Charotar Sandesh
ઈન્ડિયા બિઝનેસ

શેરબજાર કોરોનાગ્રસ્ત : સેન્સેક્સમાં ઐતિહાસિક ૪૦૦૦ અંકોનું ગાબડું…

૪૫ મિનિટ માટે ટ્રેડિંગ રોકવામાં આવ્યુ,નિફ્ટીમાં પણ ૧૧૧૦ અંકનો કડાકો…

એક જ દિવસમાં રોકાણકારોની સંપત્તિમાં ૧૦ લાખ કરોડનું ધોવાણ,દિવસના અંતે સેન્સેક્સ ૩૯૩૪ અંક ગગડી ૨૫૯૮૧ની સપાટીએ તો નિફ્ટી ૧૧૩૫ના તોતિંગ ગાબડા સાથે ૭૬૧૦ની સપાટીએ,સેન્સેક્સ ઓગસ્ટ ૨૦૧૪ બાદ નીચલા સ્તર પર…

મુંબઇ : ભારતમાં પણ ધીમે ધીમે કોરોના વાઇરસનો વધતો જતો વ્યાપ અને તેના કારણે સરકારે જાહેર કરેલી લોકડાઉનની સ્થિતિને કારણે શેરબજારમાં આજે ખુલતાની સાથે જ ભારે ઘટાડો જોવા મળ્યો હતો. શરૂઆતમાં સેન્સેક્સ ૨૯૯૧ અંક ઘટીને કારોબાર કરી રહ્યો હતો. જ્યારે નિફ્ટી ૬૯૪ અંક ઘટી ૮૧૧૬ પર કારોબાર કરી રહ્યો હતો. . સેન્સેક્સમાં ૧૦ ટકા ઘટાડા બાદ લોઅર સર્કિટ લાગવાને પગલે ટ્રેડિંગ ૪૫ મિનિટ સુધી રોકવામાં આવ્યું હતું, જે ફરીથી શરૂ થયું હતું. પરંતુ તેમાં કોઇ સુધારો જોવા મળ્યો નહોતો. સેન્સેક્સ પર બજાજ ઓટો, એક્સિસ બેન્ક, મારૂતિ સુઝુકી, અલ્ટ્રાટેક સિમેન્ટ અને આઈસીઆઈસીઆઈ બેન્ક સહિતના શેરો ઘટીને કારોબાર કરી રહ્યાં હતા.ગયા સપ્તાહના શુક્રવારે બજારમાં તેજી હતી. પરંતુ આજે કામકાજના સપ્તાહના પહેલા દિવસે સોમવાર બજાર માટે ફરી એકવાર બ્લેક મન્ડે સાબિત થયો હતો. અને ઘટાડો વધીને ૪૦૦૦ સુધી પહોંડી જતાં એક અંદાજ પ્રમાણે આજે એક જ દિવસમાંરોકાણાકારોની સંપત્તિમાં ૧૦ લાખ કરોડ કરતાં વધારેનું ધોવાણ જોવા ણલ્યું હતું. નિફટી ૪૫ માસના તળિયે પહોંચી ગયુ હતું.
વૈશ્વિક બજારની ખાનાખરાબી અને ભારતમાં વણસી રહેલ કોરોનાની મહામારીની અસર નિફટી પર પણ જોવા મળી હતી. દ્ગજીઈ સૂચકઆંક ૧૨.૭%ના કડાકે ૭૬૩૪ પર ક્લોઝ આવ્યો,જે એપ્રિલ, ૨૦૧૬ બાદનું લોએસ્ટ લેવલ છે. બધા ૫૦ શેર ઘટીને અને ૪ શેર તો ૨૦%થી વધુ ગગડ્યા છે. માર્કેટ બ્રેડ્‌થ પર નજર કરીએ તો ૧૭૦૩ શેર ઘટીને અને ૧૨૯ શેર વધીને બંધ આવ્યા હતા.
સેન્સેકસમાં ઇતિહાસમાં સૌથી મોટુ જબરજસ્ત ૪૦૦૦ અંકોનું જંગી ગાબડું જોવા મળ્યું હતું. દલાલ સ્ટ્રીટમાં આજે ફરી બ્લેક મન્ડે જોવા મળ્યો હતો. બીએસઈ એક્સચેન્જ ઈન્ડેકસમાં આજે ૪૦૦૦નું ઈતિહાસનું સૌથી મોટું ગાબડું નોંધાતા બજારમાં ભારે અફરાતફરી મચી ગઇ હતી. અને એક તબક્કે એવી પણ ચર્ચા થતી હતી કે શું આવી પરિસ્થિતિમાં શેર બજાર થોડાંક સમય માટે બંધ ના કરી દેવું જોઇએ..? સેન્સેકસ ૧૩.૧૫%, ૩૯૨૩૪ અંક નીચે ૨૫,૯૮૧ના લેવલે બંધ આવ્યો છે. સેન્સેકસ આજે સોમવારે ડિસેમ્બર, ૨૦૧૬ના તળિયે ક્લોઝ થયો છે. બધા જ સેક્ટોરિયલ ઈન્ડાયસિસ આજે ઘટીને બંધ આવ્યા છે. ૧૧માંથી ૯ સેક્ટોરિયલ ઈન્ડાયસિસ ૧૦%થી વધુ તૂટ્યાં. સેન્સેકસમાં સમાવિષ્ટ બધા જ ૩૦ શેર ઘટીને બંધ આવ્યા. ૧૯ શેરમાં તો ડબલ ડિજિટ કડાકો. એક્સિસ બેંક, ઈન્ડસિન્ડ બેંક, બજાજ ફાઈનાન્સ, ICICI બેંક ૨૦% તૂટ્યાં હતા.
