Charotar Sandesh
ગુજરાત

સરદાર સરોવર ડેમની સપાટીમાં ધરખમ વધારો નોંધાતા રાજ્યના ખેડૂતો થયા આનંદિત…

ગાંધીનગર : કોરોના વાયરસ, વાવાઝોડું, તીડ અને ભારે વરસાદ વચ્ચે હાલ એક ગુજરાત માટે સારા સમાચાર મળી રહ્યા છે. સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં ધરખમ વધારો નોંધાતા ગુજરાત સરકારને મોટી રાહત થઇ છે. સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. આજે નર્મદા ડેમ સપાટી ૧૨૩.૦૨ને પારથી પહોંચી ગઈ છે. ઐતિહાસિક સપાટીએ પહોંચી જતા તંત્રની સાથે ખેડૂતોમાં પણ ખુશીની લહેર પ્રસરી ગઈ છે.

સરદાર સરોવર ડેમની સપાટીમાં ધરખમ વધારો નોંધાતા રાજ્યના ખેડૂતો આનંદિત થયા છે. સરદાર સરોવર ડેમની સપાટીમાં ૫ દિવસમાં ૨ મીટરનો વધારો નોંધાયો છે. ડેમની સપાટી હાલ ૧૨૩.૦૨ મીટર પર પહોંચી ગઈ છે. ઉપરવાસમાંથી ૧૨૦૦૦ ક્યુસેક પાણીની આવક થતા સરદાર સરોવર ડેમની સપાટીમાં નોધપાત્ર વધારો નોંધાયો છે. ડેમમાં ૧૭૬૫ MCM પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. મુખ્ય કેનાલમાં ૬૦૦૦ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે.
આ વિશે મળતી માહિતી પ્રમાણે, સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં ધરખમ વધારો નોંધાતા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર ખુશખુશાલ દેખાઈ રહી છે. સરોવર ડેમમાં છેલ્લા ૫ દિવસમાં ૨ મીટરનો ધરખમ વધારો નોંધાયો છે. હાલમાં ડેમની સપાટી ૧૨૩.૦૨ મીટર પર પહોંચી ગઈ છે. ડેમનું મહત્તમ લેવલ ૧૩૮.૬૮ મીટર છે. ત્યારે હાલ ઉપરવાસમાંથી ૧૨૦૦૦ ક્યુસેક પાણીની આવક થવા પામી છે. ડેમમાં ૧૭૬૫ MCM (મિલિયન ક્યુબીક મીટર ) લાઈવ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. જેથી ગુજરાત માટે મુખ્ય કેનાલમાં ૬૦૦૦ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.

Related posts

હવે ફરીથી ચૂંટણીમાં લોકો બિંદાસ્ત બન્યા છે પરંતુ કોરોના ફરીથી વકરશે : ડૉ.મોના દેસાઈ

Charotar Sandesh

મુખ્યમંત્રી રૂપાણીના રાજીનામા બાદ ગુપ્ત બેઠકો શરૂ : સાંજે અમિત શાહ આવશે, જાણો વિગત

Charotar Sandesh

રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૪૦ તાલુકામાં વરસાદ, ગીર ગઢડામાં સૌથી વધુ વરસાદ…

Charotar Sandesh