Charotar Sandesh
ગુજરાત

અન્ય રાજ્યોમાંથી ગુજરાત આવનાર પ્રવાસીઓ માટે સરકારે જાહેર કરી એડવાઈઝરી…

ગાંધીનગર : આજથી સમગ્ર દેશમાં ડોમેસ્ટિક વિમાન સેવાની શરૂઆત થઈ ગઈ છે. ગુજરાતમાં પણ ૩ એરપોર્ટ પર ઘરેલુ વિમાનસેવા કાર્યરત કરાઈ છે. અમદાવાદ, સુરત અને વડોદરાથી ફ્લાઈટ ઓપરેશનની શરૂઆત થઈ છે. ગુજરાત સરકારે આંતરરાજ્ય મુસાફરી કરી રહેલા પ્રવાસીઓ માટે એક ખાસ એડવાઈઝરી બહાર પાડી છે જે મુજબ ડોમેસ્ટિક વિમાની સેવા, રેલવે કે બસ દ્વારા આંતરરાજ્ય મુસાફરી કરતા કોરોનાના કોઈ જ લક્ષણો નહીં ધરાવતા પ્રવાસીઓ સીધા જ ઘરે જઈ શકશે.

ઘરેલુ વિમાની સેવા, ટ્રેન કે બસ દ્વારા આંતરરાજ્ય મુસાફરી કરતા જે પ્રવાસીઓમાં કોરોનાના કોઈ જ લક્ષણો નહીં હોય તેવા પેસેન્જરો સીધા જ પોતાના ઘરે જઈ શકશે, પરંતુ આવા આંતરરાજ્ય મુસાફરોએ ૧૪ દિવસ સુધી પોતાના લક્ષણોનું સ્વનિરીક્ષણ કરવું જરૂરી રહેશે. એ દરમિયાન જો કોરોનાના કોઈ લક્ષણો દેખાય તો તેમણે તાત્કાલિક જિલ્લા સર્વેલન્સ ઓફિસરને જાણ કરવાની રહેશે. અથવા તો રાજ્ય કે રાષ્ટ્રની હેલ્પલાઇન ૧૦૪ કે ૧૦૭૫ પર સંપર્ક કરવાનો રહેશે.

ભારત સરકારના આરોગ્ય વિભાગે બહાર પાડેલી માર્ગદર્શિકાને ટાંકીને રાજ્યના આરોગ્ય અગ્રસચિવ ડૉ. શ્રીમતી જયંતી રવિએ આ અંગે જણાવ્યું હતું કે, કોઈપેસેન્જર સિમ્પ્ટોમેટિક જણાશે તો તેમને તરત જ આઈસોલેટ કરીને નજીકના આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવશે અને તરત જ વધુ તપાસણી હાથ ધરવામાં આવશે. જે પેસેન્જર્સને સામાન્ય અથવા તો ગંભીર સિમ્પ્ટમ્સ દેખાશે તેમને સઘન સારવાર માટે કોવિડ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવશે. જે પેસેન્જરોને હળવા સિમ્પ્ટમ્સ જણાશે તેમને હોમ આઈસોલેશન અથવા તો કોવિડ કેર સેન્ટરમાં આઈસોલેશનનો વિકલ્પ આપવામાં આવશે. સરકારી કે ખાનગી ક્વૉરેન્ટાઈન પછી આઇસીએમઆર ના પ્રોટોકોલ મુજબઆગળની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.આઈસોલેશનના સમયગાળા દરમિયાન આવા પેસેન્જરો જો પોઝિટિવ જણાશે તો તેમને ક્લિનિકલ પ્રોટોકોલ મુજબ કોવિડ કેર સેન્ટરમાં રાખવામાં આવશે.
ડૉ.જયંતી રવિએ જણાવ્યું હતું કે, તમામ એરપોર્ટ, રેલવે સ્ટેશન અને બસ ટર્મિનલ્સ ઉપર અને ફ્લાઈટમાં, ટ્રેનમાં અને બસમાં કોવિડ-૧૯ સંદર્ભે અને સાવચેતીનાં પગલાં માટે જરૂરી એનાઉન્સમેન્ટ સતત કરવામાં આવશે. તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ દરેક પેસેન્જર્સ નું બોર્ડિંગ પહેલાં ફરજિયાત થર્મલ સ્ક્રિનિંગ કરવાનું રહેશે. એસિમ્પ્ટોમેટિક પેસેન્જર્સને જ માત્ર ફ્લાઈટસ, ટ્રેન કે બસમાં મુસાફરી કરવાની પરવાનગી આપવામાં આવશે.

Related posts

ગુજરાતમાં વરસાદે લીધો બ્રેક, રાજ્યમાં સરેરાશ ૪૪ ટકા વરસાદની ઘટ…

Charotar Sandesh

કોરોના સંકટ : શું અમદાવાદ બીજુ “વુહાન” બનવા જઇ રહ્યું છે….?! અમદાવાદમાં આંકડો ૧૧૯૨…

Charotar Sandesh

કોરોનાનું સંક્રમણ વધતા ઓક્સીમીટરની માંગમાં ૫૦ ટકાનો વધારો…

Charotar Sandesh