Charotar Sandesh
ઈન્ડિયા

ભારતે વિદેશ નીતિને ફરીથી સ્થાપિત કરવાની જરૂર છે : સુબ્રમણ્યમ્‌ સ્વામી

શું આપણે નેપાળની ભાવનાને એટલી હદે ઠેસ પહોંચાડી છેકે તે ભારત સાથેના સંબંધો તોડવા ઈચ્છે છેઃ સ્વામીનો સવાલ…

ન્યુ દિલ્હી : નેપાળ અને ભારત વચ્ચેના સરહદ વિવાદને લઈ ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના વરિષ્ઠ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ ભારતીય વિદેશ નીતિને નવેસરથી મજબૂત કરવા પર જોર આપ્યું છે.

સુબ્રમણ્યમ સ્વામીના કહેવા પ્રમાણે ભારતે વિદેશ નીતિને ફરીથી સ્થાપિત કરવાની જરૂર છે. સ્વામીએ પોતાની ટ્‌વીટમાં લખ્યું હતું કે, ’નેપાળ કઈ રીતે ભારતીય ક્ષેત્ર માટે વિચારી પણ શકે? તેમની ભાવનાઓને એટલી હદે આહત કરવામાં આવી છેકે તે ભારત સાથેના સંબંધો તોડવા ઈચ્છે છે? શું આ આપણી અસફળતા નથી? વિદેશ નીતિને ફરીથી સ્થાપિત કરવાની જરૂર છે.’

એક તરફ શનિવારે જ નેપાળની પ્રતિનિધિ સભાએ સંશોધિત રાજકીય નકશા સંબંધિત એક બિલને પાસ કર્યું હતું જેમાં ભારતીય જમીનને પોતાની ગણાવી હતી ત્યારે તેવા સમયમાં જ સુબ્રમણ્યમ સ્વામીની આ ટિપ્પણી સામે આવી છે.
ભારતે નેપાળના આ ઉલ્લંઘન અને દાવાઓને એક કૃત્રિમ વિસ્તાર ગણાવ્યો છે. ઉલ્લેખનીય છેકે નેપાળના નકશામાં ભારતના ઉત્તરાખંડમાં આવેલા લિપુલેખ, કાલાપાની અને લિંપિયાધુરા વિસ્તારો પર પોતાનો દાવો કરવામાં આવેલો છે.

Related posts

શેરબજાર ધડામ : સેન્સેક્સમાં ૧૪૦૦ અંકનો જંગી કડાકો…

Charotar Sandesh

લોકડાઉન ખુલતા જ ટ્રાન્સપોર્ટરોની હડતાલ પર જવાની જાહેરાત…

Charotar Sandesh

અસલી ચોકીદારને ઓળખે દેશઃ PM સામે ઉભા રહેલા ઉમેદવારનું નિવેદન

Charotar Sandesh