Charotar Sandesh
ઈન્ડિયા

કેરળમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી : ૯ જિલ્લામાં યલો એલર્ટ…

  • કોરોના સંકટ અને અનલોક-૧ની વચ્ચે રાહતના સમાચારા, ખેડૂતો આનંદો… ૩ જૂને ચક્રવાતી વાવાઝોડું ગુજરાત-મહારાષ્ટ્ર સાથે અથડાશે…

  • ૩-૪ તારીખની વચ્ચે ચોમાસાના કારણે દાદરા નગર હવેલી, દમણ, દીવમાં પણ ભારે વરસાદ પડવાની શક્યતા

    કેરળમાં સમયસર આગમનથી મહારાષ્ટ્ર અને ગુજરાત સહિત ઉત્તર ભારતમાં ચોમાસુ વેળાસર આવશે,પ્રવાસી મજૂરોને ખેતીકામમાં રોજગારી મળવાની શક્યતા,આ વર્ષો ચોમાસુ સામાન્ય રહેશે…

તિરુવનંતપુરમ્‌ : કેરળમાં નૈઋત્યના ચોમાસાએ દસ્તક દઇ દીધી છે. હવામાન વિભાગના મતે દક્ષિણ-પશ્ચિમ મોનસૂન કેરળ પહોંચી ગયું છે. ૈંસ્ડ્ઢના ઉપ મહાનિર્દેશક આનંદ કુમાર શર્માએ કહ્યું કે આજે કેરળમાં ચોમાસાનું આગમન થયું. લો પ્રેશર સર્જાતા ૩-૪ તારીખની વચ્ચે દાદરા નગર હવેલી, નોર્થ કોંકણ, નોર્થ મધ્ય મહારાષ્ટ્ર, દીવ દમણમાં વરસાદ પડશે. અહીં લોકોએ સાવધાની રાખવી પડશે. ૨ જૂન અને ૫ જૂન વચ્ચે મહારાષ્ટ્ર અને ગુજરાતના તટ પર ઉંચા મોજા ઉછળે તેવી શક્યતા છે. તેની ઉંચાઈ ૧૨થી ૧૬ ફૂટ સુધીની હોઈ શકે છે. જ્યારે તેની સ્પીડ ૬૦થી ૯૦ કિમી પ્રતિ કલાકની રહેવાની શક્યતા છે. ત્યારપછી આ ઓછા દબાણવાળો વિસ્તાર નિસર્ગ ચક્રવાતમાં ફેરવાઈ જશે. હવામાન વિભાગ અનુસાર આ વર્ષે ચોમાસું સામાન્ય રહેશે.

ચોમાસાએ નક્કી કરેલા સમયે કેરલમાં એન્ટ્રી કરી છે. મહત્વનું છે કે કેરલમાં થોડા દિવસથી પ્રી મોનસૂન વરસાદ થતો રહ્યો છે. રાજધાની તિરૂવનંતપુરમમાં આજે ભારે વરસાદ થયો છે.

કેરલમાં ભારે વરસાદ સાથે ભારતીય હવામાન વિભાગએ રાજ્યનાં ૯ જિલ્લાઓને યલો એલર્ટ જારી કરી દીધેલ છે. હવામાન વિભાગે કરેલનાં તિરૂવનંતપુરમ, કોલ્લમ, પઠાનમથિટ્ટા, અલાપુઝ્‌ઝા, કોટ્ટાયમ, એર્નાકુલમ, ઇડુક્કી, મલપ્પુરમ અને કન્નૂર જિલ્લાઓમાં યલો એલર્ટ જારી કરી દીધેલ છે.

કેરલનાં મોટા ભાગનાં વિસ્તારોમાં ભારે વરસાદ પણ શરૂ થઇ ગયો છે જેને લીધે તાપમાનમાં ખૂબ મોટો ઘટાડો થયો છે. હવામાન વિભાગનાં જણાવ્યાં અનુસાર તિરૂવનંતપુરમમાં દિવસનું તાપમાન ૨૫ ડિગ્રી સુધી ચાલ્યું ગયું છે. કેરલનાં દક્ષિણ કિનારાનાં વિસ્તારો અને લક્ષદ્રીપમાં છેલ્લાં ચાર દિવસોથી સતત વરસાદ થઇ રહ્યો છે.
તમને જણાવી દઇએ કે હવામાન વિભાગે શનિવારનાં રોજ આને ચોમાસાં પહેલા વરસનારો વરસાદ કહ્યો હતો. જ્યારે હવામાન પૂર્વાનુમાન એજન્સી સ્કાઇમેટે એવો દાવો કર્યો હતો કે દક્ષિણ-પશ્ચિમી ચોમાસાંએ કેરલનાં કિનારા પર દસ્તક દઇ દીધું છે. જો કે, ભારતીય હવામાન વિભાગે સ્કાઇમેટનાં દાવાઓને ખારીજ કરતા કહ્યું હતું કે, હાલમાં પરિસ્થિતિઓ આવી જાહેરાત કરવા અનુકૂળ નથી.

ભારતીય હવામાન વિભાગનાં મહાનિર્દેશક મૃત્યુંજય મહાપાત્રાએ રવિવારનાં રોજ કહ્યું હતું કે, હજી સુધી ચોમાસું કેરલ નથી પહોંચ્યું. અમે નિયમિત રૂપથી તેની પર નજર બનાવી રાખી છે. ૧ જૂનનાં રોજ કેરલમાં ચોમાસું આવી જાય તેવું અનુમાન છે. ઉલ્લેખનીય છે કે આ પહેલાં પણ ભારતીય હવામાન વિભાગે પોતાનાં પૂર્વાનુમાનમાં કહ્યું હતું કે, કેરલમાં આ વખતે ચોમાસું મોડેકથી આવશે. હવામાન વિભાગે જણાવ્યું કે, કેરલમાં આ વર્ષે ચોમાસું ૫ જૂન સુધી આવી શકે છે.
ભારતમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસું દર વર્ષે જૂનથી લઇને સપ્ટેમ્બર સુધી ૪ મહીના સુધી રહે છે. સામાન્ય રીતે વરસાદ સૌથી પહેલાં કેરલમાં જ આવે છે. ત્યાર બાદ અલગ-અલગ રાજ્યો સુધી પહોંચે છે. ગયા વર્ષે અંડમાન-નિકોબારમાં ચોમાસું નક્કી કરેલી તારીખનાં બે દિવસ પહેલાં એટલે કે ૧૮ મેનાં રોજ આવી ગયું હતું પરંતુ તેની ગતિ ધીમી પડવાથી કેરલમાં મોડેકથી પહોંચ્યું હતું.

Related posts

ચોંકાવનારુ સંશોધન : કોરોનામાં સાજા થયા પછી ૮૭ ટકા લોકોનું જીવન સામાન્ય નથી…

Charotar Sandesh

નગરોટામાં માર્યા ગયેલા આતંકીઓ દેશમાં મુંબઇ જેવો હુમલો કરવા ઘૂસ્યા હતા…

Charotar Sandesh

ભારતની પ્રગતિથી વિશ્વના વિકાસને વેગ મળશે : વડાપ્રધાન મોદી

Charotar Sandesh