Charotar Sandesh
ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત

“ગો…કોરોના..ગો… ‘જનતા કરફ્યુ’ ગુજરાત સજ્જડ બંધ…

પ્રધાનમંત્રીના આહ્વાનને રાજ્યની જનતાનું સમર્થન, વિવિધ શહેરો દુકાનો બંધ અને રસ્તાઓ સૂમસામ…

અમદાવાદ : વડોદરા, રાજકોટ, સુરત સહિત સમગ્ર ગુજરાત અને દેશમાં વહેલી સવારથી જનતા કર્ફ્યૂ  નું પાલન શરૂ થઈ ચૂક્યું છે. લોકો સ્વયંભૂ પોતાના ઘરે રહ્યા છે અને કોરોના વાયરસ સામે લડવાના સંકલ્પને વધારે મજબૂત બનાવ્યો છે. કોરોના વાયરસને ફેલાતો રોકવા, અનેક લોકોમાં જાગૃતતા આવે તે માટે પીએમ મોદીએ આજના દિવસ માટે સવારથી સાંજ સુધી જનતા કર્ફ્યુ પાળવાની અપીલ કરી છે. વિપક્ષે પણ પ્રધાનમંત્રીની પહેલને સમર્થન આપ્યું છે. આંકડા પર નજર કરીએ તો, ગુજરાતમાં કોરોના વાયરસના ૧૪ પોઝિટિવ કેસ સામે આવ્યા છે. અમદાવાદમાં ૫, સુરતમાં ૩, વડોદરામાં ૩, રાજકોટ, ગાંધીનગર અને કચ્છમાં ૧-૧ કેસ પોઝિટિવ છે. તો દેશમાં દેશમાં ૩૩૩ કેસ સામે આવ્યા છે.

આ ‘જનતા ફરફ્યૂ’ને લઈને અત્યાર સુધી ગુજરાતમાં સારો પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. વિવિધ શહેરોમાં મોટાભાગે લોકો બહાર જવાનું ટાળી ઘરમાં રહી ‘જનતા ફરફ્યૂ’નું પાલન કરી રહ્યા છે. ત્યારે અમદાવાદની વાત કરીએ તો શહેરના લગભગ તમામ વિસ્તાર બંધ છે. અમદાવાદના રાણીપ, બોપલ, ઘુમા, શેલા વિસ્તારમાં ‘જનતા ફરફ્યૂ’નો પ્રચંડ પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. આ સિવાય પ્રહલાદનગર, વસ્ત્રાપુર, સેટેલાઈટ, બોપલ વિસ્તાર પણ સંપૂર્ણરીતે બંધ છે. જ્યારે બાપુનગર, નિકોલ, નરોડા, ઓઢવ, વસ્ત્રાલ પણ સજ્જડ બંધ છે. શહેરમાં મ્ઇ્‌જી, છસ્‌જી અને જી્‌ સેવા પણ બંધ છે. શહેરમાં મોટાભાગે દુકાનો અને લોકોની હિલાચાલ બંધ રહેતા રસ્તાઓ સુમસાન જોવા મળી રહ્યા છે.
સુરતની વાત કરીએ તો ‘જનતા ફરફ્યૂ’ને સુરતની જનતાનું સમર્થન મળી રહ્યું છે. માહિતી મુજબ સુરતમાં પાંડેસરા, પુણા, કતારગામ વિસ્તાર સંપૂર્ણ રીતે બંધ છે. ત્યારે શહેરના જી્‌ બસ સ્ટેશન પણ ખાલીખમ જોવા મળ્યા રહ્યા છે. સુરત લોક ડાઉન કરાતા હજારો મુસાફરોથી ધમધમતું બસ સ્ટેન્ડ પર આજે એક પણ મુસાફર જોવા મળતું નથી. બીજી તરફ ખેડામાં પણ યાત્રાધામ ડાકોરમાં આજે ‘જનતા ફરફ્યૂ’ને લઈ સજ્જડ બંધ છે. અખબાર અને દૂધ વિતરણ અને પેટ્રોલપંપ તમામ બજારોમાં બંધની અસર જોવા મળી રહી છે. આ સિવાય ખેડા, ડાકોર બસસ્ટેન્ડમાં પણ શટડાઉનની અસર જોવા મળી રહી છે.

વડોદરાના લોકોએ પણ પીએમ મોદી દ્વારા જાહેર કરેલ ‘જનતા ફરફ્યૂ’ને સમર્થન આપ્યું છે. માહિતી મુજબ અકોટા, અલકાપુરી, ફતેગંજ, મકરપુરા વિસ્તાર બંધ રહ્યા છે. જ્યારે રાવપુરાના લોકોએ પણ જનતા ફરફ્યૂને સમર્થન આપ્યું છે.

