Charotar Sandesh
ઈન્ડિયા

ઔરંગાબાદ નજીક કરૂણાંતિકા : રેલવે ટ્રેક પર સૂતાં પ્રવાસી શ્રમિકોને ટ્રેને કચડયા : ૧૭નાં મોત…

ફલાયઓવરની પાસે પાટાઓ પર ઊંઘી રહેલા ૧૭ પ્રવાસી શ્રમિકોના ઘટનાસ્થળે જ મોત થયા...

કોરોનાના કહેર વચ્ચે દેશમાં અન્ય દુર્ઘટનાઓનો સિલસિલો ચાલુ: મહારાષ્ટ્રના ઔરંગાબાદ નજીક કરૂણાંતિકા…

ઔરંગાબાદ : મહારાષ્ટ્રના ઓરંગાબાદમાં પાટા પર ઊંઘી રહેલા પ્રવાસી શ્રમિકો પરથી ટ્રેન પસાર થવાના કારણે તેમના મોત થયા છે.

મળતી જાણકારી મુજબ તમામ લોકો રેલવે ટ્રેક પર ઊંઘી રહ્યા હતા. આ દુર્ઘટના ઔરંગાબાદ જાલના રેલવે સ્ટેશન લાઇન પર થઈ. કરમાડ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. મળતી જાણકારી મુજબ આ ઘટના ઔરંગાબાદ-જાલના રેલવે લાઇન પર શુક્રવાર સવારે ૬:૩૦ વાગ્યે બની. ફલાયઓવરની પાસે પાટાઓ પર ઊંઘી રહેલા ૧૭ પ્રવાસી શ્રમિકોના ઘટનાસ્થળે જ મોત થયા છે. આ દુર્ઘટનામાં ચાર મજૂર ગંભીર રીતે દ્યાયલ થયા છે. આ તમામ લોકો એક ખાનગી કંપનીમાં કામ કરતા હતા અને MIDC ઔરંગાબાદ જઈ રહ્યા હતા. મળતી માહિતી મુજબ દિવસભરના સફર બાદ તેઓ રાત્રે આરામ કરવા માટે ટ્રેક પર ઊંઘતા હતા.

અધિકારીઓએ જણાવ્યું કે આ દુર્ઘટના માલગાડી પસાર થયા બાદ થઈ. આ પહેલા મધ્ય પ્રદેશના ઉજ્જૈન જિલ્લામાં ઉન્હેલ-મોહનપુરા માર્ગ પર બુધવાર વહેલી પરોઢે એક ઓવરસ્પીડ ટ્રકે રસ્તા કિનારે સૂતી એક મહિલા સહિત ત્રણ મજૂરોને કચડી દીધા હતા. લોકડાઉનથી બેરોજગાર થયેલા આ મજૂરો સરકાર દ્વારા બસોથી જૈસલમેર (રાજસ્થાન)થી ઉજ્જૈન લાવવામાં આવ્યા હતા અને અહીંથી બીજા વાહનોમાં પોતાના ગામ મોહનપુરા તરફ જઈ રહ્યા હતા.

દુર્ઘટના અંગે રેલવેએ નિવેદન જાહેર કરીને જણાવ્યું કે, ટ્રેકમાં કેટલાક મજૂરોને જોઈને પાયલટે ટ્રેનને રોકવાના પ્રયાસ કર્યા હતા પરંતુ ત્યાં સુધી બહું મોડું થઈ ગયું હતું. દુર્ઘટના બદનાપુર અને કરમાડ સ્ટેશનની વચ્ચે પરભાની-મનમાડ સેક્શનની છે. ઈજાગ્રસ્તોને ઔરંગાબાદ સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

તમામ મજૂરો એક સ્ટીલ ફેક્ટ્રીમાં કામ કરત હતા. મજૂરો ઔરંગાબાદથી તેમના ગામે જતી ટ્રેન પડકીને જાલનાથી ઔરંગાબાદ પગપાળા જઈ રહ્યા હતા. મોડી રાત થઈ જતા બધા આરામ કરવા માટે પાટા પર ઊંઘી ગયા હતા. સવારે આ જ પાટા પરથી માલગાડી પસાર થઈ જતા 14 મજૂરો તેની ચપેટમાં આવી ગયા હતા.

Related posts

દેશમાં ૨૪ કલાકમાં ૩૭૨૨ પોઝિટિવ કેસ : ૧૩૪ના મોત…

Charotar Sandesh

જમ્મુ કાશ્મીરના પૂંછમાં મિની બસ ખાઈમાં ખાબકી : ૧૧ના કરૂણ મોત, ૨૦થી વધુ ઘાયલ

Charotar Sandesh

દિલ્હી સરકારનો લોકડાઉન કરવાનો કોઈ ઇરાદો નથીઃ સિસોદિયાની સ્પષ્ટતા…

Charotar Sandesh