Charotar Sandesh
ઈન્ડિયા

દેશમાં ૧૪૨૪ કેસ, ૩૯ મોત, કેન્દ્રએ કહ્યું, સહયોગ કરો નહીં તો બધું બાતલ જશે…

મધ્યપ્રદેશમાં ૧૯, મહારાષ્ટ્ર-યુપીમાં ૫-૫ અને રાજસ્થાનમાં ૪ સંક્રમિત, હાલ કોમ્યુનિટી નહી…

ન્યુ દિલ્હી : ભારતમાં કોરોના વાઇરસ સામેની લડાઇમાં દેશવ્યાપી ૨૧ દિવસના લોકડાઉનમાં આજે સાતમા દિવસે પણ આ મહામારીના નવા પોઝીટીવ કેસો નોંધાયા છે. દિલ્હીના નિઝામુદ્દિન વિસ્તારના એક ધાર્મિક કાર્યક્રમમાં વર્તમાન મહામારીની વચ્ચે મોટી સંખ્યામાં લોકોની હાજરીને લઇને અને તેના કારણે કોરોનાના કેસો વધવાની શક્યતા સાથે અલગથી વિવાદ અને રાજકારણ શરૂ થયું છે. દરમ્યાનમાં, અલગ અલગ રાજ્યોના મળીને અત્યાર સુધીમાં કુલ ૧૪૧૯ કેસ નોંધાયા છે અને કોરોનાને કારણે મરનારાઓની સંખ્યા ૪૧ પર પહોંચી ગઇ છે. આજે મધ્યપ્રદેશમાં ૧૯, મહારાષ્ટ્ર-યુપીમાં ૫-૫ અને રાજસ્થાનમાં ૪ અને ગુજરાતમાં ૨ નવા સંક્રમિત કેસો બહાર આવ્યાં હતા. ખાસ કરીને દિલ્હીમાં નિઝામુદ્દીન વિસ્તારમાં તબલગી સમુદાયના એક ધાર્મિક કાર્યક્રમમાં એકત્ર થયેલા અંદાજે બે હજાર લોકોમાંથી સંખ્યાબંધ કોરોનાના શિકાર બની શકે તેમ છે. આ કાર્યક્રમાં ભાગ લઇને પોતાના ઘરે જનારાઓ પૈકી ૧૦ના મોત થયા છે. ૪૦૦થી ૫૦૦ જણાંને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. તેમાંથી ૨૦૦ લોકોને કોરોના પોઝિટીવની આશંકા વચ્ચે આ કાર્યક્રમાં ભાગ લઇને જેઓ પોતપોતાના રાજ્યોમાં ગયા એ રાજ્યોના માથે વધ્યો ખતરો વધવાની શક્યતા છે. કોરોના મહામારી વચ્ચે આ કાર્યક્રમની મંજૂરીને લઇને વિવાદ શરૂ થયો છે.

સૂત્રોએ કહ્યું કે, મંગળવાર સવારે એક મહિલા અને એક વૃદ્ધનું મોત થયું છે. કેરળના તિરુવનંતપુરમમાં કોરોના પોઝિટિવ ૬૮ વર્ષીય વ્યક્તિનું મોત થયું છે. મેડિકલ કોલેજના અધિકારીના જણાવ્યા પ્રમાણે, તેમની કિડની ફેઈલ થઈ ચુકી હતી. કોરોના વાઈરસ સંક્રમણના સોમવારે સૌથી વધારે ૨૦૮ કેસ સામે આવ્યા હતા. આ પહેલા ૨૭ માર્ચે ૧૫૧ કેસ સામે આવ્યા હતા. સોમવારે મહારાષ્ટ્રમાં ૩૫ અને કેરળમાં ૩૨ દર્દી મળ્યા હતા. આ ઉપરાંત દિલ્હીમાં ૨૫, ઉત્તરપ્રદેશમાં ૨૪,ચંદીગઢમાં ૫. પંજાબમાં ૩, આંધ્રપ્રદેશમાં ૨, છત્તીસગઢ, પશ્વિમબંગાળ, હરિયાણા અને આંદામાન-નિકોબારમાં ૧-૧ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હવે કુલ સંક્રમિતોની સંખ્યા ૧,૪૦૧ થઈ ગઈ છે. આ આંકડા સરકારી વેબ પરના છે. સરકારના આંકડામાં અત્યાર સુધી સંક્રમિતોની સંખ્યા ૧૨૫૧ છે. જેમાંથી ૧૦૧ સ્વસ્થ થઈ ગયા છે. સંક્રમણના કારણે અત્યાર સુધી ૩૯ લોકોના મોત થયા છે. તો બીજી બાજું મુંબઈમાં સલમાન ખાનના ૩૮ વર્ષીય ભત્રીજા અબ્દુલ્લા ખાન ઉર્ફ અબાનું સોમવારે મોત થયું છે. તે ઈન્દોરના ખાન કમ્પાઉન્ડમાં રહેતો હતો. અબ્દુલ્લાને રવિવારે મુંબઈના લીલાવતી હોસ્પિટલમાં ભરતી કરાયો હતો. શ્વાસ લેવામાં મુશ્કેલી થવા પર સાંજે વેન્ટીલેટર પર રાખવામાં આવ્યો હતો. તેનો કોરોના રિપોર્ટ આવવાનો બાકી છે.

