Charotar Sandesh
ઈન્ડિયા

વૈજ્ઞાનિકોનો ધડાકો : ૫ રાજ્યોનાં ચામાચીડીયામાં મળ્યા કોરોનાના વાયરસ…

ચામાચીડિયા અને કોરોના વાયરસ વચ્ચે કનેકશનને પૂરવાર કરતો ICMRનો રિપોર્ટ : ભારતમાં ચામાચીડિયાની બે પ્રજાતિઓમાં SARS-COV-2 વાયરસ જોવા મળ્યો…

નવી દિલ્હી : સમગ્ર વિશ્વ પર મહામારી રુપે ફેલાયેલા કોરોના વાયરસે દુનિયાને થંભાવી દીધી છે. વિશ્વમાં અત્યાર સુધી ૧૯ લાખથી વધુ લોકો કોરોનાથી પીડિત છે અને ૧.૨૦ લાખથી વધારે દર્દીઓ જીવ ગુમાવી બેઠા છે. ભારતમાં પણ કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યા વધીને ૧૦ હજારને પાર થઇ છે. ચીનમાંથી પેદા થયેલો આ દ્યાતક કોરોના વાયરસ કેવી રીતે ફેલાયો એ મુદ્દે કોઇ પ્રકારના ચોક્કસ ખુલાસા કરવામાં વિશ્વના વિજ્ઞાનીઓ નિષ્ફળ રહ્યા છે, એવામાં ભારતીય ICMR આ મુદ્દે મહત્વનો ખુલાસો કર્યો છે.

ICMRના રિપોર્ટ મુજબ ભારતમાં ચામાચીડિયાની બે પ્રજાતિઓમાં SARS-COV-2 વાયરસ જોવા મળે છે. ICMRએ રિસર્ચમાં ખાતરી કરી છે કે અલગ-અલગ રાજયોમાંથી લીધેલા નમૂનાઓના આધારે આ ખાતરી કરવામાં આવી છે. સંસ્થાએ આ માટે સાત રાજયો કેરળ, હિમાચલ પ્રદેશ, પુ઼ડુચેરી અને તમિલનાડૂ સહિતના રાજયોમાંથી લીધેલા સેમ્પલનો ટેસ્ટ કર્યો જેનું પરિણામ પોઝિટીવ આવ્યુ હતું.

બીજી તરફ ચીન અને અમેરિકા વચ્ચે કોરોના વાયરસના ઉદભવ અને ફેલાવાને મુદ્દે યુદ્ઘ જેવી સ્થિતિ છે. બંને દેશો એકબીજા પર વાયરસ પેદા કરવાનો તથા વિશ્વસ્તરે તેનો ફેલાવો કરવાના આરોપ લગાવી રહ્યા છે, જોકે એક હકીકત એ પણ છે કે, કોરોના વાયરસનો સૌપ્રથમ ફેલાવો ચીનના વુહાનમા ફેલાયો હતો. માનવામાં આવી રહ્યુ છે કે અહીંના મીટ માર્કેટમાંથી આ વાયરસ લોકોમાં ફેલાયો, જેણે ટૂંક જ સમયમાં સમગ્ર વિશ્વમાં પગપેસારો કરી લીધો. હાલમાં મોટાભાગના દેશો કોરોના સામે જંગ લડી રહ્યા છે અને અમેરિકા જેવા પાવરફુલ દેશો પણ કોરોના સામે નબળા સાબિત થઇ રહ્યા છે.

Related posts

વિપક્ષમાં હિંમત હોય તો ૩૭૦, ટ્રિપલ તલાક પરત ખેંચવાની જાહેરાત કરે : મોદી

Charotar Sandesh

મહાકુંભમાં કોરોના મહામારી, ૩૦ સાધુ સંક્રમિત, એકનું મોત…

Charotar Sandesh

ગેંગસ્ટર અતીક હત્યાકાંડ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો : યોગી રાજમાં થયેલા ૧૮૩ એન્કાઉંટરની તપાસ કરવાની માગ

Charotar Sandesh