Charotar Sandesh
ઈન્ડિયા

પતંજલિની ‘કોરોનિલ’ હરાવશે કોરોનાને : બાબા રામદેવજીએ લોન્ચ કરી આયુર્વેદિક દવા…

બજારમાં નામ રહેશે ‘દિવ્ય કોરોનિલ ટેબ્લેટ’ : ટેબ્લેટનું ૨૮૦ દર્દીઓ ઉપર સફળ પરિક્ષણ : ૩ દિવસમાં ૬૯ ટકા કોરોનાના દર્દી સાજા થયા…

નવી દિલ્હી : કોરોનાએ વિશ્વભરમાં હાહાકાર મચાવ્યો છે પરંતુ અત્યાર સુધીમાં તેનો તોડ મળનારી કોઇ દવા બની નથી હવે યોગગુરૂ બાબા રામદેવની પતંજલિ કંપનીનો દાવો છે કે તેઓએ આ મહામારીને માત આપવાની દવા તૈયાર કરી લીધી છે.

આજે પત્રકાર પરીષદને સંબોધીને બાબા રામદેવે કહ્યું કે, વિશ્વ આતુરતાથી રાહ જોઇ રહ્યું હતું કે કોરોનાની કોઇ દવાની શોધ કરવામાં આવે પરંતુ આજે અમને ગર્વ છે કે કોરોનાની પ્રથમ આયુર્વેદિક દવા અમે તૈયાર કરી લીધી છે. આ આયુર્વેદિક દવાનું નામ ‘કોરોનિલ’ છે.

રામદેવે કહ્યું કે, આજે એલોપેથિક મેડિસિનને લીડ કરી રહ્યું છે. અમે કોરોનિલ નિર્માણ કરી છે. જેમાં અમે કલીનિકલ કંટ્રોલનું પરીક્ષણ કર્યું. અંદાજે સો લોકો પર તેનું ટેસ્ટ કરવામાં આવ્યું. ત્રણ દિવસની અંદર ૬૫ ટકા દર્દીઓ પોઝીટીવમાંથી નેગેટીવ થયા. યોગગુરૂ રામદેવે કહ્યું કે, સાત દિવસમાં સો લોકો સ્વસ્થ થયા છે. અમે સંપૂર્ણ રીતે પરીક્ષણ કરીને તેને તૈયાર કરી છે. અમારી દવાનો સો ટકા રીકવરી રેટ છે અને શૂન્ય ટકા ડેથરેટ છે. રામદેવે કહ્યું કે, ભલે લોકો અમારા આ દાવા પર પ્રશ્નો ઉભા કરે પરંતુ અમારી પાસે દરેક સવાલના જવાબ છે. અમે દરેક વૈજ્ઞાનિક નિયમોનું પાલન કર્યું છે. પત્રકાર પરીષદમાં યોગગુરૂ બાબા રામદેવે વધુમાં ઉમેર્યું કે, આ દવા બનાવામાં ફકત દેશી સામાનનો જ ઉપયોગ કરવામાં આવ્યો છે. જેમાં મુલૈઠી, કાઠા સહિત અનેક વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સાથે જ ગિલોથ, અશ્વગંધા, તુલસી, શ્વાસરિનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે.

પતંજલિના બાબા રામદેવે કોરોના પર દવા બનાવાનો દાવો કર્યો છે. બાબા રામદેવે હરિદ્વારમાં કોરોનિલ દવાની લોન્ચિંગ કરી. આ મોકા પર બાબા રામદેવે કહ્યું કે, દવાની અમે બે વાર ટ્રાયલ કરી હતી. પ્રથમ કિલનિકલ કંટ્રોલ સ્ટડી, બીજી કિલનિકલ કંટ્રોલ ટ્રાયલ. બાબા રામદેવે કહ્યું કે, ૧૦૦ લોકો પર કિલનિકલ કંટ્રોલ ટ્રાયલ સ્ટડી કરવામાં આવી. ૩ દિવસની અંદર ૬૯ ટકા દર્દીઓ સાજા થયા. સાત દિવસની અંદર સો ટકા દર્દીઓ સાજા થયા. દવાનો રિકવરી રેટ સો ટકા છે અને ડેથરેટ શૂન્ય ટકા છે.

Related posts

બિહાર ચૂંટણી ભાજપ, જેડીયુ, અને એલજેપી મળીને લડશે : જેપી નડ્ડા

Charotar Sandesh

ઓગસ્ટ બાદ જ શાળા-કોલેજો ખૂલશે : માનવ સંસાધન મંત્રીની મોટી જાહેરાત…

Charotar Sandesh

દેશમાં ૨૪ કલાકમાં કોરોનાના ૩૬,૬૦૪ કેસો, રિકવરી રેટ ૯૪% વધુ…

Charotar Sandesh