મુંબઇ : થોડાં સમય પહેલાં જ જૂનો ચોપરા તથા જેકી ભગનાનીએ ઓફિશિયલી જાહેરાત કરી હતી કે તેઓ રવિ ચોપરાની ફિલ્મ ‘ધ બર્નિંગ ટ્રેન’ (૧૯૮૦)ની રિમેક બનાવશે. જોકે, એ સમયે આ ફિલ્મમાં કોણ કામ કરશે, તેને લઈ વાત કરવામાં આવી નહોતી. હવે ચર્ચા થઈ રહી છે કે આ ફિલ્મમાં રીતિક રોશનને લેવામાં આવશે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, મેકર્સ રીતિક રોશન લીડ રોલ પ્લે કરે તેમ ઈચ્છે છે. જૂનો તથા જેકીએ રીતિક રોશનનો સંપર્ક કરવાનું નક્કી કર્યું છે. તેઓ રીતિકને ફિલ્મમાં લેવા માટે ઉત્સુક છે. કોરોનાવાઈરસને કારણે આ ફિલ્મ અત્યારે અટકી ગઈ છે. લૉકડાઉન જેવું પૂરું થશે એટલે પ્રોડ્યૂસર્સ રીતિક રોશન સાથે મિટિંગ કરશે.
ઉલ્લેખનીય છે કે ઓરિજિનલ ફિલ્મમાં ધર્મેન્દ્ર, હેમા માલિની, વિનોદ ખન્ના, પરવીન બાબી, જીતેન્દ્ર, નીતુ સિંહ, ડેની, વિનોદ મેહરા, રણજીત, સિમી ગરેવાલ, ઇફ્તેખાર અને ઓમ શિવપુરી મહત્ત્વના રોલમાં હતા. આ ફિલ્મ ૧૯૭૫માં આવેલ જાપાનીઝ ફિલ્મ ‘ધ બુલેટ ટ્રેન’નું અડેપ્ટેશન હતું. ‘ધ બર્નિંગ ટ્રેન’ ફિલ્મ સુપર એક્સપ્રેસ નામની ટ્રેન આસપાસ ફરે છે. નવી દિલ્હીથી મુંબઈની પહેલી જ જર્નીમાં ટ્રેનમાં આગ લાગી જાય છે. ફિલ્મને રવિ ચોપરાએ ડિરેક્ટ કરી હતી.