આણંદ જિલ્લાના તારાપુર વટામણ હાઇવે પર ટ્રક ડ્રાઈવરો માટે પસાર થવું મુશ્કેલ બની ગયું છે…
આણંદ : ગુજરાતના આણંદ જિલ્લાના તારાપુર વટામણ હાઈવે મુસાફરો અને ટ્રક ડ્રાઇવરો માટે ડેન્જર ઝોન બનતો જાય છે. આ હાઈવે પરથી પસાર થવું મુશ્કેલ બની ગયું છે. હાઈવે પર છેલ્લા બે દિવસના ગાળામાં શૌચક્રીયા માટે કે પેટ્રોલ ભરવા ઉભા રહેલા ૬ જેટલા ટ્રક ડ્રાઇવરોને ઝાડીઓમાં ખેંચીને બેરહીપૂર્વક મારમારી રોકડ, દાગીના અને મોબાઈલ ફોનની લૂંટ ચલાવામાં આવી છે. આણંદ જિલ્લાના તારાપુર વટામણ હાઇવે પર ટ્રક ડ્રાઈવરો માટે પસાર થવું મુશ્કેલ બની ગયું છે.
પ્રાપ્ત વિગત અનુસાર જીવન જરૂરી અને અન્ય વસ્તુઓની હેરાફેરી કરતા ટ્રક ડ્રાઇવરોને લૂંટી લેવાના એક પછી એક છ જેટલા બનાવો બન્યા છે. ખાસ કરીને લૂંટારું ગેંગ રાત્રીના સમયે વધુ લોકોને નિશાન બનાવે છે.
નોંધનીય છે કે, ટ્રક ડ્રાઇવરોને પોલીસની મદદ ન મળતા જાતે જ વિડીયો વાયરલ કર્યો ? શૌચક્રીયા કે પેટ્રોલ પુરાવા ટ્રક ઉભી રાખનાર ડ્રાઈવરોને ખેંચી ઝાડીઓમાં લઈ જઈ આરોપીઓ દાગીના, રોકડ અને મોબાઈલ ફોનની લૂંટ ચલાવે છે. આ ઉપરાંત ડ્રાઈવરોને બેરહીમીથી માર પણ મારવામાં આવે છે. આરોપીઓ બંધકને બેહોશ કરવાના કેમિકલ પણ જોડે રાખે છે. વિડીયોમાં સ્થળ પર બેહોશ કરવાની શીશી, કપડાની થેલી,દોરીઓ વગેરે વસ્તુઓ જોવા મળે છે. આ ઘટના અંગે આણંદ જિલ્લા પોલીસે તપાસ શરૂ કરી છે.