Charotar Sandesh
ગુજરાત

રેડ ઝોન અમદાવાદમાં થોડીઘણી છૂટ મળતાં જ શાકભાજી-અનાજ-કરીયાણુ ખરીદવા લોકોએ દોટ મુકી…

અમદાવાદ : શાકભાજી, ફળફળાદી, કરીયાણુ વેચવા આજે સવારે ૮ વાગ્યાથી અપાયેલી છૂટ પૂર્વે જ અમદાવાદીઓએ જરૂરી ચીજવસ્તુઓ ખરીદવા દોટ મુકતા શહેરના રાજમાર્ગો પર જબરી ચહલપહલ જોવા મળી હતી. લોકો દુકાન ખૂલે તે પહેલા જ ખરીદી માટે પહોંચ્યા હતા. ઠેર ઠેર ખરીદી માટેની લાઈનો જોવા મળી હતી. જે દરમિયાન સામાજિક અંતર રાખી શકાયુ ન હતું. લોકોએ જરૂર કરતા પણ વધુ સ્ટોકનો સંગ્રહ કરી લીધો હોવાનું પણ જાણવા મળે છે.

શહેરમાં આજે સવારે ૮ થી ૧૧ દરમિયાન મહિલાઓ અને બાળકોને ખરીદી કરવા અને તે પછી ૧૧ વાગ્યાથી પુખ્તવયના પુરૂષોને ખરીદી કરવા જવાની છૂટ આપવામાં આવી હતી. એવી સૂચના પણ આપવામાં આવી હતી કે કોઈ જગ્યાએ ભીડ ન થાય અને સોશ્યલ ડીસ્ટન્સીંગનું ચૂસ્તપણે પાલન થાય પરંતુ આ દિશાનિર્દેશોનો અનેક સ્થળોએ ભંગ થયાનું જણાતુ હતું.

સરકારની અપીલ હોવા છતા પણ લોકોએ જરૂરીયાત કરતા વધુ વસ્તુઓની ખરીદી કરી હતી. લોકોમાં પેનીક હોવાથી વધુ ખરીદી કરવામાં આવી હતી. લોકોએ આજે શાકભાજી, ફળ, અનાજ કરીયાણુ સહિતની ચીજવસ્તુઓની મોટાપાયે ખરીદી કરી હતી. આજે સવારે ૭ વાગ્યાથી જ જબરી ચહલપહલ જોવા મળી હતી. શહેરીજનો પોતપોતાના વાહનોમાં જરૂરી ચીજવસ્તુઓ ખરીદી કરવા નિકળી પડતા શહેરમાં આજે ધમધમાટ જોવા મળ્યો હતો. જે રસ્તાઓ સુમસામ ભાસતા હતા ત્યાં આજે વાહનોની ઘરઘરાટી અને વાહનો દોડતા નજરે પડયા હતા.

Related posts

વિલે પારલા હરિજન સમાજ પંચાયત તરફથી સમસ્ત હરિજન જ્ઞાતિબંધુઓ દ્વારા જાહેર ભંડારો યોજાશે

Charotar Sandesh

લગ્નપ્રસંગમાં ફાયરિંગ કરતાં ૧ વ્યક્તિનું મોત,૧ ઘાયલ…

Charotar Sandesh

અરવલ્લીમાં ચૂંટણી બહિષ્કારનો એક મુદ્દો : ‘ઈન્ટરનેટની સ્પીડ નહીં તો વૉટ નહી’

Charotar Sandesh