Charotar Sandesh
વર્લ્ડ

અમેરિકા આકરા પાણીએઃ ટ્રમ્પે ચીન સાથે વ્યાપાર સમજૂતી માટે સ્પષ્ટ ઇન્કાર કર્યો…

અમેરિકાએ ચીનને વ્યાપાર સમજૂતીનું પાલન ન કરવા પર ગંભીર પરિણામ ભોગવવાની ચેતવણી આપી

USA : ચીનથી ફેલાયેલ વૈશ્વિક મહામારી કોરોના વાયરસે આખી દુનિયાને હચમચાવી દીધી છે. કોરોનાની સૌથી વધુ અસર અમેરિકામાં જોવા મળી છે. કોરોના વાયરસના કારણે અમેરિકાની અર્થવ્યવસ્થા પર પણ માઠી અસર થઈ છે. તેથી અમેરિકા અને ચીન વચ્ચે સંબંધો ફરી એકવાર વણસ્યા છે. આ પરિસ્થિતિઓ વચ્ચે એવી માહિતી મળી છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન સાથે વ્યાપાર સમજૂતી અંગે ચર્ચા કરવાથી હવે સ્પષ્ટ ઇન્કાર કર્યો છે. એક દિવસ પહેલા અમેરિકાએ બેઇજિંગને વ્યાપાર યુદ્ધ સમાપ્ત કરવા માટે આ વર્ષની શરૂઆતમાં થયેલ સમજૂતીનું સન્માન ન કરવા પર ‘ખૂબ જ ગંભીર પરિણામ’ ભોગવવાની ચેતવણી આપી હતી.

રિપોર્ટ મુજબ હોંગકોંગના એક મીડિયા રિપોર્ટમાં કહ્યું કે ચીન ફરીથી વેપાર સમજૂતી કરવા અંગે વાતચીત કરવા માંગે છે. ત્યારે ટ્રમ્પને આ અંગે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે,‘નાપક્યારે નહીંપઅમુક હદ સુધી પણ નહીં જપમને કોઈ દિલચસ્પી નથી. અમે સમજૂતી પર હસ્તાક્ષર કર્યા છે. આ અંગે મે પણ સાંભળ્યું છે કે તેઓ તેમના માટે વધુ સારી વેપાર સમજૂતી માટે ટ્રેડ પ્રક્રિયા પર ચર્ચા કરવા માંગે છે.’

રિપોર્ટ પ્રમાણે અમેરિકાના નાણાપ્રધાન સ્ટીવન મ્નુચિને ૪ મેના રોજ ચેતવણી આપી હતી કે જો ચીન વેપાર સમજૂતીનું સન્માન નહીં કરે તો તેણે ગંભીર પરિણામ ભોગવવા પડશે. આ સિવાય ટ્રમ્પે પણ કહ્યું હતું કે ચીને સમજૂતીનું સન્માન નથી કર્યું અને કોરોના વાયરસ મહામારીને જોતા સમજૂતીની જોગવાઈનું પાલન નહીં કર્યું તો તેઓ આને રદ કરી દેશે. આપણે જણાવી દઈએ કે અમેરિકા અને ચીન વચ્ચે જાન્યુઆરીમાં થયેલ આ સમજૂતી હેઠળ બેઇંજિંગે ૨૦૨૦-૨૧માં ઓછામાં ઓછા ૨૦૦ અબજ ડોલરથી વધુના અમેરિકી પ્રોડક્ટ અને સર્વિસઝની ખરીદ કરવા સંમતિ દાખવી હતી.

  • Naren Patel

Related posts

મોદી ઈચ્છે તો કાશ્મીર મુદ્દા પર અમે મધ્યસ્થી બનવા તૈયાર : ડોનાલ્ડ ટ્રમ્પ

Charotar Sandesh

રશિયા દુનિયાનો સૌથી બદનામ દેશ બન્યો : વિશ્વના દેશોએ પ્રતિબંધો લગાવ્યા

Charotar Sandesh

ટેસ્લાના માલિક એલન મસ્ક ફરી દુનિયાના સૌથી અમીર વ્યક્તિ બન્યા…

Charotar Sandesh