Charotar Sandesh
સ્પોર્ટ્સ

સુશાંત આત્મહત્યા કેસમાં CBI માંગ સાથે નીતિશ કુમારને મળ્યા શેખર સુમન…

મુંબઈ : અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનો ફાઇનલ પોસ્ટમોર્ટમ રિપોર્ટ પણ સામે આવી ચુક્યો છે. મોતનું કારણ શ્વાસ રૂંધાયો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જો કે આ તમામ હોવા છતા મોટાભાગનાં લોકોને સુશાંત સિંહ રાજપૂત કેસમાં કંઇક મોટું હોવાની શંકા છે અને લોકોનું માનવું છે કે સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા નહીં, પરંતુ હત્યા કરવામાં આવી છે. અભિનેતા શેખર સુમને સુશાંત કેસમાં સીબીઆઈ તપાસની માંગ કરી છે. શેખર સુમન છેલ્લા કેટલાક દિવસથી આ માંગ સતત કરી રહ્યા છે. હવે અભિનેતાએ મોટું પગલું ઉઠાવ્યું છે.

શેખર સુમને સોશિયલ મીડિયા પર જાણકારી આપી છે કે તેઓ પટના માટે રવાના થશે. તેઓ ટ્‌વીટમાં લખે છે, ‘હું મારા હોમટાઉન જઇ રહ્યો છું. ત્યાં હું સુશાંતનાં પિતા સાથે મુલાકાત કરીશ અને એક્ટરને શ્રદ્ધાંજલિ આપીશ. હું સીએમ નીતિશ કુમાર સાથે પણ મુલાકાત કરીશ અને સુશાંત કેસમાં સીબીઆઈ તપાસની માંગ કરીશ. શેખર સુમને સુશાંતનાં ફેન્સને પણ અપીલ કરી છે કે તેઓ તેમની આ માંગ પર પોતાનું સમર્થન આપે.

આ પહેલા શેખર સુમને એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતુ કે તેમનો દીકરો અધ્યયન સુમન પણ ડિપ્રેશનમાંથી પસાર થઈ રહ્યો છે. તેમનું માનીએ તો અધ્યયનનાં મનમાં સુસાઇડનાં વિચાર આવ્યા છે. આ કારણે તેઓ સુશાંત કેસમાં સીબીઆઈ તપાસની માંગ કરી રહ્યા.તેમને ત્યાં સુધી લાગે છે કે સુશાંત કેસમાં પોલીસે બરાબર તપાસ નથી કરી. અત્યારે સોશિયલ મીડિયા પર સીબીઆઈ તપાસની માંગ કરવામાં આવી રહી છે. અભિનેતાનાં અનેક ફેન્સ પણ આવું જ ઇચ્છે છે. આવામાં શેખર સુમનની સીએમ નીતિશ કુમાર સાથેની મુલાકાત ઘણી ખાસ અને જરૂરી થવાની છે.

Related posts

ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ભારતનો પ્રથમ ટેસ્ટમાં શરમજનક પરાજય…

Charotar Sandesh

વિરાટ કોહલી પિતા બન્યો : અભિનેત્રી અનુષ્કા શર્માએ દિકરીને જન્મ આપ્યો…

Charotar Sandesh

કોહલીએ ઘણીવાર અયોગ્ય ખેલાડીઓને સમર્થન કર્યુ હતુ : રે જેનિંગ્સ

Charotar Sandesh