મુંબઈ : ચોકલેટ બોય રણબીર કપૂર ઘણો રોમાન્ટિક છે. દીપિકા પદૂકોણ અને કેટરિન કૈફ સાથે તેનો રોમાન્સ ચાલતો હતો. આ દિલફેંક હીરોનો જવાની દિવાનીમાં એક કિસિંગ સીન હતો ત્યારે તે બેકાબુ બની ગયો હતો પરંતુ તે હિરોઇન દીપિકા પાદૂકોણ ન હતી. એ હિરોઇન હતી એવલિન શર્મા. ડાયરેક્ટરે કટ કહ્યું ત્યાર પછી પણ રણબીર એવલિનને કિસ કરતો જ રહ્યો. તેને થોડી વાર પછી ખ્યાલ આવ્યો કે સીનમાં કટ થઈ ચૂક્યું છે. જોકે રણબીર સાથે સંકળાયેલા લોકોનું કહેવું છે કે તે સીન સાથે એટલો મગ્ન થઈ ગયો હતો કે તેને ડાયરેક્ટરનો કટનો અવાજ જ સંભળાયો ન હતો. જર્મન મોડેલ અને બોલિવૂડની હિરોઇન એવલિન શર્માએ ફ્રોમ સિડની વિથ લવથી તેની કરિયરની શરૂઆત કરી હતી. તેણે યારિયા, હિન્દી મિડિયમ, જબ હૈરી મેટ સેજલ જેવી ફિલ્મોમાં અભિનય કર્યો છે પણ તેની ખાસ ઓળખ બની શકી નહીં.