Charotar Sandesh
સ્પોર્ટ્સ

પ્રવિણ તાંબે કેરેબિયન સીપીએલમાં રમનારો પ્રથમ ભારતીય ક્રિકેટર બનશે…

નવી દિલ્હી : ઇન્ડિયન પ્રીમિયર લીગમાં સૌથી વધુ ઉંમરમાં ડેબ્યૂ કરનારો લેગ સ્પિનર પ્રવિણ તાંબે કેરેબિયન પ્રીમિયર લીગ (સીપીએલ)માં રમનારો પ્રથમ ભારતીય ક્રિકેટર બનવા જઇ રહ્યો છે. તાંબેને ફ્રેન્ચાઇઝી ટ્રિનબાગોએ ઓનલાઇન હરાજીમાં પોતાની ટીમમાં સામેલ કરી લીધો છે. પ્રવિણ તાંબે આ પહેલા આઇપીએલ ૨૦૨૦ની હરાજીમાં પણ વેચાયો હતો, પણ ૨૦૧૮માં સન્યાસ લીધા બાદ ટી૧૦ લીગમાં ભાગ લેવાના કારણે ભારતીય ક્રિકટ કન્ટ્રૉલ બોર્ડે આઇપીએલમાં તેના રમવા પર પ્રતિબંધ લગાવી દીધો હતો.
૪૮ વર્ષના પ્રવિણ તાંબે આઇપીએલમાં રાજસ્થાન રૉયલ્સ, ગુજરાત લાયન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ માટે રમી ચૂક્યો છે. ટ્રિનિબાગોએ ઓસ્ટ્રેલિયાના લેગ સ્પિનર ફવાદ અહેમદ સાથે પણ કરાર કર્યો છે, આ ઉપરાંત ફ્રેન્ચાઇઝીએ ન્યૂઝીલેન્ડની ટીમના ટિમ સેઇફર્ટ અને ઝિમ્બાબ્વેના સિકંદર રજા સાથે પણ કરાર કર્યો છે. તાંબેએ આઇપીએલ ૨૦૧૪માં કોલકત્તા વિરુદ્ધ બે બૉલમાં હેટ્રિક લેવાનો અનોખો રેકોર્ડ બનાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે ટી૨૦માં હવે તો માત્ર બે બૉલરો જ આ કારનામુ કરી ચૂક્યા છે.
તાંબે પહેલા ૨૦૧૦માં ચેમ્પિયન્સ લીગમાં શ્રીલંકાના ઇસુરુ ઉડાનાએ આ ઉપલબ્ધિ હાંસલ કરી હતી. કેકેઆર વિરુદ્ધ તાંબેએ પહેલા મનિષા પાંડેને સ્ટમ્પ આઉટ કર્યો હતો, પણ તે બૉલ વાઇડ આપવામાં આવી હતી. ત્યારબાદ બીજા બૉલ પર તાંબેએ બે વિકેટ લીધી હતી, આ રીતે તાંબેએ માત્ર બે બૉલમાં જ હેટ્રિક પુરી કરી લીધી હતી.

Related posts

ઇગ્લેંડનો ભારત પ્રવાસઃ અમદાવાદમાં ૫ ટી-૨૦ અને ૨ ટેસ્ટ રમાશે…

Charotar Sandesh

ભારતની સામે રમાનાર વન-ડે અને ટી૨૦ સીરિઝ માટે ઓસ્ટ્રેલિયા ટીમનું થયું એલાન…

Charotar Sandesh

રોહિત શર્મા ટી૨૦માં બેવડી સદી ફટકારનાર પ્રથમ બેટ્‌સમેન હશેઃ ડ્‌વેન બ્રાવો

Charotar Sandesh