Charotar Sandesh
ઈન્ડિયા

ભારતમાં વાઘની ગણતરીએ બનાવ્યો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ, ૭૦૦થી વધુ વસ્તી વધી…

લક્ષ્યના ચાર વર્ષ પહેલા જ બમણી થઈ વાઘની સંખ્યા…

૨૬ હજારથી વધુ સ્થળોએથી વન્યપ્રાણીઓના ૩.૫ કરોડ ફોટો લેવામાં આવ્યા, જેમાં ૭૬૬૫૧ ફોટા વાઘના અને ૫૧૭૭૭ ફોટા દીપડાના…

ન્યુ દિલ્હી : લક્ષ્યના ચાર વર્ષ પહેલાં ભારતમાં વાઘની સંખ્યા બમણી થઈ ગઈ છે. તેના માટે ધ ઓલ ઈન્ડિયા ટાઈગર એસ્ટીમેશ દ્વારા ૧ લાખ ૨૧ હજાર ૩૩૭ ચોરસ કિલોમીટરમાં સર્વે કરવામાં આવ્યો હતો. તેમાં ૨૬ હજાર ૭૬૦ જગ્યાને જુદા જુદા લોકેશન પર કેમેરા લગાવવામાં આવ્યા. તેનાથી વન્યપ્રાણીઓના ૩.૫ કરોડથી વધુ ફોટો લેવામાં આવ્યા. તેમાંથી ૭૬ હજાર ૬૫૧ ફોટો વાઘના અને ૫૧ હજાર ૭૭૭ ફોટો દીપડાના છે. વાઘ પર કરવામાં આવેલો આ સર્વે દુનિયાનો સૌથી મોટો સર્વે છે. તે ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં નોંધવામાં આવ્યો છે.
આ સર્વે ૨૦૧૮નો છે. રેકોર્ડની જાણકારી હવે સામે આવી છે. સર્વેમાં જાણવા મળ્યું છે કે દેશમાં ૨૯૬૭ વાઘ છે. ૨૦૦૬માં આ સંખ્યા ૧૪૧૧ હતી. લગભગ ૯ વર્ષ પહેલાં પ્રધાનમંત્રીએ સેન્ટ પીટર્સબર્ગમાં વાઘની સંખ્યા બમણી કરવાનું લક્ષ્યાંક નક્કી કર્યું હતું.
કેન્દ્રીય પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરે શનિવારે ટ્‌વીટ કરીને આ વિશે જાણકારી આપી. તેમણે કહ્યું કે વન્યજીવન સર્વે માટે હકીકતમાં આ એક ઉત્તમ ક્ષણ અને આત્મનિર્ભર ભારતનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. વડાપ્રધાન મોદીની આગેવાનીમાં ભારતે લક્ષ્યના ચાર વર્ષ પહેલાં વાઘની વસ્તીને બમણી કરવાનો સંકલ્પ પૂર્ણ કર્યો છે.જાવડેકરે મીડિયાને જણાવ્યું હતું કે વિશ્વમાં વાઘની કુલ વસતીમાં ભારતનો હિસ્સો ૭૦% છે.

Related posts

હવે નક્સલીઓ સામે લડશે દંતેશ્વરી ફાઈટર્સ, મહિલા કમાન્ડો તૈનાત

Charotar Sandesh

મુંબઈ ઈન્ડયન્સે ચોથી વાર આઇપીએલની ટ્રોફી પોતાના નામે કરી ઈતિહાસ રચી દીધો છે.

Charotar Sandesh

બાળકે બનાવ્યું PM મોદી પર ગલી બોય રેપ, થઇ રહ્યું છે વાયરલ

Charotar Sandesh