Charotar Sandesh
ઈન્ડિયા

મહારાષ્ટ્રમાં છેલ્લા ૨૪ કલાકમાં નવા ૨૬૮૨ કેસ, ૧૧૬ લોકોના મોત…

એક દિવસમાં સૌથી વધુ ૮,૩૮૧ સંક્રમિતો થયા સ્વસ્થ…

મુંબઇ : દેશભરમાં કોરોના વાઈરસના કેસો સતત વધી રહ્યાં છે, પરંતુ તેનો સૌથી વધુ પ્રકોપ મહારાષ્ટ્રમાં જોવા મળી રહ્યો છે. મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં દિનપ્રતિદિન વધી રહી છે, ત્યારે આજે ફરીથી એક વખત એક જ દિવસમાં કોરોનાથી મરણનો રેકોર્ડ તૂટી ચૂક્યો છે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૧૬ લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે, જ્યારે આજ સમયગાળા દરમિયાન ૨૬૮૨ નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમિતોની સંખ્યાઝડપથી વધવાનો ટ્રેન્ડ સતત ચાલી રહ્યો છે. જો કે રાહતની વાત એ છે કે, શુક્રવારે ૮૩૮૧ કોરોના સંક્રમિત દર્દીઓ સ્વસ્થ થઈને ઘરે પહોંચ્યાં છે. દેશમાં કોઈ પણ રાજ્યમાં આ એક દિવસમાં સ્વસ્થ થયેલા દર્દીઓનો સૌથી મોટો આંકડો છે.

મહારાષ્ટ્રમાં અનેક વિસ્તારો એવા છે, જ્યાંથી કોરોનાના સેંકડો કેસો દરરોજ સામે આવી રહ્યાં છે. સૌથી વધુ પ્રભાવિત મુંબઈ શહેર છે. સમગ્ર રાજ્યમાં સૌથી વધુ કેસો અહીંથી જ છે.

મહારાષ્ટ્રમાં હવે કુલ કોરોના કેસોની સંખ્યા ૬૨,૨૨૮ સુધી પહોંચી ચૂકી છે. જ્યારે રાજ્યમાં આ વાઈરસથી ૨૦૯૮ લોકોના મરણ થયા છે.

મહારાષ્ટ્રમાં છેલ્લા એક અઠવાડિયાની સ્થિતિ જોઈએ તો, અંદાજે ૧૬ હજાર કરતા વધુ કેસો સામે આવી ચૂક્યાં છે. જ્યારે એક સપ્તાહમમાં ૪૦૦થી વધુ લોકોના મરણ નોંધાયા છે. માત્ર મુંબઈમાં કોરોના વાઈરસથી ૩૪ હજાર કરતાં વધુ લોકો સંક્રમિત થઈ ચૂક્યાં છે, જ્યારે ૧૦૦૦ થી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. અત્યાર સુધી મહારાષ્ટ્રના ૩૬ જિલ્લાઓ કોરોનાથી પ્રભાવિત છે. સૌથી વધુ કોરોના કેસ મુંબઈમાં છે. જે બાદ ઠાણે અને પૂણેમાં પણ સૌથી વધુ કેસો સામે આવી રહ્યાં છે.

Related posts

અયોધ્યા વિવાદ ઃ સુપ્રીમે મધ્યસ્થતા સમિતિને ૧૫ ઓગસ્ટ સુધીનો સમય આપ્યો

Charotar Sandesh

લૉકડાઉન ૪.૦ઃ આરોગ્ય સેતુ એપના નિયમો સરળ બનાવાયા…

Charotar Sandesh

ભાજપ અને RSSને અનામત કાંટાની જેમ કૂચે છેઃ રાહુલ ગાંધી

Charotar Sandesh