપરાંત મદદમાં પણ વિલંબ થયો હતો. કેરળના મુખ્યમંત્રી પી વિજયને જણાવ્યું કે તેઓ તમિલનાડુ સરકાર સાથે સંપર્કમાં છે અને ઘાયલનો ઝડપી સારવારના પ્રયાસ થઈ રહ્યા છે. તમામ ઘાયલોને કેરળ ખસેડાશે અને તેમની સારવારનો ખર્ચ રાજ્ય સરકાર ચૂકવશે.