આર્થિક પ્રવૃતિઓ ધમધમવા લાગી, કરોડો લોકોને રાહત…
ટ્રેનો-બસોનો વ્યવહાર શરૃ,દુકાનો-બજારો-કારખાના વગેરેમાં ધમધમાટ, રાત્રે ૯ થી સવારે ૫ સુધી સંચારબંધી,૮મીથી મંદિરો, મલ્ટિપ્લેકસ, મોલ્સ, વગેરે ખુલશે…
નવી દિલ્હી : આખરે ૬૮ દિવસ બાદ જાણે કે સમગ્ર દેશ દોડતુ થયુ હોય, ધમધમતુ બન્યું હોય તેવા દ્રશ્યો આજે ઠેરઠેર જોવા મળ્યા હતા. કેરોના લોકડાઉન-૫ કે જેને અનલોક-૧ એવું નામ આપવામાં આવ્યું છે તેની ગાઇડલાઇન પ્રમાણે આજે ગુજરાત સહિત અંદાજે ૯૫ ટકા દેશ પુનઃ દોડવા લાગ્યો હતો.. અર્થતંત્રની ગાડી ધમધમાટ દોડવા લાગી હતી. જાણે કે કેદમાંથી છૂટ્યા હોય તેમ મોટા ભાગના લોકો બહાર નિકળ્યા હતા. કેન્દ્ર સરકારના આદેશ અનુસાર આજથી આખા દેશમાં મોટાભાગની આર્થિક પ્રવૃતિઓ શરૂ થઈ ગઈ છે. આજથી ’અનલોક ૧.૦’નો પ્રારંભ થયો છે. એ સાથે જ દેશભરમાં સુરક્ષા, સાવધાની, સોશ્યલ ડીસ્ટન્સીંગ સાથે બજારો, દુકાનો, સરકારી ઓફિસો, બેન્કો, પ્રાઈવેટ કંપનીઓ, ટ્રેનો, બસ સેવા વગેરેનો પ્રારંભ થઈ ગયો છે.જો કે સિનેમાના રસિયાઓ, શોપિંગના રસિયાઓ અને ધીર્મિકવૃતિના ભક્તોએ ૮મીથી સુધી રાહ જોવી પડશે. કેમ કે ૮મીથી મોલ, મંદિરો અને મલ્ટીપ્લેકસ ખુલી જશે. અલબત્ત, કોરોના વકરે નહિ તે માટે રાત્રે ૯ થી સવારે ૫ સુધી સંચારબંધી ચાલુ રહેશે. ૨૦૦ ટ્રેનોનો આજથી પ્રારંભ પણ થયો હતો.
દિલ્હી સહિત દેશના મોટા ભાગના શહેરો, રાજ્યો અને સંઘપ્રદેશમાં સામાન્ય સ્થિતિ ધીમે ધીમે જોવા મળી હતી. રસ્તાઓ પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. સરકારી અને ખાનગી ઓફિસોમાં આજે અવરજવર અને ધમધમાટ જોવા મળ્યો હતો. દરેક રાજ્યોમાં આંતરિક બસ વ્યવહાર શરૂ કરવા પ્રયાસો પણ શરૂ થયા હતા. તો ધીમે ધીમે બે રાજ્યો વચ્ચે પણ એસટી બસ વ્યવહાર શરૂ થવા જઇ રહ્યો છે.
ગૃહ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, કન્ટેનમેન્ટ ઝોનમાં ૩૦ જૂન સુધી નિયંત્રણો રહેશે. તે સાથે જ સ્કૂલ, કોલેજો હજુ બંધ જ રહેશે. રાજ્યો રાજ્યો વચ્ચે આજથી આંતરરાજ્ય વાહનવ્યવહાર પણ શરૂ થઈ ગયો છે. આજથી મોટાભાગની છૂટછાટો સાથે આર્થિક પ્રવૃતિ શરૂ થતા લોકોને મોટી રાહત થઈ છે. આજથી જ બજારો સાંજે ૭ સુધી ખુલ્લામ રહેશે. કોરોના વાયરસને હરાવવાની નેમ સાથે સરકાર અને લોકોએ આજથી પુનઃ પોતાનુ કામકાજ શરૂ કરી દીધુ છે. દેશમાં આજથી અનલોક ૧ (ેંહર્ઙ્મષ્ઠા ૧)નો અમલ થઈ રહ્યો છે. જેમાં શરતો સાથે છૂટછાટ આપવામાં આવી છે. જો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે તેમ સૌથી જરૂરી એ છે કે આ રાહત વચ્ચે પણ યાદ રાખવું જરૂરી કે કોરોનાનું જોખમ હજુ ટળ્યું નથી. આથી સાવચેત રહેવું ખુબ જરૂરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોવિડ ૧૯ સામેના યુદ્ઘમાં કોઈ પણ પ્રકારની શિથિલતા પ્રદર્શિત કરનારા લોકોને સાવધ કર્યા અને તેમને વધુ સતર્કતા તથા સાવધાની રાખવાનું પણ કહ્યું છે. તેમણે કહ્યું કે બેદરકારી કે ઢીલું વલણ કોઈ વિકલ્પ હોઈ શકે નહીં.
આજે ૧ જૂનથી ૨૦૦ ટ્રેનોની શરૂઆત પણ રેલવે દ્વારા થઈ હતી.. પહેલા દિવસે ૧૪૫૦૦૦ મુસાફરો ટ્રેનમાં મુસાફરી કરવા જઈ રહ્યાં હતા. આખા મહિનામાં ૩૦ દિવસમાં ૨૬,૦૦,૦૦૦ મુસાફરોએ ટિકિટ બુક કરાવી છે. આરએસી ટિકિટ મેળવનારા પણ મુસાફરી કરી શકશે. વેઈટિંગ લિસ્ટ બહાર તો પડશે પરંતુ ટ્રેનના સમય પહેલા જો ટિકિટ કન્ફર્મ નહીં થાય તો તેઓ મુસાફરી કરી શકશે નહીં. સૂત્રોએ કહ્યું કે, બીજા તબક્કામાં શાળા કોલેજો ખોલવા પર રાજય સરકારો વિચાર કરશે. મેટ્રો, રેલવે અને આંતરરાષ્ટ્રીય ઉડાણો પર ત્રીજા તબક્કામાં જ નિર્ણય લેવાશે. હાલ થિયેટરો, જિમ અને સ્વિમિંગ પૂલ બંધ રહેશે. પરંતુ ત્રીજા તબક્કામાં તેને ખોલવા પર નિર્ણય લઈ શકાય છે. ખાસ વાત એ છે કે કન્ટેઈન્મેન્ટ ઝોનની અંદર બધુ જ બંધ રહેશે. પરંતુ કન્ટેઈન્મેન્ટ ઝોનની બહાર તબક્કાવાર રીતે બધુ ખોલવામાં આવશે.