Charotar Sandesh
મધ્ય ગુજરાત

વડોદરા મહાનગરપાલિકા હદ વિસ્તારમાં બીલ ગામનો સમાવેશ કરાતાં ગ્રામજનોએ ઉગ્ર વિરોધ નોધાવ્યો…

વડોદરા જિલ્લાના ૭ ગામ ભાયલી, સેવાસી, બીલ, વેમાલી, કરોડિયા, ઉંડેરા અને વડદલાનો સમાવેશ પાલિકાના હદ વિસ્તારમાં કરાયો છે, જેને લઈ ગ્રામજનોમાં રોષની લાગણી…

વડોદરા : જિલ્લાના ૭ ગામ ભાયલી, સેવાસી, બીલ, વેમાલી, કરોડિયા, ઉંડેરા અને વડદલાનો સમાવેશ પાલિકાના હદ વિસ્તાર અને વસ્તીમાં વધારો કરાયો છે, જેને લઈ સાત ગામોના ગ્રામજનોમાં રોષની લાગણી પ્રવર્તી છે.

જે અંતર્ગત આજરોજ બિલ ગામમાં ગ્રામજનો દ્વારા ભારે રોષ સાથે ઉગ્ર વિરોધ-પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ગામની મહિલાઓ, આગેવાનો સહિત વડીલોએ થાળીઓ-વેલણ વગાડી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.

વિરોધ-પ્રદર્શનમાં ગામના મહિલાઓ-આગેવાનો દ્વારા જણાવવામાં આવેલ કે, અમારી પાણી, સ્ટ્રીટલાઈટ, સાફ સફાઈ, ગટર સાફ સફાઈ વગેરે જેવી પ્રાથમિક સુવિધાઓની ફરિયાદ કરતા જ તુરંત યોગ્ય નિરાકરણ થઈ જાય છે. તેવું કાર્ય વડોદરા મહાનગર પાલિકા કરી શકશે ? શું વડોદરા મહાનગરપાલિકા દ્વારા તેમના વિસ્તારમાં અપાતી પ્રાથમિક સુવિધાઓને યોગ્ય રીતે આપે છે કે નહી તેનો અભ્યાસ કરી ગુજરાત સરકાર દ્વારા આ નિર્ણય લીધો છે કે ફક્ત વડોદરા મહાનગરપાલિકાની આવક વધારવાનો નિર્ણય કરેલ છે. ગામના લોકોની આવકના સાધનો રોજગારીના સાધનો તથા મળતી પ્રાથમિક સુવિધાઓને અને જરૂરીયાતોનો અભ્યાસ કરતા ગ્રામજનોને સરકારનો આ નિર્ણય અયોગ્ય લાગ્યો હોય ગ્રામજનો આનો વિરોધ કરીએ છે.

  • Ravi Patel, Vadodara

Related posts

વડોદરા જિલ્લામાં ટીબીના દર્દીઓને શોધવા ડિજિટલ એક્ષ-રે મોબાઈલ સેવા શરૂ…

Charotar Sandesh

બેફામ વાહનચાલકો સાવધાન… હવે ઓવરસ્પીડથી દોડતા વાહનોને અદ્યતન ટેકનોલોજીથી મળશે મેમો

Charotar Sandesh

વડોદરામાં બે અલગ અલગ દારૂની મહેફિલ માણતા ૨૫ નબીરાઓ ઝડપાયા…

Charotar Sandesh