Charotar Sandesh
બોલિવૂડ

વિકી કૌશલ સ્ટારર બાયોપિક સરદાર ઉધમ સિંહનું પોસ્ટ પ્રોડક્શન વર્ક થયું શરૂ…

મુંબઈ : લોકડાઉનમાં સરકારે ગાઇડલાઇન સાથે શૂટિંગ માટેની મંજૂરી આપી છે. ફિલ્મ્સના કામ શરૂ થવા લાગ્યા છે ત્યારે વિકી કૌશલની અપકમિંગ ફિલ્મ સરદાર ઉધમ સિંહનું પોસ્ટ પ્રોડક્શન વર્ક ૮ જૂનથી શરૂ થઇ રહ્યું છે. આ વાતની જાણ વિકીએ ખુદ ફિલ્મનો તેના લુકનો ફોટો શેર કરીને કરી છે. આ બાયોપિક ફિલ્મને શૂજિત સરકાર ડિરેક્ટ કરી રહ્યા છે. વિકીએ સરદાર ઉધમ સિંહના ફિલ્મનો તેનો લુકનો ફોટો શેર કરી લખ્યું કે,
હવે ફરી કામ શરૂ કરવાનું છે. ઉત્સાહ પણ છે અને સાથે ડર પણ છે. ફરી બેઠા થવાની ચાહ સાથે અમે ફરી કામ શરૂ કરશું. સરદાર ઉધમ સિંહનું પોસ્ટ પ્રોડક્શન ફરી શરૂ થશે ૮ જૂનથી. ૨૦૧૮માં આ જ દિવસે વિકીની ઉરી ફિલ્મનું ફોટોશૂટ થયું હતું. આ વાતની જાણ ઉરી ફિલ્મના ડિરેક્ટરે કમેન્ટમાં જણાવી હતી. ડિરેક્ટર શૂજિત સરકારની આ ફિલ્મ સરદાર ઉધમ સિંહ ૧૯૪૦ના સમયની છે. ઉધમે બ્રિટિશ ઇન્ડિયાના પૂર્વ લેફ્‌ટનન્ટ ગવર્નર ઓફ પંજાબ માઈકલ ઓ ડ્‌વાયરની હત્યા કરી હતી.
એના મારફતે એમણે અંગ્રેજો સામે ૧૯૧૯માં થયેલા જલિયાંવાલા બાગ હત્યાકાંડનો બદલો લીધો હતો. બ્રિટિશ સરકારે ત્યારબાદ તેમને ફાંસીએ લટકાવી દીધા હતા પરંતુ, અંગ્રેજો સામે નોન -કો-ઓપરેશન એટલે કે સાથ સહકાર ન આપવાના યુદ્ધની શરૂઆત તેમણે જ કરી હતી. ફિલ્મનું શૂટિંગ રશિયામાં સેન્ટ પીટર્સબર્ગ, લંડન, જર્મની અને આયર્લેન્ડના અમુક ભાગોમાં અને ભારતમાં થયું છે. ફિલ્મમાં ઓક્ટોબર ફેમ બનિતા સંધુ પણ લીડ રોલમાં છે.

Related posts

અમિતાભ-અભિષેક બાદ હવે ઐશ્વર્યા-આરાધ્યા પણ નાણાવટી હોસ્પિટલમાં દાખલ, સામાન્ય તાવની ફરિયાદ…

Charotar Sandesh

સુશાંત સિંહે અચાનક દુનિયાને અલવિદા કહેતા રાઇફલમેન, પાની સહીત અધુરી રહી મોટી ફિલ્મો

Charotar Sandesh

Bollywood : સોનુ સૂદે ઈન્ટરનેશનલ શૂટર કોનિકા લાયકને અઢી લાખની જર્મન રાઈફલ મોકલી…

Charotar Sandesh