Charotar Sandesh
મધ્ય ગુજરાત

કુબેર ભંડારી મંદિર ભક્તો માટે ખુલ્લુ મુકવા રાજ્ય સરકારનો આદેશ

અગાઉ ૨૦ જુલાઇથી ૩૧ જુલાઇ સુધી મંદિર બંધ કરી દેવામાં આવ્યું હતું…

વડોદરા : કોરોના વાઈરસના વધી રહેલા સંક્રમણને લઇને વડોદરા જિલ્લાના કરનાળી ખાતે આવેલુ કુબેર ભંડારી મંદિર ૨૦ જુલાઇથી ૩૧ જુલાઇ સુધી બંધ રાખવાનો આદેશ કરાયો હતો. જોકે ભક્તોના વિરોધને પગલે રાજ્ય સરકારે કુબેર ભંડારી મંદિર ફરીથી ખોલી દેવાનો આદેશ કર્યો છે, જેથી કુબેર ભંડારી મંદિર આજથી ભક્તો માટે ખુલ્લુ મુકવામાં આવ્યું છે. વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના કરનાળી સ્થિત વિશ્વના એકમાત્ર કુબેર ભંડારી તીર્થમાં ૧૯ જુલાઇના રોજ જિલ્લા પ્રશાસન દ્વારા મંદિરના દ્વાર દર્શનાર્થીઓ માટે બંધ કરાવ્યા હતા,
ત્યારબાદ વ્યવસ્થાપક મંડળ સાથે ચર્ચા કર્યાં બાદ ૨૦ જુલાઇથી ૩૧ જુલાઈ સુધી મંદિરના દ્વાર બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જેથી કુબેર ભંડારી મંદિર ૨૦ જુલાઇના રોજ સોમવતી અમાસના દર્શન બંધ રહ્યું હતું. જોકે શ્રાવણ મહિનામાં કુબેર ભંડારી મંદિર બંધ રહેતા ભક્તો નિરાશ થયા હતા અને મંદિર ખુલ્લુ મુકવા માટે માંગ ઉઠી હતી. જેથી હવે વડોદરા જિલ્લા પ્રશાસનના આદેશ બાદ ફરીથી આજે મંદિર ખોલી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
કુબેર ભંડારી ટ્રસ્ટના વ્યવસ્થાપક રજનીભાઈ પંડ્યાએ જણાવ્યું હતું કે, આજથી કુબેર ભંડારી મંદિર ખુલ્લુ મુકવાનો આદેશ આવી ગયો છે. મંદિર સવારે ૮ વાગ્યાથી લઇને સાંજે ૬ વાગ્યા સુધી ખુલ્લુ રહેશે. ભક્તો સોશિયલ ડિસ્ટન્સ સહિતની સરકારની ગાઇડલાઇન પ્રમાણે દર્શન કરે તેવી અમારી અપીલ છે.

Related posts

કમાટીબાગ ઝૂમાં પૂરનું પાણી ઘૂસ્યું, ૧૫૦ પશુ-પક્ષીઓને શિફ્ટ કરવામાં આવ્યાં…

Charotar Sandesh

ભાજપ ઉમેદવાર અક્ષય પટેલે કરજણ બેઠક પરથી ઉમેદવારી ફોર્મ ભર્યું : કોરોનાની ગાઇડલાઇનનો ભંગ…

Charotar Sandesh

વડોદરામાં સયાજી હોસ્પિટલનું પડતર માંગણીઓ મુદ્દે નર્સિંગ સ્ટાફનું આંદોલન…

Charotar Sandesh