૭%ના કડાકે ખુલ્યા બાદ બજારમાં સામાન્ય રિકવરી જોવા મળી રહી હતી પરંતુ, રિલાયન્સ અને HDFC દ્વારા દબાણ વધતા બજારમાં વેચવાલી વધી અને ૧૦ વાગ્યાની આસપાસ જ બજારમાં નીચલી સર્કિટ લાગી હતી. સેન્સેકસ અને નિફટી ૧૦%ના ઘટાડે લોકડાઉન થયા છે. સેન્સેકસ ૧૦%, ૨૯૯૧ અંક નીચે ૨૬,૯૨૪ના લેવલે ફ્રીજ થયો છે. જ્યારે નિફટી પણ ૮૫૦ અંક તૂટ્યો અને ૭૯૦૦ના લેવલે સ્થિર છે. ૪૫ મિનિટ સુધી બજારમાં ટ્રેડિંગ બંધ થયું હતું.
ભારતમાં પણ લોકડાઉનની સ્થિતિ લાગુ થતા આર્થિક નુકશાનની ભીતિ હેઠળ ભારતીય શેરબજાર અને કરન્સી બજારમાં ભારે વેચવાલી જોવા મળી હતી. રૂપિયો યુએસ ડોલરની સામે સોમવારના સત્રમાં પ્રથમ વખત ૭૬ના લેવલને પાર નીકળ્યો છે. ભારતીય ચલણ ૭૬.૦૨ની ઐતિહાસિક નીચલી સપાટીએ ખુલ્યો હતો જોકે આ લેવલે RBI હસ્તક્ષેપ કરીને રૂપિયાને સપોર્ટ આપી શકે છે,તેમ બજાર એક્સપર્ટસ જણાવી રહ્યાં છે.
સરકાર અને આરબીઆઈ દ્વારા ઉઠાવવામાં આવેલા પગલાને કારણે ગયા સપ્તાહના શુક્રવારે બજાર ભારે વધારા સાથે બંધ થયું હતું. સેન્સેક્સ ૧૬૨૭.૭૩ અંક વધીને ૨૯૯૧૫ અને નિફ્ટી ૪૮૨ અંક વધીને ૮૭૪૯ પર બંધ થયો હતો. જ્યારે અમેરિકાના બજારોમાં ભારે ઘટાડો રહ્યો હતો. ડાઉ જોન્સ ૯૧૩ અંકના ઘટાડા સાથે ૧૯૧૭૪ પર બંધ થયો હતો. નેસ્ડેક કંપોઝિટ ૨૭૧ અંક ઘટીને ૬૮૭૯ પર બંધ થયો હતો. એસએન્ડપી ૧૦૪ અંક ઘટીને ૨૩૦૪ પર બંધ થયો હતો.
શેરબજારમાં લાગતી સર્કિટના ફિલ્ટર ત્રણ પ્રકારના છે. પ્રથમ ૧૦ ટકા, બીજો ૧૫ અને ત્રીજો ૨૦ ટકાનો હોય છે. જો ૧૦ ટકાનો ઘટાડો ૧ વાગ્યા પહેલા આવે છે તો બજાર એક કલાક માટે બંધ કરવામાં આવે છે. તેમાં શરૂઆતની ૪૫ મિનિટ સુધી કારોબાર સંપૂર્ણ રીતે બંધ રહે છે અને ૧૫ મિનિટનું પ્રી ઓપન સેશન હોય છે. જો સર્કિટ ૧ વાગ્યા બાદ લાગે છે તો કારોબાર ૩૦ મિનિટ માટે રોકાય છે. શરૂઆતની ૧૫ મિનિટ સુધી કારોબાર સંપૂર્ણ રીતે બંધ રહે છે અને ૧૫ મિનિટનું પ્રી ઓપન સેશન હોય છે. જો સર્કિટ ૨ વાગ્યા પછી લાગે છે તો દિવસના બાકી બચેલા સમય સુધી કારોબારને રોકવામાં આવે છે.

Related posts

૨૦૨૨ સુધી ખેડૂતોની આવક બમણી કરવાનું લક્ષ્ય : પીએમ મોદી

Charotar Sandesh

અદાણીની સંપત્તિ ચાલુ વર્ષે ૧.૪૧ લાખ કરોડ તો અંબાણીની ૧.૨૧ લાખ કરોડ વધી…

Charotar Sandesh

મધ્યપ્રદેશમાં મંદિરમાંથી શનિદેવ ચોરી થયા, પોલીસ યમરાજને શોધી લાવી, જુઓ વિગતવાર

Charotar Sandesh