દેશભરમાં કોરોનાના સંકટ વચ્ચે દિલ્હીમાં નિઝામુદ્દીન વિસ્તારમાં ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લઈ ચુકેલા ૧૦ વ્યક્તિઓના મોત થતા હડકંપ મચી ગયો છે. જે ૧૦ લોકો મૃત્યુ પામ્યા છે..જેમાં તેલંગાણાના છ વ્યક્તિ છે. જ્યારે એક વિદેશી છે.આ ઉપરાંત તમિલનાડુ, કર્ણાટક અને જમ્મુ કાશ્મીરના એક-એક વ્યક્તિનો સમાવેશ થાય છે.. માનવામાં આવે છે કે, આ ધાર્મિક કાર્યક્રમમાં અંદાજે બે હજાર લોકો સામેલ થયા ઙતા. જેમાં દેશના જુદા-જુદા વિસ્તારોના નાગરિક પણ સામેલ હતા. દિલ્હીના નિઝામુદ્દીન વિસ્તારમાં તબલિઘી જમાતના મરકઝમાં ૧થી ૧૫ માર્ચ સુધી ૨ હજારથી વધુ લોકો એક ધાર્મિક આયોજનમાં સામેલ થયા હતા. તેમાં ઇન્ડોનેશિયા, મલેશિયા અને થાઇલેન્ડથી આવેલા લોકો પણ હતા. તેમાંથી ૨૦૦ લોકો કોરોનાથી સંક્રમિત હોય તેવી આશંકા છે. શંકાસ્પદ લોકોને તપાસ માટે હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે. તેમને શરદી, ઉધરસ અને કફની ફરિયાદ છે. લોકડાઉન મામલે દિલ્હી સરકારની આ ગંભીર બેદરકારી અત્યારે સામે આવી છે જેમાં લોકડાઉન એક મજાક બની ગયું છે. પોલીસે નિઝામુદ્દીન એરિયાને કોર્ડન કરી લીધો છે. અહીં અંદાજે ૨,૦૦૦ લોકોને ક્વૉરન્ટીન કરાયા છે અને તે બધાનો કોરોના ટેસ્ટ કરાઇ રહ્યો છે. આ દેશનો પહેલો આટલો મોટો સમૂહ છે કે જેનો કોરોના ટેસ્ટ કરાઇ રહ્યો છે.

સોમવારે સૌથી વધારે દર્દી વધ્યા તો સૌથી વધારે સ્વસ્થ પણ થયા હતા. સૌથી વધારે લોકોના મોત પણ થયા હતા. દેશભરમાં ગઈકાલે ૩૫ લોકોને હોસ્પિટલમાં રજા આપવામાં આવી હતી. આ પહેલા ૨૭ માર્ચે ૨૫ લોકો સ્વસ્થ થયા હતા. અત્યાર સુધી ૧૩૭ દર્દીઓનો સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. ગઈ કાલે ૧૬ લોકોના મોત થયા હતા. આ પહેલા ૨૬માર્ચ અને ૨૮ માર્ચે ૫-૫ કોરોના સંક્રમિતોએ દમ તોડ્યો હતો.

કેન્દ્રના સ્વાસ્થ્ય મંત્રાલયના દાવા પ્રમાણે, ભારતમાં કોરોના મહામારી સંક્રમણ હાલ કોમ્યુનિટી લેવલ પર પહોંચ્યું નથી. જે એક સારી બાબત માનવામાં આવી રહી છે. સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે, દેશમાં કોરોના વાઈરસનું સંક્રમણ હાલ કોમ્યુનિટી લેવલ પર નથી પહોંચ્યું આ લોકલ લેવલ પર ટ્રાન્સમિટ થઈ રહ્યું છે. મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યું કે, સમાજના દરેક વ્યક્તિએ સહયોગ કરવો પડશે, નહીં તો અત્યાર સુધી સંક્રમણને રોકવા માટે જે પણ પરિણામ સામે આવ્યા છે, તે બધું બાતલ જશે. તેમણે અત્યારથી અપીલ કરી છે કે ૧૦૦ ટકા લોકો અલર્ટ રહે અને દેશને આ બિમારીમાંથી મુક્ત કરવા માટે પોતાનું યોગદાન આપે. લવ અગ્રવાલે કહ્યું કે, જો કોઈને શંકા છે કે તેને સંક્રમણ છે તો મહેરબાની કરીને તેને છુપાવશો નહીં.

