Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ જિલ્લાના ઉદ્યોગ એકમો કાર્યરત કરવા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામુ….

ઉદ્યોગ, લઘુ ઉદ્યોગ, શરૂ કરવાના ગાઈડ લાઈન મુજબ રાજ્ય સરકાર દ્વારા લેવાયેલો નિર્ણય…

આણંદ : આણંદ જિલ્લામાં નોવેલ કોરોના વાયરસ (COVID-19)ની અસરોને પહોંચી વળવા તેમજ રોગ અટકાયત અને નિયંત્રણની કામગીરી કાયદાકીય રીતે ત્વરીત હાથ ધરી શકાય તે હેતુસર રાજયમાં ” ધ એપેડેમિક રેગ્યુલેશન-૨૦૨૦’ લાગુ કરવામાં આવેલ છે. જે બાબતે ભારત સરકારશ્રી તથા ગુજરાત સરકાર શ્રી. દ્વારા સમયાંતરે નોવેલ કોરોના વાઈરસ (COVID-19) ફેલાતો અટકાવવા માટે વિવિધ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવેલ છે. ભારત સરકારશ્રીના તા. ૧૫/૦૪/૨૦ના જાહેરનામાથી તા.૨૦/૦૪/૨૦થી. હાલમાં ચાલી રહેલ લોકડાઉનમાં જાહેરનામા સાથેના સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસીઝરનું પાલન કરવાની શરતે ઉઘોગો/એકમોને ઉત્પાદન કામગીરી ચાલુ રાખવા પરવાનગી આપવાની જોગવાઈ કરેલ છે.

જેથી સરકારશ્રીની સુચનાઓ મુજબ આણંદ જિલ્લામાં પણ આવા ઉદ્યોગો એકમોને ઉત્પાદન/કામગીરી ચાલુ રાખવા પરવાનગી આપવી જરૂરી જણતા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, શ્રી પી. સી.ઠાકોર  દ્વારા આજે કાર્યરીતી અધિનિયમ- ૧૯૭૩ ની કલમ-૧૪૪, નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટની કલમ-૩૪ તથા એપેડેમિક ડીસીઝ એકટની જોગવાઈઓ મુજબ એક  જાહેર નામાં દ્વારા સમગ્ર આણંદ જિલ્લા વિસ્તારોમાં લોકડાઉનમાં નીચે મુજબની ઉદ્યોગો, એકમોને ઉત્પાદન કામગીરી આ સાથે શરતોને આધીન તા.૨૦/૦૪/૨૦૨૦થી ચાલુ રાખવા પરવાનગી આપવા ની જાહેરાત કરી છે…

(૧) જિલ્લામાં આવેલ હોસ્પિટલ, નર્સિગ હોમ, કલીનીક, ટેલી મેડીશન સુવિધાઓ, વેટરનરી હોસ્પિટલ, દવાખાનાઓ પેથોલોજી લેબ્સ, વેકસીન અને રસી અને દવાઓની સપ્લાય.

(૨) જન ઔષધી કેન્દ્રો, તબીબી સાધનોની દુકાનો, દવાઓ, ફાર્માસ્યુટીકલ્સ, તબીબી ઉપકરણો, તબીબી ઓકિસજન, તેની પેકીજીગ સામગ્રી, કાચી સામગ્રી અને તેને સંલગ્ન ઉત્પાદન એકમો..

(૩) ખાતરો, જંતુનાશકો અને બીજનું ઉત્પાદન પ્રોસેસીંગ, વિતરણના એકમો તથા તમામ

(૪)કૃષિ અને બાગાયતી પ્રવૃત્તિઓ તથા ખેતીની કામગીરી ખેતરોમાં કામ કરતા ખેડુતો અને ખેતમજુરો કૃષિ મશીનરીની દુકાનો, તેના સ્પરસ્પાર્ટસ (તેની સપ્લાય ચેઈન સહિત) અને કૃષિ ઓજારોનું સમારકામ કરતા એકમો

(પ)હેચરીઝ, ફીડ પ્લાન્ટ, એકવેરીયા, માછલીઘર ઉદ્યોગનું સંચાલન, ખોરાક અને જાળવણીના એકમો

