પૂનમ યાદવે ચાર વિકેટ લીધી, ભારતે ચાર વિકેટે ૧૩૨ રન બનાવ્યા…
સિડની : મહિલા ટી-૨૦ વર્લ્ડ કપની પ્રથમ મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને ૧૭ રને હરાવ્યું છે. પૂનમ યાદવે ભારત વતી ચાર વિકેટ લીધી. સિડનીમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ૨૦ ઓવરમાં ભારતે ચાર વિકેટના નુકસાને ૧૩૨ રન બનાવ્યા હતા. ભારત વતી દીપ્તિ શર્માએ ૪૯ રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાની જેસ જોનાસેને બે વિકેટ ઝડપી હતી.
ભારત વતી શેફાલી વર્માએ ૨૯ રન, સ્મૃતિ મંધાનાએ ૧૦ રન, જેમિમા રોડ્રિગ્સએ ૨૬ રન, હરમનપ્રીત કોર બે રન, દીપ્તિ શર્માએ ૪૯ રન અને વેદા કૃષ્ણમૂર્તિએ નવ રન બનાવ્યા હતા.
૧૩૩ રનના વિજય લક્ષ્યાંક માટે મેદાનમાં ઉતરેલી ઓસ્ટ્રેલિયાની ટીમ ૧૧૫ રન બનાવી ૧૯.૫ ઓવરમાં ઓલ આઉટ થઈ ગઈ હતી.
ઓસ્ટ્રેલિયા વતી અલિસા હિલીએ ૫૧ અને એશ્લે ગાર્ડનર ૩૪ રન બનાવ્યા હતા. આ બન્ને ખેલાડી જ ૧૦ રનના સ્કોરને વટાવી શકી હતી, બાકીની તમામ ખેલાડી સિંગલ ડિજિટમાં આઉટ થઈ હતી. ભારત વતી પૂનમ યાદવે ચાર વિકેટ, શિખા પાંડેએ ત્રણ અને રાજેશ્વરી ગાયકવાડેએ એક વિકેટ લીધી હતી.
ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાએ સૌથી વધુ ચાર વખત વર્લ્ડ કપ જીત્યા છે જ્યારે ભારતીય ટીમ ક્યારેય ફાઇનલમાં પહોંચી શકી નથી. ટુર્નામેન્ટમાં કુલ ૧૦ ટીમ ભાગ લઇ રહી છે. ફાઇનલ ૮ માર્ચે રમાશે.