Charotar Sandesh
ઈન્ડિયા

મોંઘવારીનો માર : સતત ૧૨મા દિવસે પેટ્રોલમાં ૫૩ અને ડિઝલમાં ૬૪ પૈસાનો વધારો…

પેટ્રોલ ૬.૫૫ અને ડિઝલ ૭ રૂપિયા મોંઘુ થયુ…

ન્યુ દિલ્હી : કોરોના સંકટના સમયે આમ આદમીને મોટો ઝાટકો લાગ્યો છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ગુરૂવારે સતત ૧૨માં દિવસે વધારો જોવા મળ્યો છે. જ્યારે વૈશ્વિક બજારમાં ક્રૂડની કિંમતમાં નરમાઈ જોવા મળી રહી છે. સતત ૧૨માં દિવસે વધારા બાદ દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલ ૬.૫૫ રૂપિયા પ્રતિ લિટર મોંઘું થયું છે અને ડીઝલની કિંમત ૭.૦૬ રૂપિયા પ્રતિ લિટર વધી છે.

ગુરુવારે દિલ્હીમાં પેટ્રોલની કિંમતમાં ક્રમશઃ ૫૩ પૈસા અને ડીઝલમાં ૬૪ પૈસા પ્રતિ લિટરનો વધારો કર્યો છે. ઇન્ડિયન ઓઈલની વેબસાઈટ અનુસાર, દિલ્હીમાં પેટ્રોલની કિંમત વધીને ક્રમશઃ ૭૭.૮૧ રૂપિયા અને ડીઝલની કિંમત વધીને ૭૬.૪૩ રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે.

ગુજરાતમાં અમદાવાદમાં આજના પેટ્રોલ ડીઝલના ભાવની વાત કરીએ તો પેટ્રોલની કિંમત ૫૧ પૈસા વધીને ૭૫.૩૪ રૂપિયા થઈ છે જ્યારે ડીઝલની કિંમત ૬૨ પૈસા વધીને ૭૩.૮૪ રૂપિયા થઈ છે. ગઈકાલે એટલે કે ૧૭ જૂનના રોજ પેટ્રોલની કિંમત ૭૪.૮૩ રૂપિયા પ્રતિ લિટર હતી જ્યારે ડીઝલની કિંમત ૭૩.૨૨ રૂપિયા પ્રતિ લિટર હતી. નોંધનીય છે કે, ગુજરાતમાં થોડા દિવસ પહેલા જ પેટ્રોલ ડીઝલ પર લાગતા વેટમાં રાજ્ય સરકારે ૨ રૂપિયા પ્રતિ લિટર વધારો કર્યો હતો.

Related posts

કોરોના સંકટ વચ્ચે વડાપ્રધાન મોદી વિશ્વના સૌથી લોકપ્રિય નેતા બન્યા…

Charotar Sandesh

એક દેશ એક ચૂંટણીની વાતો કરનાર પ્રધાનમંત્રી એક દેશ એક વ્યવહાર લાગુ કરો : પ્રિયંકા

Charotar Sandesh

૩૮૦૦૦ કરોડની ખેંચતાણ : સરકાર વિરૂધ્ધ હાઇકોર્ટ પહોંચી ૧૩ બેંકો…

Charotar Sandesh