(૬) પશુ આહાર ઉત્પાદન એકમો, તેના માટે રો મટીરીયલ સપ્લાય કરનાર એકમો

(૭) મરધા ફાર્મ, ઇંડા સેવન ગૃહ અને પશુધન ખેતી પ્રવૃતિ અને પશુપાલન ફાર્મ, ગૌશાળા સહિત પશુ શેલ્ટર હોમ તથા મકાઈ અને સોયા જેવા કાચા માલના સપ્લાય સહિત પશુ આહાર ઉત્પાદન એકમો

(૮) IRDAI અને વીમા કંપનીઓ

(૯) (૧) બાળકો/દિવ્યાંગો/માનસિક અશકત વરિષ્ઠ નાગરિકો/નિરાધાર/મહિલાઓ/વિધવાઓ માટેના આશ્રયધરોનું સંચાલન

(૨) સગીરો માટેના દેખરેખ ધરો, સારસંભાળ ઘરો અને સુરક્ષિત આશ્રયસ્થાનો

(૩) સમાજ સુરક્ષા પેન્શાનનું વિતરણ દા.ત.વૃધ્ધાવસ્થા/વિધવા/સ્વતંત્રતા સેનાની પેન્શાન/ કર્મચારીભવિષ્યનિધિ સંગઠન  દ્વારા આપવામાં આવતી પેન્શન અને પ્રોવિડન્ડ ફંડ સેવાઓ

(૪) આંગણવાડીઓનું સંચાલન—બાળકોમહિલાઓ અને ધાત્રી માતાઓ વિગેરે લાભાર્થીઓના

ઘરે ૧૫ દિવસમાં ૦૧ વાર ખાદ્ય સામગ્રી અને પોષક તત્વોનું ડોર સ્ટેપ વિતરણ. લાભાર્થીઓ આંગણવાડીમાં હાજરી આપી શકશે નહી.

(૧૦) મનરેગા કામગીરીને મંજુરી જેમાં સિંચાઈ અને જળસંચયના કામો તથા એવા કામોમાં સામાજિક અંતર અને ચહેરાના માસ્કના કડક અમલ સાથે

(૧૧) તમામ પ્રકારની માલવાહક ટકો અને અન્ય માલવાહક વાહનો કે જેમાં ડ્રાઈવરે માન્ય ડ્રાઈવીંગ લાયસન્સ સાથે અને અન્ય ૦૨ (બે) માણસો સાથે

(૧૨) પ્રિન્ટ અને ઈલેકટ્રોનીક મીડીયા, બ્રોડકાસ્ટીંગ સહિતી ડી.ટી.એચ અને કેબલ સેવાઓ

(૧૩) કોલ્ડ સ્ટોરેજ, વેરહાઉસ અને ગોડાઉન એકમો

(૧૪) રહેણાંક સંકુલો અને ઓફિસની જાળવણી કરતી સિકયુરીટી સર્વિસ તથા તેને આવશ્યક સેવા પુરી પાડતી એજન્સીઓ

(૧૫) પોસ્ટલ સેવાઓ, પોસ્ટ ઓફિસ સાથે તેમજ કુરિયર સેવાઓ

(૧૬) સ્વરોજગાર ધરાવતા વ્યકિતઓ માટે આપવામાં આવતી સેવાઓ (ઈલેકટ્રીશ્યન, આઈ.ટી.,સમાર કામ, પ્લમ્બ૨, મોટર મિકેનિકસ અને સુથાર)

(૧૭) પેકેજીગ મટીરીયલનું ઉત્પાદન કરતા એકમો

(૧૮) ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા સંચાલિત ખેતબજારો(મંડી), રાજય સરકાર દ્વારા અધિકૃત ખેતબજારો, ખેડુતો કે ખેડુત સમુહો પાસેથી કે સહકારી મંડળીઓ વિગેરે પાસેથી રાજય સરકારો દ્વારા ગ્રામ્ય કક્ષાએ સીધી ખરીદીની પ્રવૃતિઓ

(૧૯) તેલ અને ગેસ સંશોધન રીફાયનરીઓ

શરતો:-

(૧) દરેક એકમો/યુનિટએ સરકારશ્રીની કોવિડ–૧૯ની વખતો વખતની સુચનાઓનો ચુસ્ત અમલ કરવાનો રહેશે.

