Charotar Sandesh
ઉત્તર ગુજરાત ગુજરાત

અમદાવાદ લૉકડાઉનમાં બે ઝોનમાં ખૂન, મારામારી જેવા ગુના બન્યા : પોલીસ કમિશનર આશિષ ભાટિયા

અમદાવાદ : લૉકડાઉનના સમય દરમિયાન અમદાવાદ શહેરના ઝોન ૨ અને ઝોન ૫માં આવતા પોલીસ સ્ટેશનની હદમાં ખૂન, ખૂનની કોશિશ, રાયોટિંગ અને મારામારી જેવા બનાવો બન્યા હતા. આ બનાવોમાં પાઇપ, લાકડી કે અન્ય તીક્ષણ હથિયારોનો ઉપયોગ થયો હતો. જેને લઈને શહેર પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ આવા હથિયારો પર પ્રતિબંધ લાદી કડક કાર્યવાહી કરવા જાહેરનામું બહાર પાડ્યું છે. આ જાહેરનામું નિયમિત બહાર પાડવામાં આવતું હોય છે પણ આ વખતે રીન્યુ કરતી વખતે શહેર પોલીસ કમિશનરે આ પ્રકારના કારણો દર્શાવ્યા હતા.

ત્યારે બંને ઝોનના અધિકારીઓ તેમના વિસ્તારમાં કાયદો વ્યવસ્થા ન સાચવી શક્યા તે સવાલ ઉપસ્થિત થઈ રહ્યો છે. કોવિડ ૧૯ દરમિયાન ભારત સરકાર દ્વારા લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. આ સમય દરમિયાન ઝોન ૨માં આવતા શાહપુર, માધુપુરા, ચાંદખેડા અને ઝોન ૫માં આવતા ખોખરા, અમરાઈવાડી, રામોલ, બાપુનગર, રામોલ અને ઓઢવ વિસ્તારમાં અનેક બનાવો સામે આવ્યા હતા. તલવાર, ચપ્પુ, ગુપ્તી, બેઝબોલ, છરી, લોખંડની પાઇપ જેવા હથિયારોનો ઉપયોગ કરી અસામાજિક તત્વો દ્વારા ખૂન, ખૂનની કોશિશ, રાયોટિંગ અને મહાવ્યથા જેવા ગુનાને અંજામ આપવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું.

જેથી શહેર પોલીસ કમિશનરે એક નોટિફિકેશનને રીન્યુ કરી આ કારણો દર્શાવી કડક કાર્યવાહી કરવા સૂચન કર્યું છે. આ નોટિફિકેશનમાં આ વિસ્તારો અને તેમાં થયેલા બનાવો નોંપાન ઉલ્લેખ કરી આ પ્રકારના હથિયારો સાથે ફરનાર પર પ્રતિબંધ લાદી કાર્યવાહી કરવા ટકોર કરી છે. ઉલ્લેખનીય છે કે, આ તમામ વિસ્તારોમાં અનેક પ્રકારના ગંભીર શરીર સંબંધી બનાવો ધ્યાને આવતા હવે શહેર પોલીસ કમિશનરે આ જાહેરનામું બહાર પાડ્યું છે.

Related posts

ધોલેરામાં ન્યુ ગ્રીનફિલ્ડ એરપોર્ટના વિકાસ પ્રોજેક્ટના ફેઇઝ-૧ માટેના ૧૩૦પ કરોડ રૂપિયા મંજૂર

Charotar Sandesh

હવેથી જાતીય સતામણી, સાયબર ક્રાઈમનો પાસા એક્ટમાં સમાવેશ કરવામાં આવશે : ગૃહમંત્રી

Charotar Sandesh

મોંઘવારીની અસરે પતંગ-દોરાના ભાવમાં આ વર્ષે ૨૫ ટકાનો વધારો થયો

Charotar Sandesh