કોરોના પોઝીટીવ દર્દીઓ પૈકી કુલ ૪ દર્દીઓ ઓક્સિજન ઉપર છે, જ્યારે અન્ય ર૭ દર્દીઓ હાલ સામાન્ય છે…
આણંદ : આણંદ જિલ્લામાં લોકલ ટ્રાન્સમીશનથી કોરોના પોઝિટિવ કેસોમાં વધારો થઇ રહ્યો હતો, ત્યારે આણંદ જિલ્લામાં કોરોનાની કુલ સંખ્યા ૩૭ થવા પામી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, આણંદ જિલ્લામાં લોકલ ટ્રાન્સમિશનથી આજે વધુ ચાર કેસ પોઝીટીવ આવેલ છે, જેમાં ઉમરેઠમાં વ્હોરવાડ વિસ્તારમાંં બે પુરુષો તેમજ ખંભાતના દાંતારરવાડામાં ર મહિલાનો રિપોર્ટ પોઝીટીવ આવતા કાર્યવાહી હાથ ધરાઈ છે.
કોવીડ ૧૯ના આણંદ જિલ્લામાં કુલ ૩૭ પોઝીટીવ કેસ મળી આવેલ છે, જેમાં ર૦ દર્દીઓ સીવીલ હોસ્પીટલ આણંદ ખાતે તેમજ ૯ દર્દીઓ શ્રી ક્રિષ્ના હોસ્પિટલ, કરમસદ ખાતે તથા ૧ દર્દી એન.ડી.દેસાઈ હોસ્પિટલ નડીઆદ ખાતે તેમજ ૧ દર્દી એસવીપી હોસ્પિટલ અમદાવાદ ખાતે આયસોલેશન વોર્ડમાં સારવાર હેઠળ છે. આરોગ્ય તંત્ર દ્વારા તમામ કન્ટેનમેન્ટ ઝોનમાં સર્વેલન્સનીી કામગીરી ચાલી રહી છે.
નોંધનીય છે કે, રાજ્યમાં છેલ્લા દશેક દિવસથી ગુજરાતમાં લોકલ ટ્રાન્સમીશનથી કોરોના પોઝિટિવ કેસોમાં વધારો થઇ રહ્યો હતો. જેથી સરકાર દ્વારા તમામ જિલ્લાઓના વહીવટીતંત્રને અદ્યતન સુવિધા ધરાવતી હોસ્પિટલ કોરોના માટે અનામત રાખવા સહિતના પગલા ભરવા સૂચના આપી હતી. દરમ્યાન આજે સવારે વધુ બે કેસો પોઝીટીવ આવતાં જિલ્લાનું વહીવટી અને આરોગ્ય તંત્ર હરકતમાં આવી ગયું હતું અને જણાવાયું છે કે, ગભરાવાની જરૂર નથી, પણ સાવચેત રહેેવાની જરૂર છે.