Charotar Sandesh
ક્રાઈમ ગુજરાત

ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર..? પોલીસે ૧૫ દિવસમાં કુલ ૨,૯૫,૪૪,૪૧૦ રૂપિયાનો દારૂ પકડ્યો…

અમદાવાદ : ગુજરાત રાજ્યમાં દારૂબંધી હોવા ઉપરાંત દારૂને લઇને ખૂબ જ કડક કાયદો હોવા છતાં રાજ્યમાં દરરોજ કરોડો રૂપિયાના દારૂનું ગેરકાયદે વેચાણ થાય છે. આ વાત વાત નગ્ન સત્ય છે, જેનો કોઈ ઇન્કાર કરી શકે તેમ નથી. ગુજરાત રાજ્યના ડીજીપી દારૂને લઈને અવારનવાર સ્પેશ્યલ ડ્રાઈવ રાખે છે. જેના ભાગરૂપે ગત ૨૯ મેથી ૧૨ જૂન સુધી રાજ્યમાં સ્પેશ્યલ ડ્રાઈવ રાખી હતી. આ દરમિયાન પોલીસે કરોડો રૂપિયાનો દારૂ અને મુદ્દામાલ પકડી પાડ્યો હતો.

સ્પેશ્યલ ડ્રાઈવમાં પોલીસે અલગ-અલગ જિલ્લામાંથી દારૂ પકડી પાડ્યો હતો. જેમાં વિદેશી દારૂના સૌથી વધુ કેસ બનાસકાંઠા અને દેશી દારૂના સૌથી વધુ કેસો અમદાવાદમાં કરવામાં આવ્યાં છે. આંકડાની વાત કરીએ તો વિદેશી દારૂના કુલ ૮૧૭ કેસો કરવામાં આવ્યા હતા. જેમાં ૨૦૨ ગણનાપાત્ર કેસો છે. ૭૧૬ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે કુલ ૨,૯૫,૪૪,૪૧૦ રૂપિયાનો દારૂ અને કુલ મુદ્દામાલ ૯,૪૬,૧૦,૮૩૧ કરોડનો કબજો કર્યો છે.
દેશી દારૂની વાત કરીએ તો ૧૨,૩૬૫ કેસો કરવામાં આવ્યા છે. જેમાં ૬ કેસો ગણનાપાત્ર છે જ્યારે ૭,૬૪૫ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ૧૩,૬૪,૮૮૪ રૂપિયાનો દેશી દારૂ અને ૬૫,૬૫,૨૬૬ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.

વિદેશી દારૂના ૭૦ કેસ બનાસકાંઠામાં અને દેશી દારૂના ૬૮૨ કેસ અમદાવાદ નોંધાયા…

મળતી માહિતી પ્રમાણે ખાસ ડ્રાઇવ દરમિયાન વિદેશી દારૂનાસૌથી વધુ ૭૦ કેસ બનાસકાંઠામાં જિલ્લામાં અને દેશી દારૂના સૌથી વધારે ૬૮૨ કેસ અમદાવાદ જિલ્લામાં કરવામાં આવ્યા છે.

Related posts

કેશોદમાં એક સાથે ૧૧ વિદ્યાર્થિનીઓ કોરોના સંક્રમિત મળી આવતા ખળભળાટ…

Charotar Sandesh

૧૩૫ તાલુકામાં વરસાદ : રાજ્યમાં આગામી ૫ દિવસ ભારે વરસાદની શક્યતા…

Charotar Sandesh

વરસાદને કારણે ખેડૂતોને થયેલા નુકસાનનું અપાશે વળતર : નીતિન પટેલ

Charotar Sandesh