ચંડીગઢ : ટીમ ઇન્ડિયાના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર ખેલાડી યુવરાજ સિંહે પોતાના ૧૭ વર્ષના ઇન્ટરનેશનલ ક્રિકેટ કરિયરમાં કેટલાક કેપ્ટનની આગેવાની હેઠળ ક્રિકેટ રમી. ત્યારે હવે યુવરાજ સિંહે જણાવ્યું કે તેના પ્રમાણે સર્વશ્રેષ્ઠ કેપ્ટન કોણ છે. ૩૮ વર્ષના આ પૂર્વ ખેલાડીએ જણાવ્યું કે તે ઘણી વખત સૌરવ ગાંગુલીની કેપ્ટનશીપ હેઠળ રમેલા મેચ અને એ સમયને યાદ કરે છે.
આપણે જણાવી દઈએ કે મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાની હેઠળ ટીમ ઇન્ડિયાએ ૨૦૧૧માં વર્લ્ડ કપ જીત્યો હતો. જેમાં યુવીએ મહત્વની ભૂમિકા ભજવી હતી. તે પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ રહ્યો હતો. મીડિયા રિપોર્ટ મુજબ યુવીએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે,મે સૌરવ ગાંગુલીની કેપ્ટન્સી હેઠળ ક્રિકેટ રમી અને તેમણે મને ઘણો સપોર્ટ કર્યો. મને તેમની કેપ્ટન્સી એટલે યાદ છે કારણ કે તેમણે મને ઘણો સપોર્ટ કર્યો. જ્યારે ધોની અને કોહલીએ મને એ પ્રમાણે સપોર્ટ ન કર્યો.
નોંધનીય છે કે યુવીએ ભારત માટે ૩૦૪ વન ડે ઇન્ટરનેશનલ મેચ રમ્યા જેમાં ૮,૭૦૧ રન બનાવ્યા. વન ડે કરિયરમાં યુવીએ ૧૪ સદી ફટકારી. ઇન્ટરનેશન ક્રિકેટમાં યુવીના નામે ૬ બોલમાં ૬ છગ્ગા ફટકારવાનો અનોખો રેકોર્ડ પણ છે.