રાજ્યોની સ્થિતિ પર નજર નાંખીએ તો, મહારાષ્ટ્રઃ છેલ્લા આઠ દિવસોથી કર્ફ્યૂ લાગેલો છે. તેમ છતા તેની સ્થિતિ નિયંત્રિત થઈ શકતી નથી. મંગળવાર સવારે સંક્રમણના પાંચ નવા કેસ સામે આવ્યા હતા. જેમાં એક મુંબઈમાં , બે પૂણે અને બુલઢાનાના કેસ છે. આ સાથે જ રાજ્યમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને ૨૨૫ સુધી પહોંચી ગઈ છે. સાથે જ રાજ્યમાં સંક્રમણથી ૧૦ લોકોના મોત થયા હતા.

રાજસ્થાનમાં તમામ પ્રયાસો બાદ પણ સંક્રમણના કેસ વધતા જઈ રહ્યા છે. અહીંયા છેલ્લા ૧૨ કલાકમાં ૧૩ નવા પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેમાંથી ચાર કેસ મંગળવારે સામે આવ્યા. જેમાંથી દુબઈથી ઝુંઝુનૂ પાછો આવેલો એક ૪૪ વર્ષીય વ્યક્તિ, અજમેરમાં પંજાબથી પાછા ફરેલા યુવકનું ૧૭ વર્ષની બહેન, ડુંગરપુરમાં સંક્રમિત મળ્યા યુવકના ૬૫ વર્ષીય પિતા અને જયપુરમાં ૬૦ વર્ષના વૃદ્ધ છે. રાજ્યમાં અત્યારે કુલ સંક્રમિતોની સંખ્યા ૮૩ પહોંચી ગઈ છે. સાથે જ સંક્રમણના કારણે બે લોકો પોતાના જીવ ગુમાવી ચુક્યા છે. રાજસ્થાનના ભીલવાડા શહેરમાં કોરોનાના કારણે મોટી આપત્તિને રોકવા સરકારે ૩ એપ્રિલથી ભીલવાડામાં કર્ફ્યુ નાંખવાની જાહેરાત થઇ છે.
કુલ સંક્રમિત ૨૩ અહીંયા સરકારે હોમ ક્વૉરન્ટીન અને કોરોના પોઝિટિવ દર્દીઓ પર નજર રાખવા માટે કોવિડ એલર્ટ ટ્રેકિંગ સિસ્ટમ બનાવી છે. આનાથી લગભગ ૨૫ હજાર લોકો પર નજર રાખવામાં આવી રહી છે. સરકાર પાસે આ તમામ લોકોના મોબાઈલ નંબર અને સરનામા છે. જેને તેને ટેલિકોમ કંપનીઓ સાથે શેર કર્યાછે. જેવા જ કોઈ વ્યક્તિ તેના ઘરના ૧૦૦ મીટર દૂર પણ જાય છે, આ સિસ્ટમ જિલ્લા તંત્રને એલર્ટ કરે છે. ત્યારબાદ સંબંધિત વ્યક્તિને ફોન પર જ સમજાવવામાં આવે છે. જો તે ન માને તો તેની પર કાર્યવાહી કરવામાં આવે.
કોરોના સંક્રમણથી દેશમાં ૨૭ રાજ્ય પ્રભાવિત છે. આમાંથી મધ્યપ્રદેશ ૧૦માં નંબરે છે. પરંતુ શહેરોની વાત કરવામાં આવે તો ૨૪ માર્ચ સુધી કોરોના મુક્ત રહેલું ઈન્દોર છેલ્લા પાંચ દિવસોમાં દેશનું સૌથી સંક્રમિત શહેરોની યાદીમાં આઠમાં નંબરે આવી ગયું છે.
દિલ્હીના નિઝામુદ્દીન ખાતે આવેલા મરકજ બિલ્ડિંગમાં હાજર ૨૪ લોકો પોઝિટિવ નીકળ્યા છે. આ માહિતી દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને આપી હતી. તેમણે જણાવ્યું કે, સોમવારે અત્યાર સુધી ૩૦૦ લોકોને હોસ્પિટલમાં શિફ્ટ કરાયા છે. સાથે જ ૭૦૦ થી ૮૦૦ લોકોને ક્વૉરન્ટીન કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે, જ્યારે દેશમાં લોકડાઉન હતું, એ વખતે આ પ્રકારની પ્રવૃત્તિ કરવી ગુનો છે.
