Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ જિલ્લાના ખંભાત અને ઉમરેઠમાં ૧-૧ પોઝીટીવ કેસ નોંધાયા : કુલ સંક્રમિતોનો આંકડો ૧૧૦ થયો…

આણંદ : જિલ્લામાં કોરોનાના નવા-નવા ઠેકાણા જોવા મળી રહ્યા છે આજ રોજ આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના અહીમા ગામે અને ખંભાત શહેરરમાં વધુ એક કોરોનાનો પોસેટિવ કેસ આવ્યો હતો આ સાથે કુલ કોરોના કેસની આંકડો 110 થયો હતો.

આજે લોકલ ટ્રાન્સમિશનથી નોંધાયેલ બે કેસોમાં (૧) ઉમરેઠના શક્તિનગર અહીમા ખાતે રહેતા ૩૦ વર્ષીય પુરુષ તેમજ (ર) ખંભાતના પીઠ બજારમાં રહેતા ૩૩ વર્ષીય પુરુષનો રિપોર્ટ પોઝીટીવ આવતાં સારવારઅર્થે ખસેડાયેલ છે.

આ સાથે કુલ સંક્રમિતોનો આંકડો ૧૧૦ થયો છે, જેમાંથી હાલ કુલ ૭ દર્દીઓ સારવાર હેઠળ છે. જે પૈકી ર દર્દી ખંભાત ખાતે અને પ દર્દીઓ શ્રી ક્રિષ્ના હોસ્પીટલ કરમસદ ખાતે આયસોલેશન વોર્ડમાં સારવાર હેઠળ છે. જિલ્લામાં અત્યાર સુધી મૃત્યુઆંક ૧૧ ઉપર પહોંચ્યો છે.

Related posts

અનિયમિતતાનાં કારણે વિદ્યાર્થીઓનું એસ.ટી. બસ રોકો આંદોલન…

Charotar Sandesh

માહિતી કચેરીના કર્મચારીશ્રી પૂનમભાઇ એ. પરમારનો વય નિવૃત સત્કાર સમારોહ યોજાયો…

Charotar Sandesh

શ્રીજી મહારાજનાં સ્વહસ્તે લખાયેલ શિક્ષાપત્રીની ઓરિજિનલ કોપી હાલ ‘લંડન ઓક્ષફર્ડ યુનિવર્સિટી’માં છે…

Charotar Sandesh