Charotar Sandesh
બોલિવૂડ

ગાયિકા શ્વેતા પંડિત ઇટાલીમાં ફસાઇ…

મુંબઇ : કોરોના વાયરસનો ભય ભારત સહિત દુનિયાભરમાં ફેલાયો છે. ૨૧ દિવસ સુધી ભારતમાં લોકડાઉન છે. આ વચ્ચે સિંગર શ્વેતા પંડિતનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં તે જણાવી રહી છે કે, ઈટાલીમાં તેને શેનો સામનો કરવો પડી રહ્યો છે.

સિંગર શ્વેતા પંડિત હાલ ઈટાલીમાં છે અને ત્યાંથી તેણે એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તે જણાવી રહી છે કે, તે ત્યાં સુરક્ષિત છે. જા કે, શેનો સામનો કરી રહી છે તે વિશે જણાવ્યું. તેણે, સવારે ઊઠતાની સાથે જ એમ્બ્યુલન્સનો અવાજ સંભળાઈ છે.

શ્વેતાએ જણાવ્યું કે તે એક અઠવાડિયાથી રૂમમાંથી બહાર નથી નીકળી. તેણે જણાવ્યું કે, જાણ નથી થતી કે ક્્યારે અને કોના સાથે મળવાથી કોરોના થયો. શરદી-ઉધરસ થાય છે અને ડોક્ટર પાસે જવા પર ખબર પડે છે કે આઈસીયૂની જરૂર છે. તેણે, વાયરસ ખતરનાક છે અને ઈટાલીમાં ઘણાના ભોગ લીધા છે.

Related posts

ટીવી અભિનેત્રી રૂમા શર્માએ બોલ્ડ તસ્વીરો શેર કરતા મળી હજારો કોમેન્ટ…

Charotar Sandesh

મારું ઘર કોરોના ફ્રી છે,અહીં રહી શકો છો : કેઆરકે

Charotar Sandesh

ડ્રગ્સ કેસમાં અર્જુન રામપાલના ઘરે એનસીબી ત્રાટકી : ૧૧મીએ હાજર થવાનું મોકલાયું સમન્સ…

Charotar Sandesh