મધ્યપ્રદેશ; કુલ સંક્રમિત -૪૭ અહીંયા સોમવારે ૮ નવા કેસ સામે આવ્યા હતા. ઈન્દોરમાં ૭ અને ઉજ્જૈનમાં ૧ સંક્રમિત મળી આવ્યો હતો. ઈન્દોરમાં સંક્રમિતોની સંખ્યા ૨૭ થઈ ગઈ છે. આ મહામારીને ધ્યાનમાં રાખતા જેલમાં ભીડ ઓછી કરાઈ રહી છે. રાજ્ય સરકાર લગભગ ૮ હજાર કેદીઓને પેરોલ પર વચગાળાના જામીન પર છોડશે. પ્રક્રિયા શરૂ કરી દેવાઈ છે. પાંચ હજાર સજા પામેલા કેદીઓને ૬૦ દિવસ માટે પેરોલ આપવામાં આવી રહ્યા છે. જ્યારે ૫ વર્ષની સજાની જોગવાઈ વાળા વિચારણા બાદ લગભગ ૩ હજાર કેદીઓને ૪૫ દિવસના વચગાળાના જામીન આપવામાં આવી રહ્યા છે.
ઉત્તરપ્રદેશમાં સંક્રમિતોની સંખ્યા વધીને ૯૬ થઈ ગઈ છે. સોમવારે અહીંયા ૨૪ નવા કેસ સામે આવ્યા હતા. સૌથી વધારે ૩૬ કોરોના પોઝિટિવ ગૌતમ બુદ્ધ નગરમાં મળ્યા હતા. ત્યારબાદ મેરઠમાં(૧૩)છે. દિલ્હીમાં કુલ સંક્રમિત આજે પણ નવા ૨૫ કેસ સામે આવ્યા હતા. અહીંયા મોટી બેદરકારી જોવા મળી છે. નિઝામુદ્દીન વિસ્તારમાં તબ્લીગી જમાતના મરકજમાં ૧ થી ૧૫ માર્ચ સુધી પાંચ હજાર કરતા વધારે લોકો આવ્યા હતા. જેમાં ઈન્ડોનેશિયા, મલેશિયા અને થાઈલેન્ડના લોકો પણ સામેલ હતા. ૨૨ માર્ચે લોકડાઉનની જાહેરાત બાદ પણ અહીંયા ૨ હજાર લોકો રોકાયા હતા. જેમાંથી ૨૦૦ લોકોને સંક્રમિત થવાની આશંકા છે. શંકાસ્પદની તપાસ માટે હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે. તેમને શરદી, ખાંસીની ફરિયાદ છે. અહીંયાથી ૧૨૦૦ લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. મોડી રાતે તેલંગાણા સરકારે જણાવ્યું કે, આ કાર્યક્રમમાં જોડાનારા ૬ લોકોના મોત થઈ ગયા છે.
છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે રાયપુરના ઘણા વિસ્તારોની મુલાકાત લીધી હતી અને જરૂરી સામાનની સપ્લાઈ અને ઉપલબ્ધતાની સમીક્ષા કરી હતી. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં ૫૦ લોકોની કોરોનાની તપાસ કરવામાં આવી હતી, પરંતુ સારા સમાચાર છે કે તમામના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.
રાજસ્થાનમાં કોરોનાના કુલ સંક્રમિત કેસો ૭૯ છે. રાજ્યમાં સંક્રમણના સોમવારે ૧૦ નવા કેસ સામે આવ્યા, જેમાંથી જયપુરમાં ૨, ભીલવાડામાં ૧ અને જોધપુરમાં ૭ દર્દી મળ્યા. રવિવારે રાતે અજમેરમાં પણ ૩ લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. મહારાષ્ટ્રમાં કુલ સંક્રમિત કેસો સમગ્ર ભારતમાં સૌથી વધારે ૨૩૮ છે. સોમવારે મોડી રાત્રે ૩૫ નવા કેસ સામે આવ્યા હતા. અહીંયા સૌથી વધારે ૭૫ દર્દી મુંબઈમાં છે. આ ઉપરાંત પૂણેમાં ૪૨, સાંઘલીમાં ૨૫ અને નાગપુરમાં ૧૨ દર્દી છે. રાજ્યમાં અત્યાર સુધી ૩૯ દર્દી સ્વસ્થ થઈ ચુક્યા છે.

Related posts

ઉ.પ્રદેશમાં દુર્ષ્મીઓ બેફામ : બલરામપુરમાં દલિત યુવતી સાથે ગેંગરેપ, પીડિતાનું મોત…

Charotar Sandesh

પશ્વિમ બંગાળમાં ચૂંટણી પંચે પ્રચાર પર રાત્રે જ પ્રતિબંધ કેમ લગાવ્યો?ઃ માયાવતી

Charotar Sandesh

બાળકો માટે પુણેમાં કોવોવૈક્સની ૨/૩ તબક્કાની ટ્રાયલ શરૂ થઇ

Charotar Sandesh