વહેલી સવારથી લોકોએ સ્વૈચ્છિક ઘર બહાર જવાનું ટાળ્યું છે. બીજી તરફ રાજકોટની વાત કરીએ તો રેસકોર્ષ, લીમડા ચોક, રૈયા રોડ, જામનગર રોડ સુમસામ જોવા મળ્યા છે. જંગલેશ્વર વિસ્તારના લોકો સ્વંય જનતા ફરફ્યૂમાં જોડાયા છે. માહિતી મુજબ રાજકોટમાં એસ.ટી.ની ૧૫૦૦ કરતા વધુ બસ ડેપોમાં હોલ્ડ પર છે.

‘જનતા ફરફ્યૂ’ને સમર્થન કરતા ગીર સોમનાથ અને સંઘ પ્રદેશ દીવ સજ્જડ બંધ છે. લોકોએ પોતાના અને દેશ માટે આજે સ્વયમં-ભુ બંધ પાળ્યું છે. આ સાથે રાજ્યના તમામ જિલ્લાના લોકોનું ‘જનતા ફરફ્યૂ’ને સમર્થન મળ્યું છે. રાજ્યના તમામ જિલ્લાના લોકોનું ‘જનતા ફરફ્યૂ’ને સમર્થન છે. જ્યારે આણંદ, ખેડા, નડિયાદ, દાહોદ, સાબરકાંઠા, અરવલ્લીના તમામ વિસ્તારમાં જનતા ફરફ્યૂને પ્રચંડ પ્રતિસાદ જોવા મળ્યો છે.

માહિતી મુજબ તલોદમાં પણ ‘જનતા ફરફ્યૂ’ના સમર્થનમાં જડબેસલાક બંધ છે. વેપારી સ્વયં ધંધારોજ બંધ રાખી જનતા ફરફ્યૂમાં જોડાયા છે. નાના-મોટા તમામ ધંધા રોજગાર જનતા ફરફ્યૂના સમર્થનમાં બંધ છે.
ભાવનગર માં પણ જનતા કરફ્યૂને સમર્થન મળ્યું છે. શહેરની મુખ્ય બજારમાં વેપારીઓએ સંપૂર્ણ બંધ પાળ્યું છે. શહેરભરમાં સિટી બસ સેવા, ગુર્જરી બજાર બંધ રહ્યા છે. આ ઉપરાંત રેલવે ડિવિઝને પણ તમામ લોકલ ટ્રેનો રદ્દ કરી જનતા કરફ્યૂને સમર્થન આપ્યું છે અને ભાવનગર સીટી બસે પણ જનતા કરફ્યૂને સમર્થન આપ્યું છે.
આ સિવાય બનાસકાંઠાના અમીરગઢમાં જનતા કરફ્યૂનો કડક અમલ જોવા મળ્યો છે. પ્રધાનમંત્રીના જનતા કરફ્યૂના આદેશને લઈ અમીરગઢ સહિત ઇકબાલગઢ સજ્જડ બંધ રહ્યા છે. ઉપરાંત હળવદમાં પણ જનતા કરફ્યૂને સમર્થન મળ્યું છે. લોકો પોતાના ધંધા-રોજગાર બંધ કરી ઘરોમાં રહ્યા છે.

પીએમ મોદીના જનતા કરફ્યૂના આહવાનને લઈ આજે ગોધરામાં અભૂતપૂર્વ સમર્થન જોવા મળ્યું છે. ગોધરાના રાજમાર્ગ સવારથી જ સુમસામ છે. ત્યારે બીજી તરફ મહેસાણા જિલ્લામાં પણ લોકોએ જનતા કરફ્યૂને સમર્થન આપ્યું છે. મહેસાણાના ભીડભાડ વાળા રસ્તા અને બજાર સૂમસામ બન્યા છે. આ સિવાય જનતા કરફ્યૂને લઈ આજ રોજ વલસાડ જિલ્લો સંપૂર્ણ પણે સજ્જડ બંધ રહ્યો છે. વહેલી સવારથી જ્યાં ભીડભાડ જોવા મળતી તે રસ્તાઓ સૂમસામ જોવા મળ્યા છે.
કોરોનાને કાબુમાં કરવાં માટે નવસારી શહેરમાં પણ જનતા કરફ્યૂનું સજ્જડ પાલન થયુ છે. વહેલી સવારથી જ શહેરના રાજમાર્ગો પર કરફ્યૂની અસર જોવા મળી. કામકાજ અર્થે સુરત જતા અપડાઉન વર્ગએ પણ પ્રવાસ કરવાનું ટાળ્યું છે. આ સિવાય નવસારી રેલવે સ્ટેશન પણ બંધ રહ્યા. બગસરામાં પણ જનતા કરફ્યૂને સંપૂર્ણ સમર્થન મળ્યું છે.

Related posts

હાર્દિક પટેલ કોંગ્રેસ સાથે છેડો ફાડશે..!!, પાટીદાર ગ્રૂપમાં પોસ્ટર વાયરલ…

Charotar Sandesh

બીઆરટીએસ બેફામ : યુવકને ટક્કર મારતાં ગંભીર રીતે ઘાયલ…

Charotar Sandesh

સૌરાષ્ટ્ર-કચ્છમાં ’કૉલ્ડ ડે’ રહેવાની આગાહી : કાલાવડમાં ઠંડીથી એકનું મોત…

Charotar Sandesh