ઠાસરા : ઠાસરા APMC ખાતે તારીખ ૧ જુન ના રોજ સવારે ૧૦ થી ર સુધી હરાજી રાખેલ હતી, જેમાં તમાકુના વેપારીઓ એપીએમસી ઠાસરા ખાતે હાજર રહેલ નહીં, જેને લઈ હરાજી થયેલ નથી.
આગામી સપ્તાહમાં પાકને નુકશાન જાય તેમ હોઈ આગામી તા. ૩-૬-૨૦૨૦ ને રોજ પુનઃ હરાજી ઠાસરા એપીએમસીમાં રાખવા વિનંતી કરાઈ છે. જો આ પુનઃ હરાજી નહિ થાય અથવા આ પુનઃ હરાજીમાં વેપારીઓ આજની જેમ જ તમાકુના વેપારીઓ જાણી જોઈ હાજર ન રહે તેવા સંજોગોમાં ઠાસરા-ગળતેશ્વર તમાકુના ખેડૂતોને એપીએમસી ઠાસરામાં જ હરાજીના સ્થળે રામધૂન ધરણા સહિતના ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવા ખેડૂતોને કાયદાકીય મંજૂરી આપવા તથા આ મંજૂરી પોલીસને જાણ કરવા ઠાસરા-ગળતેશ્વર તાલુકાના ખેડૂતોની માંગ છે.