Charotar Sandesh
ગુજરાત

વેસ્ટર્ન રેલ્વે દ્વારા ૧ જૂનથી ગુજરાતમાંથી ૩૪ ખાસ ટ્રેનો શરૂ કરવામાં આવશે…

કેન્દ્ર દ્વારા ૧ જૂનથી દેશભરમાં ટ્રેનો દોડાવવાની જાહેરાત…

અમદાવાદ : કેન્દ્ર સરકારના મંત્રાલય દ્વારા ૧ જૂનથી દેશભરમાં ટ્રેનો દોડાવવાની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે ગુજરાતમાંથી પણ ટ્રેનો શરૂ થશે. વેસ્ટર્ન રેલ્વે દ્વારા ૧ જૂનથી ગુજરાતમાંથી ૩૪ જેટલી ખાસ ટ્રેનો શરૂ કરવામાં આવશે. વેસ્ટર્ન રેલ્વે દ્વારા આ ખાસ ટ્રેનોની માહિતી રાજ્ય સરકારને આપવામાં આવી છે. આ ટ્રેનોમાં દક્ષિણ ગુજરાતને સૌથી વધુ ૨૪ ટ્રેનોનો લાભ મળશે. મુંબઈ સેન્ટ્રલ અને અમદાવાદ વચ્ચે પણ એક ટ્રેન દોડાવવાની જાહેરાત કરાઈ છે. આ ૩૪ ટ્રેનોમાં ગુજરાતમાંથી પસાર થતી ટ્રેનો પણ છે. ત્યારે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરીને મુસાફરોને ટ્રેનમાં પ્રવેશ આપવામાં આવે તેવી ખાસ સૂચના આપવામાં આવી છે.

કઈ ૩૪ ટ્રેનો ગુજરાતમાંથી દોડશે…
ટ્રેન નંબર ઉપડશે જશે સ્ટોપેજ
૦૨૪૮૦ બાન્દ્રા જોધપુર સુરત-અંકલેશ્વર
૦૨૪૭૯ જોધપુર બાન્દ્રા અંકલેશ્વર-સુરત
૦૨૯૩૩ મુંબઈ સેન્ટ્રલ અમદાવાદ વાપી, વલસાડ, સુરત, ભરૂચ
૦૨૯૩૪ અમદાવાદ મુંબઈ સેન્ટ્રલ ભરૂચ, સુરત, વલસાડ, વાપી
૦૯૦૪૫ સુરત છાપરા સુરત, ઉધના, વ્યારા
૦૯૦૯૬ છાપરા સુરત વ્યારા, ઉધના, સુરત
૦૯૦૪૧ બ્રાન્દ્રા ગાઝીપુર વીકલી વાપી, વલસાડ, ભરૂચ
૦૯૦૪૨ ગાઝીપુર બ્રાન્દ્રા ભરૂચ, વલસાડ, વાપી
૦૯૦૩૭ બાન્દ્રા ગોરખપુર વાપી, વલસાડ, સુરત, અંકલેશ્વર
૦૯૩૮ ગોરખપુર બાન્દ્રા વાપી, વલસાડ, સુરત, અંકલેશ્વર
૦૯૩૯ બાન્દ્રા મુઝફ્ફર વાપી, વલસાડ, સુરત, અંકલેશ્વર
૦૯૪૦ મુઝફ્ફર બાન્દ્રા સુરત
૦૨૯૦૩ મુંબઈ સેન્ટ્રલ અમૃતસર સુરત
૦૨૯૦૪ અમૃતસર મુંબઈ સેન્ટ્રલ વાપી, વલસાડ, સુરત, ભરૂચ, નવસારી
૦૨૯૨૫ બાન્દ્રા અમૃતસર વાપી, વલસાડ, સુરત, ભરૂચ
૦૨૯૨૬ અમૃતસર બાન્દ્રા વાપી, સુરત, અંકલેશ્વર
૦૨૯૫૫ મુંબઈ જયપુર ભરૂચ, સુરત, ઉધના, બારડોલી, મઢી, વ્યારા
૦૨૯૫૬ જયપુર મુંબઈ સેન્ટ્રલ વ્યારા, મઢી, બારડોલી, ઉધના, સુરત, ભરૂચ
૦૨૮૩૩ અમદાવાદ હાવરા સુરત
૨૮૩૪ હાવરા અમદાવાદ સુરત
૦૯૦૮૩ અમદાવાદ મુઝફ્ફરપુર સુરત
૦૯૦૮૪ મુઝફ્ફપુર અમદાવાદ સુરત
૦૯૦૮૯ અમદાવાદ ગોરખપુર સુરત
૦૯૦૯૦ ગોરખપુર અમદાવાદ સુરત

Related posts

Breaking : ગુજરાતના ચાર મહાનગરો થશે લોકડાઉન : સુરત, અમદાવાદ, વડોદરા, રાજકોટ લોકડાઉન…

Charotar Sandesh

સુરતથી ધારાસભ્ય કુમાર કાનાણીએ ગૃહરાજ્ય મંત્રીને લખ્યો પત્ર : હેલ્મેટ અને સીટબેલ્ટનો દંડ બંધ કરો

Charotar Sandesh

ટ્રમ્પને આવકારવા તડામાર તૈયારીઓ : યુએસથી આવનાર માટે 300 મોંઘીદાટ કાર તૈનાત રહેશે…

Charotar Sandesh