(૨) ઉઘોગો/એકમો, કાર ખાના, ઓફિસો અને કાર્યસ્થળોમાં સોશ્યલ ડિસ્ટન્સ માટે તમામ પ્રારંભિક વ્યવસ્થા જાળવવાની રહેશે તેમજ સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસીજર મુજબની ચુસ્ત અમલવારી કરવાની રહેશે.

(૩)જાહેર સ્થળો અને કામના સ્થળોએ દરે કે નાક અને મોઢ માસ્ક/સ્વચ્છ કપડુ દ્વારા ઢાંકવુ ફરજિયાત રહેશે.

(૪) દરેક કામના સ્થળો અને ઉત્પાદન એકમોએ દરેક વ્યકિત કામદાર કર્મચારી, અધિકારીનું થર્મલ સ્ક્રીનીંગ કરવાનું રહેશે તેમજ દરે કને સેનીટાઈઝર અને માસ્ક, ગ્લોઝ વિગેરે પુરા પાડવાના રહેશે.

(પ) ઉદ્યોગો/એકમો/ઓફિસો ઈત્યાદિ જયાં શીફટમાં કામકાજ થાય છે તેવા એકમોમાં બે શીફટ વચ્ચે ૧(એક) કલાકનો ફરજિયાત ગેપ રાખવાનો રહેશે અને લન્ચ અને ભોજન વિરામ સમયે કેન્ટીનમાંસોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરવાનું રહેશે.

(૬) ઉઘોગો/એ કમો/ઓફિસો ઈત્યાદિ વગેરે કામકાજના સ્થળોને દરે ક શીફટ બાદ સેનીટાઈઝ કરવાના

૨હેશે. અને કોમન એ રીયાને વારંવાર સાફ કરવાનો રહેશે.

(૭)મીટીંગ, કોન્ફરન્સ કે ટેઈનીંગ સેશનમાં ૧૦ કે તેથી વધુ માણસો એકઠા થઈ શકશે નહી તેમજ તેઓની બેઠક વ્યવસ્થા એકબીજાથી ૬ (છ) ફુટ જેટલું અંતર રાખવાનું રહેશે.

(૮)પ્રિમાઈસીસના એન્ટ્રન્સ ગેટ, કેન્ટીન, મીટીંગ રૂમ, કોન્ફરન્સ હોલ, ઓપન એરીયા, લીફટ વોશરૂમ, ટોઈલેટ, પીવાના પાણીના સ્થળો, વિગેરે જગ્યાઓને દર રોજ ઉપયોગમાં લીધા બાદ ડિસ ઈન્ટેકટ કરવાની રહેશે.

(૯) કામદારો/કર્મચારીઓ કે જેઓ બહારથી ફેકટરીમાં કામ કરવા આવે છે તેઓ માટે સ્પેશીયલ ટ્રાન્સપોર્ટ વાહન ઉપલબ્ધ કરાવવું પડશે અને આવા વાહનો ૩૦ થી ૪૦ ટકા કેપીસીટી મુજબના પેસેન્જર માટે માન્ય રહેશે.

(૧૦) દરેક એન્ટ્રી અને એકઝીટ પોઈન્ટ પાસે હેન્ડ વોશ અને સેનીટાઈઝર ફરજિયાત રાખવાના રહેશે.

(૧૧) સદર એ કમોમાં અતિ આવશ્યક સિવાયના કોઈપણ મુલાકાતી પ્રતિબંધિત રહેશે..

(૧૨) ઉદ્યોગો/એકમો, કારખાના, ઓફિસો અને કાર્યસ્થળોમાં દાખલ થતા દરેક વાહનો અને મશીનરીનેએ દ્વારા ફરજિયાત ડીસઈન્ટેકટ કરવાના રહેશે.

