Charotar Sandesh
ઈન્ડિયા

મોટી સફળતા : પુલવામા જેવો મોટો આતંકી હુમલો ટળ્યો : ષડયંત્ર નિષ્ફળ, IED ભરેલી કાર ઝડપાઈ…

જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળોને મોટી સફળતા : કારમાંથી ભારે માત્રામાં શસ્ત્રો – આઇઇડી બોમ્બનો જથ્થો ઝડપાયો…

શ્રીનગર : જમ્મુ કાશ્મીરમાં ફરી વખત પુલવામાં જેવો આંતકી હુમલો થવાનો હતો.પરંતુ સેનાના જવાનોને કારણે આતંકીઓની યોજના નિષ્ફળ નિવડી છે. સેન્ટ્રો કારમાં IED બોમ્બ પ્લાન્ટ કરવામાં આવ્યો હતો. જેની સમયસર સેનાના જવાનોને જાણ થઈ અને તેમણે બોમ્બ ડિસ્પોઝવલ સ્કોડની મદદ લઈને બોમ્બ ડિફયુઝ કરાવ્યો હતો.

પુલવામા પોલીસ, સીઆરપીએફ અને સૈન્ય દ્વારા સમયસર ઇનપુટ અને કાર્યવાહીથી IED વિસ્ફોટ થવાની મોટી ઘટના ટળી છે.  કાર જે આતંકી ચલાવી રહ્યો હતો ત્યાં ગોળીબારી થતા તે ઘટના સ્થળથી ફરાર થઈ ગયો હતો. અને પુલવામાંના રજપુરા રોડ પાસે શાદીપુરામાં પોલીસ, સીઆપીએફ અને આર્મી દ્વારા ગાડીને કબ્જે કરવામાં આવી હતી.

મહત્વનું છે કે ગત વર્ષે પુલવામાં જે હુમલો થયો હતો. તેમાં ૪૫ સીઆરપીએરના જવાનો શહીદ થયા હતા ત્યારબાદ પણ આતંકી દ્વારા ઘણા મોટા હુમલાઓની યોજના બનાવામાં આવી પરંતુ સેના દ્વારા તેમની એક પણ યોજના હવે સફળ નથી રહેતી. સાથે જ જે પણ આતંકીઓ કાશ્મીરમાં છુપાયા છે. તેમને સેના દ્વારા શોધીને ઠાર કરવામાં આવી રહ્યા છે. જમ્મુ-કાશ્મીરનાં પુલવામા જિલ્લામાં ફરી એકવાર સુરક્ષાદળો પર કારમાં આઈઈડી ભરીને હુમલો કરવાની મોટું કાવતરું કરવામાં આવ્યુ હતુ, જે હવે નિષ્ફળ કરવામાં આવ્યું છે. પુલવામાનાં આઈનગુંડ વિસ્તારમાં સુરક્ષા દળોએ સેન્ટ્રો કારમાં આઈઈડીને લઇને જઇ રહેલાને ઝડપી લીધા છે. જે વાહનમાં આ આઈઈડી મળી છે તે નંબર પ્લેટ પર કઠુઆનો નંબર લખેલો છે.  જમ્મુ-કાશ્મીરમાં પુલવામા જેવા આતંકી હુમલાનાં કાવતરાને સુરક્ષા દળોએ નિષ્ફળ બનાવ્યો છે. અહીં પુલવામા નજીક સેન્ટ્રો કારમાં આઈઈડી પ્લાન્ટ લગાવવામાં આવ્યો હતો, જેને સમયસર ઓળખી લેવામાં આવ્યો. બોમ્બ ડિસ્પોઝલની ટુકડીએ આ બોમ્બને સમયસર નિષ્ફળ બનાવ્યો હતો. પુલવામા પોલીસ, સીઆરપીએફ અને આર્મીએ સાથે મળીને કાર્યવાહી કરતાં આ વાહનની ઓળખ કરી હતી અને તેમાં આઈઈડી હોવાનું શોધી કાઢ્યું હતું. ત્યારબાદ બોમ્બ ડિસ્પોઝલની ટુકડી બોલાવવામાં આવી અને આખરે આ આઈઈડી બ્લાસ્ટને ટાળી દેવામાં આવ્યો.

Related posts

ઉદ્ધવે PM મોદી પર નિશાન સાધ્યુંઃ હિંમત હોય તો અમારી સરકારને તોડી પાડો

Charotar Sandesh

આખરે… ૨૦મીએ નિર્ભયાનાં દોષિતો ફાંસીનાં માંચડે લટકશે, મળશે ન્યાય..!!

Charotar Sandesh

મુંબઇમાં ઇમારત તુટી પડતા ૧૨ના મોત : ડોંગરી વિસ્તારની ઘટના

Charotar Sandesh