ન્યુ દિલ્હી : ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા કરદાતાઓને મોટી રાહત આપવામાં આવી છે. ઈન્કમ ટેક્સ વિભાગ દ્વારા ૨૦૧૯-૨૦ માટે આઇટીઆર ફાઇલની તારીખ લંબાવવામાં આવી છે.
આઇટી વિભાગે કહ્યું, વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અમે ડેડલાઇન લંબાવી છે. હવે કરદાતા નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ માટે ૩૦ નવેમ્બર, ૨૦૨૦ સુધી આઇટીઆર ફાઇલ કરી શકશે.
ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા થોડા દિવસો પહેલા ૨૦ લાખ કરદાતાનું રિફંડ જાહેર કરવામાં આવ્યું છે. વિભાગ દ્વારા ૬૨,૩૬૧ કરોડ રૂપિયાનું રિફંડ જાહેર કરાયું છે. ઈન્કમ ટેક્સ રિટરન ભરતાં નોકરિયાતો માટે ફોર્મ ૧૬ ખૂબ જરૂરી હોય છે. ફોર્મ ૧૬ ઈન્કમટેક્સ રિટર્ન ભરવામાં કામમાં આવે છે.