(૧૩) હોટસ્પોટ અને સંક્રમિત વિસ્તાર તરીકે જાહેર કરેલા વિસ્તાર માંથી કર્મચારી/કામદારો આવી શકશે નહીં. તથા ત્યાં અગાઉ આવા વિસ્તારોમાં ઔદ્યોગિક એકમોને મળેલ મંજુરી આપોઆપ રદ થયેલી ગણાશે.

(૧૪) જાહેર જગ્યાઓ ઉપર થુંકવા બદલ દંડની શિક્ષા કરવામાં આવશે.

ઉપરાંત ભારત સરકારના ગૃહ મંત્રાલયના તા. ૧૫/૦૪/૨૦૨૦ના જાહેરનામા આ સાથે સામેલ સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસીજરના જોડાણ (૧) અને (૨)ની તમામ અમલવારી કરવાની રહેશે તથા સરકારશ્રીની વખતો વખતની સુચનાઓનું પણ ચુસ્ત પાલન કરવાનું રહેશે.

મુકિતપાસ મેળવવાની કાર્યપધ્ધતિ:-

મામલતદાર અને એકઝીક્યુટીવ મેજીસ્ટ્રેટને આ જાહેરનામાથી ઉક્ત એકમોના કારીગરો

કામદારો/કર્મચારીઓના વાહનોના મુકિત પાસ આપવા માટે ઈન્સીડન્ટ કમાન્ડર તરીકે નિમણુંક કરવામાંઆવે છે. આ માટે આવા એકમોએ https:www.digitalgujarat.gov.in વેબસાઈટમાં રજીસ્ટ્રેશન

કરી સંબંધિત તાલુકાના મામલતદાર શ્રી અને ઈન્સીડન્ટ કમાન્ડર શ્રી પાસેથી મુકિતપાસ મેળવી શકશે.

વિસ્તાર:-

આ જાહેરનામુ સમગ્ર આણંદ જિલ્લામાં લાગુ પડશે.

અપવાદ: ખંભાત નગર પાલિકા વિસ્તાર, ઉમરેઠ નગર પાલિકા વિસ્તાર, હાડગુડ ગ્રામ પંચાયત વિસ્તાર, નવાખલ ગ્રામ પંચાયત વિસ્તાર, પાધરિયા વિસ્તાર (આણંદ નગર પાલિકા વોર્ડ નં. ૫) વિસ્તારોમાં રોગચાળો અટકાવવા હેતુ આવશ્યક ચીજ વસ્તુઓ સિવાય ઉપરોક્ત વર્ણવેલ કોઈપણ મુકિત મળવાપાત્ર થશે નહી.)

સમયગાળો:– આ જાહેરનામુ આજ તા.૨૦/૦૪/૨૦૨૦થી અન્ય હુકમ ન થાય ત્યાં સુધી અમલમાં રહેશે.

શિક્ષાઃ- આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર સામે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટની કલમ-૫૧થી ૫૮ તેમજ ભારતીય ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ (સને ૧૮૬૦નો અધિનિયમ-૪૫ ની કલમ-૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર થશે. આ હુકમ અન્વયે આણંદ જિલ્લામાં ફરજ બજાવતા નાયબ પોલીસ અધિક્ષકશ્રીથી પાંચ વર્ષથી વધુ સેવામાં હોય તેવા પોલીસ કોન્સ્ટબલ સુધીનો હોદ્દો ધરાવનાર તમામ અધિકારીશ્રીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો વિરૂધ્ધ ફરીયાદ દાખલ કરવા અધિકૃત કરવામાં આવે છે.

Related posts

ગ્રામ પંચાયતના સરપંચની ચૂંટણી લડતા ઉમેદવારો માટે ચૂંટણી ખર્ચની મર્યાદા નિયત કરાઈ

Charotar Sandesh

આણંદ અને મોરબીમાં અકસ્માતની ઘટના, આણંદમાં બે બાળકો સહિત ૩ના કરૂણ મોત

Charotar Sandesh

આણંદ જિલ્લામાં નાગરીકોના આરોગ્ય સાથે ચેડા કરતી પેઢીઓ સામે કાયદેસરની કાર્યવાહી : રૂ. ૭.૮૦ લાખનો દંડ

Charotar Sandesh