Charotar Sandesh
ઈન્ડિયા

કોરોના સંકટઃ ઇસરોના ગગનયાન,ચંદ્રયાન-૩ સહિત અનેજ પ્રોકેટમાં વિલંબ…

આ વર્ષે યુએવી શક્ય નહીં બને : કે.સિવન…

બેંગ્લુરુ : કોરોના વાયરસની અસર ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન ઉપર પણ પડી છે. ભારત આ વર્ષે સ્પેસમાં નવો ઈતિહાસ રચવા તરફ આગળ વધી રહ્યું હતું પરંતુ કોવિડ-૧૯ના પ્રકોપે તેની પર થોડાક સમય માટે ગ્રહણ લગાવી દીધું છે. મળતી જાણકારી મુજબ ઇસરોના ગગનયાન પ્રોજેક્ટમાં હવે થોડા સમયનો વિલંબ થઈ શશે. ગગનયાન અંતર્ગત વ્યોમમિત્ર પ્રોટોટાઇપને સ્પેસમાં લઈ જવાવાળું મિશન હવે વર્ષ ૨૦૨૧માં થઈ શકશે. આ ઉપરાંત આ મહામારીના કારણે ભારતના મહાત્વાકાંક્ષી પ્રોજેક્ટ ચંદ્રયાન-૩માં પણ વિલંબ થશે. માનવામાં આવી રહ્યું છે કે ઇસરો ફરીથી પ્લાનિંગનું રિશિડ્યૂલિંગ કરી રહ્યું છે.
એક સિનીયર વૈજ્ઞાનિકે જણાવ્યું કે, અમને જે પ્લાનિંગ આપવામાં આવ્યું છે તેમાં ગગનયાન હેઠળ આ વર્ષે જનારી યોજનાબદ્ધ ફ્લાઇટ આ વખતે પ્રોગ્રામ્સમાં નથી. તે હવે વર્ષ ૨૦૨૧ સુધી ખસેડવામાં આવી છે. તેનાથી ગગનયાન માટે વર્ષ ૨૦૨૨ની જે સમય મર્યાદા નક્કી કરવામાં આવી હતી તે પણ પ્રભાવિત થશે.
ઇસરોના અધ્યક્ષ કે. સિવનએ જણાવ્યું કે, હાલની સ્થિતિમાં આ વર્ષે યુએવી શક્ય નહીં બને. અમે જીઆઇએસટી-૧ સહિત તમામ પાંચથી છ મિશનોની યોજના બનાવી રહ્યા છીએ, જેને લોન્ચ આ વર્ષના શરૂઆતમાં સ્થગિત કરી દેવામાં આવ્યા હતા.
સ્પેસ એજન્સી દ્વારા ગગનયાન માટે તૈયાર કરવામાં આવેલા પ્લાનિંગ મુજબ યુએવી ઉડાન પહેલા થશે જે મનુષ્યો અંતરિક્ષમાં મોકલતાં પહેલા સિસ્ટમનું ટેસ્ટિંગ કરશે. યુએવીના સ્થગિત થવાનો અર્થ એવો પણ થાય કે ઇસરોને આગામી વર્ષે બે માનવરહિત મિશન શરૂ કરવા પડશે.

Related posts

મુંબઈમાં જે દિવસે ૨૦ હજારથી વધુ કેસ નોંધાશે તે દિવસથી લોકડાઉન : મનપા કમિશ્નરની ચેતવણી

Charotar Sandesh

બંગાળમાં ભાજપ ૨૦૦થી વધુ સીટો સાથે બનાવશે સરકાર : અમિત શાહ

Charotar Sandesh

કોરોના સંકટ : ભારતમાં ૩૧ જુલાઈ સુધી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્‌સ પર પ્રતિબંધ…

Charotar Sandesh