મુંબઈ : આયુષ્માન ખુરાના સ્ટારર ‘શુભ મંગલ ઝ્યાદા સાવધાન’ ફિલ્મ ૨૧ ફેબ્રુઆરીના રોજ રિલીઝ થઇ છે. આ ફિલ્મ સમલૈગિંક સંબંધ પર આધારિત છે. ફિલ્મમાં આયુષ્માન ખુરાના અને જીતેન્દ્ર કુમારને ગે રિલેશનશિપમાં છે. આ ફિલ્મના વખાણ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કર્યા છે. પીટર ગેરી નામના બ્રિટિશ સોશિયલ એક્ટિવિસ્ટે આ ફિલ્મને લઈને ટ્વીટ કર્યું હતું અને તેને રીટ્વીટ કરી ટ્રમ્પે લખ્યું હતું કે, ‘ગ્રેટ.’
પીટરે તેના ટ્વીટમાં લખ્યું હતું કે, ‘બોલિવૂડમાં એક રોમ કોમ ફિલ્મ આવી છે જેમાં ગે રોમાન્સને બતાવવામાં આવ્યું છે. આશા છે કે આ ફિલ્મ મોટી ઉંમરના લોકોના દિલ જીતી શકે.’ આ જ ફિલ્મને યુએઈમાં બેન કરી દેવામાં આવી છે કારણકે ફિલ્મની થીમ ગે રિલેશનશિપ છે. ‘શુભ મંગલ ઝ્યાદા સાવધાન’ ફિલ્મ ‘શુભ મંગલ સાવધાન’ની સિક્વલ ફિલ્મ છે. આ રોમકોમ ફિલ્મને હિતેશ કેવલ્યએ ડિરેક્ટ કરી છે અને તેણે જ આ ફિલ્મ લખી છે.