Charotar Sandesh
ક્રાઇમ સમાચાર ચરોતર

આણંદ જીલ્લામાં પેટલાદની મુસ્લિમ યુવતીને હિન્દુ યુવાન ભગાડી જતાં કલેકટરને આવેદન…

સ્થાનીક પોલીસ મથકમાં ફરીયાદ નોધાવવા હોવા છતાં યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં ન આવતા શંકા-કુશંકાઓ…

આણંદ : આણંદ જીલ્લાના પેટલાદ ખાતે રહેતા જાવેદભાઇ વ્હોરાની દિકરીને ખભાત તાલુકામાં ઉંદેલ ગામે રહેતો ઉમંગ પટેલ નામનો યુવક ભગાડીએ લઇ જઇ ધર્મ પરિવર્તન કરાવી લગ્ન કર્યા આ મુદે પેટલાદ મુસ્લિમ સમાજના અગ્રણીઓએ જીલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી દીકરી પરત લાવવાની માંગ સાથે જો મુસ્લીમ યુવક આ પ્રકાર કૃત્ય કરે તો લવજેહાદ કહેવાય ત્યારે હિંદુ યુવક દ્વારા કરવામાં આવેલ આ પ્રકારના કૃત્યને કર્યો જેહાદ જેવા સવાલ ઉઠાવ્યા હોવાનુ જાણવા મળેલ છે.

પ્રાપ્ત વિગતો અનુસાર પેટલાદ ખાતે રહેતા જાવેદભાઇ વ્હોરાની દિકરીએ ખભાત તાલુકાના ઉંદેલ ગામે રહેતા ઉમંગ પટેલ નામનો યુવક પટાવી ફોસલાવી ગત ૧૨ જુનના ભગાડીએ લઇ જઇ આઠવા બારડોળ ખાતે ધર્મપરિવર્તન કરાવી લગ્ન કર્યા હોવાના પગલે ધર્મપરિવર્તન કરાવવુ એ ગુન્હો બનતો હોય તો કાર્યવાહી હાથ ધરી અમારી દિકરી અમને પરત સોપવામા આવે તેવી માંગ સાથે પેટલાદના મુસ્લિમ અગ્રણીઓએ જીલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠલી જો મુ્‌સ્લીમ યુવક આ પ્રકારનુ કૃત્ય કરે તો લવજેહાદ ગણવામાં આવે છે. જયારે હિંદુ યુવક દ્વારા આ પ્રકારનુ કૃત્ય કરવામાં આવ્યુ હોય તો તેને કયો જેહાદ કહેવાય આ ઉલ્લેખ સાથે આ મામલે સ્‌થાનીક કેટલા કહેવાતા સમાજ ઉચ્ચાર કર્યો દ્વારા ધમકીઓ આપવામા આવતી હોવાનો ઉલ્લેખ કરી હેરાન પરેશાન કરવા ઉપરાત પોતાની દિકરીના જીવતુ જોખમ હોય તેવી આશંકા વ્યકત કરી યોગ્ય તપાસ કરી કાર્યવાહી ત્વરીત કરવાની માંગ કરી હોવાનુ જાણવા મળેલ છે.

સુત્રોના જણાવ્યાનુસાર આ મુદ્દે સ્થાનીક પોલીસ મથકમાં ફરીયાદ નોધાવવામાં આવી હોવા છતાં પોલીસ વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં ન આવતા દિકરીના બાપ અને તેના પરિવારની દિકરીની સુરક્ષા મુદ્દે અનેક આશકા ઉઠવા પામી હોવાનુ જાણવા મળેલ છે.

Related posts

ખંભાતમાં અદ્રશ્ય કોરોનાનો વધતો કહેર : આજે બપોર બાદ વધુુ ૮ કેસ પોઝીટીવ નોંધાયા…

Charotar Sandesh

આણંદમાં ડિવોર્સી યુવતીએ ૧૭ વર્ષીય સગીરને ફસાવી : પોલીસે બંન્નેની ધરપકડ કરી…

Charotar Sandesh

આણંદ : રેલ્વેમાં ૧૧ મહિનામાં ૭૮ લોકોના મોતથી લોકોમાં રોષ…

Charotar Sandesh